KuberaNowLogo
Sunday, 18/10/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

બ્રેન્ટ ક્રૂડમાં બોલાશે કડાકો, 100 ડોલરનું ક્રૂડ ગગડી $80એ પહોંચશે, જાણો કોણે કરી આગાહી

ગોલ્ડમેન સાક્સના અંદાજ મુજબ ઓઈલનો સપ્લાય માગ કરતાં વધી શકે છે, જેના કારણે 2027માં બ્રેન્ટ ક્રૂડનો સરેરાશ ભાવ $80 પ્રતિ બેરલ સુધી ઘટી શકે છે. જોકે, ક્રૂડ ઓઈલના ભાવનું ભવિષ્ય એ બાબત પર નિર્ભર કરશે કે ઓઈલનો સપ્લાય કેટલી ઝડપથી સામાન્ય થાય છે, માગમાં કેટલો સુધારો આવે છે અને પશ્ચિમ એશિયામાં યુદ્ધ ફરીથી કેટલું આગળ વધી શકે છે

desk@kuberanowPublished On : 18 Oct 2026
Brent Crude
AI GENERATED

પશ્ચિમ એશિયામાં અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધના કારણે ક્રૂડ ઓઈલના ભાવ છેલ્લા ઘણા સમયથી 100 ડોલરથી ઉપર જ રહ્યા છે. ક્રૂડ ઓઈલનું ઉત્પાદન કરતા દેશોના સંગઠન ઓપેકે આગામી વર્ષે ક્રૂડ ઓઈલની માગમાં મોટો ઉછાળો આવશે, જેથી તેના ભાવ પણ ઊંચા રહેવાની આશંકા છે. જોકે, ક્રૂડ ઓઈલના ભાવ અંગે ગોલ્ડમેન સાક્સ (Goldman Sachs)એ કંઈક અલગ જ મોટું અનુમાન જાહેર કર્યું છે. બેન્ક મુજબ વર્ષ 2027માં બ્રેન્ટ ક્રૂડ ઓઈલનો ભાવ સરેરાશ પ્રતિ બેરલ 80 ડોલર રહી શકે છે. પશ્ચિમ એશિયામાંથી ઓઈલના સપ્લાયમાં સુધારો અને માગ નબળી રહેવાથી બજારમાં ઓઈલના ભાવ ઝડપથી ઘટ્યા છે. જોકે, ડિસેમ્બર 2026 માટે બ્રેન્ટ ક્રૂડ ઓઈલનો અંદાજ 85 ડોલરથી વધીને 90 ડોલર પ્રતિ બેરલ કરી દેવાયો છે. અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે યુદ્ધ વધતા ઓઈલનો સપ્લાય ફરીથી ખોરવાઈ શકે છે. એવામાં ભાવ અપેક્ષા કરતાં વધુ સમય સુધી ઊંચા રહી શકે છે.


ગોલ્ડમેન સાક્સ મુજબ બ્રેન્ટ ક્રૂડના ભાવ ડિસેમ્બર 2026માં 90 ડોલર પ્રતિ બેરલ રહી શકે છે. પહેલા બેન્કે ભાવ પ્રતિ બેરલ 85 ડોલર રહેવાનો અંદાજ વ્યક્ત કર્યો હતો. ગોલ્ડમેન સાક્સમાં ગ્લોબલ કોમોડિટી રિસર્ચના સહ પ્રમુખ અને ઓઈલ રિસર્ચના પ્રમુખ ડાન સ્ટ્રુવેનના રિપોર્ટમાં આ માહિતી અપાઈ છે. બેન્કનું માનવું છે કે 2027માં બ્રેન્ટ ક્રૂડ ઓઈલનો સરેરાશ ભાવ પ્રતિ બેરલ 80 ડોલર રહી શકે છે. તેનું મોટું કારણ મધ્ય-પૂર્વમાંથી ઓઈલના સપ્લાયમાં સુધારો અને બજારમાં માગની સરખામણીમાં વધુ ઓઈલ ઉપલબ્ધ હોવાની શક્યતા છે.


ઓઈલના સપ્લાયમાં સુધારો, બજારમાં અછત ઘટી

ગોલ્ડમેન સાક્સ મુજબ પશ્ચિમ એશિયામાંથી ઓઈલની નિકાસ વધી છે. ફારસની ખાડીની બહાર પણ ઓઈલનું ઉત્પાદન વધ્યું છે જ્યારે માગ નબળી થઈ છે. આ કારણોથી દુનિયામાં ઓઈલનો સપ્લાય અને માગ વચ્ચે અંતર ઘણું ઓછું થઈ ગયું છે. માર્ચમાં દુનિયામાં ઓઈલની માગ, સપ્લાય કરતાં પ્રતિ દિવસ 72 લાખ બેરલ વધુ હતી. સપ્ટેમ્બરમાં આ અંતર ઘટીને માત્ર દૈનિક 3 લાખ બેરલ રહી ગયું છે. તેનો અર્થ એ છે કે સપ્ટેમ્બર સુધીમાં ઓઈલની માગ અને પુરવઠો લગભગ સમાન થઈ ગયા હતા.


2026ના અંતથી સપ્લાય માગથી વધુ થવાની આશા

ગોલ્ડમેન સાક્સનો અંદાજ છે કે 2026ના ચોથા ત્રિમાસિકમાં દુનિયાના ઓઈલ બજારમાં સપ્લાય માગ કરતા વધુ હોઈ શકે છે. બેન્ક મુજબ 2027માં પણ આ સ્થિતિ જળવાઈ શકે છે. બજારમાં માગની સરખામણીમાં ઓઈલ ઉપલબ્ધ હોય તો ભાવ પર નીચે આવવાનું દબાણ બની શકે છે. ગોલ્ડમેન સાક્સે આ આશાના આધારે જ ક્રૂડના ભાવમાં ઘટાડાનો અંદાજ વ્યક્ત કર્યો છે. બેન્ક મુજબ સપ્ટેમ્બરના અંતમાં ફારસની ખાડીમાંથી ઓઈલની નિકાસ 2025ના સરેરાશ સ્તરની નજીક પહોંચી ગઈ હતી. ઓઈલની નિકાસ કરનારા દેશોએ યુદ્ધ વચ્ચે તેમના કામકાજમાં ફેરફાર કર્યો અને ઓઈલ પહોંચાડવાની ક્ષમતા વધારી.


ક્રૂડ ઓઈલ હાલ 100 ડોલરને પાર

ઓઈલ સપ્લાયમાં સુધારા છતાં ક્રૂડ ઓઈલના ભાવ પર દબાણ બનેલું છે. રિપોર્ટ મુજબ તુરંત ડિલિવરીવાળા બ્રેન્ટ ક્રૂડનો બાવ પ્રતિ બેરલ 130થી ઉપર જઈ ચૂક્યો છે. બીજીબાજુ બ્રેન્ટ ક્રૂડના વાયદાનો ભાવ તાજેતરમાં જ 100 ડોલર પ્રતિ બેરલથી ઉપર કારોબાર કરી ચૂક્યા છે. ગોલ્ડમેન સાક્સ મુજબ પશ્ચિમ એશિયામાં યુદ્ધ વધવાની સાથે ઓઈલનો સપ્લાય ખોરવાઈ જવાનું જોખમ છે. તેની સાથે જ દુનિયામાં ઓઈલનો ભંડાર પણ અંદાજે વિક્રમી નિચલા સ્તરે છે. આ કારણે ઓઈલનો ભંડાર ફરીથી વધારવા માટે માગ પણ મજબૂત બનેલી છે. રિપોર્ટ મુજબ હાલ ક્રૂડ ઓઈલના ભાવમાં અંદાજે 25 ડોલર પ્રતિ બેરલનું રિસ્ક પ્રીમિયમ સામેલ છે. તેનો અર્થ એ છે કે સપ્લાયમાં અવરોધ ઊભા થવાના જોખમના કારણે ઓઈલના ભાવમાં વધારો જોડાયેલો છે.


ઓઈલની માગમાં પણ ઘટાડો થયો

ગોલ્ડમેન સાક્સ મુજબ 2026ના ત્રીજા ત્રિમાસિકમાં દુનિયામાં ઓઈલનો વપરાશ પાછલા વર્ષના સમાન સમયની સરખામણીમાં દૈનિક 33 લાખ બેરલ ઓછો રહ્યો. ઓઈલની માગમાં સૌથી વધુ નરમાઈ ચીન, પશ્ચિમ એશિયા અને એશિયાના વિકસિત અર્થતંત્રોમાં જોવા મળી છે. બેન્કને આશા છે કે રિફાઈન્ડ ઓઈલ ઉત્પાદનોની ઉપલબ્ધતા અને તેને ખરીદવાની ક્ષમતામાં સુધારો થવાની સાથે માગ ધીમે ધીમે વધી શકે છે. જોકે, બેન્કનું માનવું છે કે 2027ના ચોથા ત્રિમાસિકમાં દુનિયામાં ઓઈલની માગ દૈનિક 7 લાખ બેરલ ઓછી રહેશે. ક્રૂડની માગ ઘટવાનું અન્ય એક કારણ ઈલેક્ટ્રિક વાહનોની માગ અને વપરાશમાં તીવ્ર ઘટાડો અને ચીનમાં ઈંધણના વપરાશની રીતોમાં ફેરફાર મહત્વના કારણ બની શકે છે.


આ પણ જૂઓ


Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn