ગોલ્ડ ETF ખુલ્લું, FoF બંધ! સોનામાં રોકાણ કરવા હવે કયો રસ્તો?
મ્યુચ્યુઅલ ફંડોએ Gold FoFમાં નવા SIP, STP અને સિંગલ પેમેન્ટ રોકાણ પર પ્રતિબંધ મૂકાયો છે, પરંતુ હાલના SIP અને અન્ય ટ્રાન્ઝેક્શન ચાલુ રહેશે. સપ્ટેમ્બરમાં Gold ETFમાં ₹4,451 કરોડનું રોકાણ આવ્યું

મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓએ તેમના ગોલ્ડ ફંડ ઓફ ફંડ્સ (FoF)માં નવું રોકાણ લેવાનું બંધ કરી દીધું છે. ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડો (ETF)માં રોકાણ ફરીથી વધી રહ્યું છે તેવા સમયે આ નિર્ણય લેવાયો છે. જોકે, ગોલ્ડ ETFમાં રોકાણ વધતા ચાલુ ખાતાની ખાધની ચિંતા વચ્ચે ભારતનો આયાત ખર્ચ વધી ગયો છે. સપ્ટેમ્બરમાં ગોલ્ડ ETFમાં કુલ 4,451 કરોડ રૂપિયાનું રોકાણ થયું, જે છેલ્લા છ મહિનામાં સૌથી વધુ છે. રોકાણના આ આંકડામાં ગોલ્ડ એફઓએફ મારફત કરાયેલું રોકાણ પણ સામેલ છે, કારણ કે આ ફંડ્સ છેવટે ગોલ્ડ ETFમાં જ રોકાણ કરે છે.
મ્યુચ્યુઅલ ફંડોના અધિકારીઓ મુજબ આ પ્રતિબંધો સેબીના નિર્દેશો પર લગાવાયા છે. ગોલ્ડ ઈટીએફમાં રોકાણથી ફિઝિકલ ગોલ્ડની માગ વધી શકે છે કારણ કે આ ફંડોએ તેમની મેનેજમેન્ટ એસેટ્સ જેટલું સોનું પોતાની પાસે રાખવું પડે છે. આ માગના કારણે ભારતના સોનાની આયાતના ખર્ચમાં પણ વધારો થઈ શકે છે.
કેટલાક ફંડોએ સિલ્વર FoF પર પણ પ્રતિબંધ મૂક્યા
ફંડ હાઉસોએ નોટિસ જાહેર કરી જણાવ્યું કે, શુક્રવારથી સિંગલ પેમન્ટ રોકાણની સાથે નવા સિસ્ટેમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP), સિસ્ટેમેટિક ટ્રાન્સફર પ્લાન (STP) અને સ્વિચ રજિસ્ટ્રેશન બંધ કરી દેવાશે. વર્તમાન SIP, STP અને સ્વિચ ટ્રાન્ઝેક્શન ચાલુ રહેશે. કેટલીક ફંડ કંપનીઓએ સિલ્વર FoF રોકાણ પર પણ આ જ પ્રકારના પ્રતિબંધો લગાવવાની જાહેરાત કરી છે.
જોકે, સોના અને ચાંદીના ETFમાં રોકાણ હજુ પણ ચાલુ છે. જૂનમાં ફંડોએ વર્તમાન આર્થિક અને બજારની સ્થિતિઓને ટાંકીને ફંડ ઓફ ફંડ્સ (FoF) અને ETFમાં નવા યુનિટ બનાવવા પર આ પ્રકારનો પ્રતિબંધ મૂક્યો હતો. રૂપિયામાં ભારે ઘટાડો થઈ રહ્યો હતો અને વડાપ્રધાન મોદીએ સોનામાં રોકાણ ઘટાડવા અપીલ કરી હતી ત્યારે આ પ્રકારના પ્રતિબંધો લગાવાયા હતા. પાછળના મહિનામાં મોટાભાગના ફંડ હાઉસોએ આ પ્રતિબંધો હટાવી લીધી હતી.
પ્રતિબંધોની રોકાણકારો પર શું અસર થશે?
ગોલ્ડ એફઓએફ અરજી પર પ્રતિબંધ મૂકી દેવાયો છે, પરંતુ ઈટીએફ હજુ પણ ખુલ્લા છે. આ પ્રતિબંધથી સોનાની માગ અંગે સરકાર દ્વારા વ્યક્ત થઈ રહેલી ચિંતાઓ દૂર કરવામાં મદદ મળશે કે કેમ તે મોટો સવાલ છે. જોકે, નિષ્ણાતો મુજબ આ પ્રતિબંધોની અસર મર્યાદિત હોઈ શકે છે, કારણ કે રોકાણકારો ગોલ્ડ ઈટીએફ તરફ વલણ કરી શકે છે, જેમાં રોકાણનો માર્ગ હજુ પણ ખુલ્લો છે. ગોલ્ડ ઈટીએફમાં આવતા રોકાણના લગભગ ચોથા ભાગથી ત્રીજા ભાગનો હિસ્સો એફઓએફ (ફંડ ઓફ ફંડ્સ) મારફત આવે છે. જોકે, અલગ અલગ ફંડ હાઉસના કિસ્સામાં આ હિસ્સો અલગ અલગ હોઈ શકે છે. નજીકના ભવિષ્યમાં રોકાણમાં સુસ્તી આવી શકે છે, કારણ કે રિટેલ રોકાણકાર વિશેષરૂપે વિતરકો મારફત રોકાણ કરતા રોકાણકારો એફઓએફને વધુ પસંદ કરે છે. જોકે, કેટલાક રોકાણકારો ઈટીએફ તરફ વળી શકે છે, પરંતુ આ પ્રતિબંધોના કારણે કેટલાક રોકાણકારો માટે રોકાણના પસંદગીના માર્ગ પર અસર થઈ શકે છે.
ગોલ્ડ ઈટીએફ પર પ્રતિબંધો શા માટે નહીં?
અનેક ફંડોએ ફંડ ઓફ ફંડ્સમાં નવા રોકાણ લેવાનું બંધ કરી દીધું છે ત્યારે ગોલ્ડ ઈટીએફ હજુ પણ ખુલ્લા છે. ઉદ્યોગના જાણકારોનું માનવું છે કે ઈટીએફ પર પ્રતિબંધ લાગવવું મોટું પગલું હશે અને તેનાથી બજારમાં મજબૂત સંકેત જઈ શકે છે. ભારતના વાર્ષિક વપરાશની સરખામણીમાં ઈટીએફ પાસે ઘણું ઓછું સોનું છે અને તેને લગભગ બે દાયકામાં જમા કરવામાં આવ્યું છે. તેથી ઈટીએફ પર સંપૂર્ણપણે પ્રતિબંધ લગાવવા ઘણી મોટી દખલ બની શકે છે. તેથી આ પગલું ટાળવામાં આવ્યું છે. આ પ્રતિબંધોથી રોકાણકારો પર મર્યાદિત અસર થઈ શકે છે. જે રોકાણકારોના પહેલાથી જ SIP, STP અને સ્વિચ વ્યવસ્થાઓ ચાલી રહી છે તે તેમના ટ્રાન્ઝેક્શન ચાલુ રાખી શકે છે.
આ પણ જૂઓ
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

Sugarના ભાવ કાબૂમાં રાખવા સરકારનો નિર્ણય: શેરડીના રસ અને ખાંડમાંથી બનેલા ઇથેનોલની ખરીદી બંધ

ક્રૂડમાં ફરી ભડકો! બ્રેન્ટ $110 પર પહોંચ્યું, બે યુદ્ધો વચ્ચે ડીઝલના ભાવ અને પુરવઠાની ચિંતા વધી

ખોળ નિકાસમાં મોટો ફટકો! FY27ના પ્રથમ 4 મહિનામાં 27%નો ઘટાડો

હળદરના ભાવમાં આગ! હળદરના ભાવ ₹24,500ને પાર, વિક્રમ સપાટી હવે કેટલી દૂર?

મધ્ય-પૂર્વના તણાવથી ક્રૂડમાં ફરી તેજી, ભાવ ₹9,177ને પાર

Gold and Silver Jewellery Exports : સોના-ચાંદીના નિકાસકારોને મોટો ઝટકો! સરકારે ડ્યુટી ડ્રોબેકમાં મૂક્યો કાપ

તહેવારોમાં ડીઝલની ધમાકેદાર માગ! 15 દિવસમાં વેચાણ 26.4% વધ્યું





