KuberaNowLogo
Monday, 05/10/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

Advertisement

Gold silver price today : સોનામાં મોટો ઉતાર-ચઢાવ, ચાંદીમાં ચમક આવી, જાણો આજે તમારા શહેરમાં શું છે ભાવ?

વૈશ્વિક બજાર Comexમાં સોના વાયદાનો ભાવ પ્રતિ ઔંસ 4,170 ડોલર, ચાંદી પ્રતિ ઔંસ 61.60 ડોલર

desk@kuberanowPublished On : 5 Oct 2026
Gold Silver Price today 5
AI Generated Image

અમદાવાદ : અમેરિકામાં નબળા જોબ ડેટાથી વૈશ્વિક બજારમાં સોના-ચાંદીના ભાવને ટેકો મળ્યો છે, પરંતુ ઘરેલુ બજારમાં બંનેના ભાવમાં મિશ્ર વલણ જોવા મળ્યું છે. સોનામાં ઊછાળા સાથે શરૂઆત પછી નરમાઈ જોવા મળી હતી જ્યારે ચાંદીમાં તેજી જળવાઈ રહી હતી. સોમવારે વૈશ્વિક બજાર Comex પર સોનાના વાયદાનો ભાવ પ્રતિ ઔંસ 4,170 ડોલર જ્યારે ચાંદીનો ભાવ પ્રતિ ઔંસ 61.60 ડોલરની આજુબાજુ ટ્રેડ કરી રહ્યા હતા. ઘરેલુ બજાર MCX પર સોના ડિસેમ્બર વાયદાનો ભાવ ઘટીને પ્રતિ 10 ગ્રામ રૂ. 1,49,670 જ્યારે ચાંદીનો ભાવ વધીને પ્રતિ 1 કિલો રૂ. 2,27,179ના સ્તરે ટ્રેડ થઈ રહ્યા છે.


MCX પર સોના અને ચાંદી ચમક્યા

સોના વાયદાના ભાવની શરૂઆત સાધારણ તેજી સાથે થઈ હતી. MCX પર સોનાનો બેન્ચમાર્ક ડિસેમ્બર કોન્ટ્રાક્ટ રૂ.807ની તેજી સાથે રૂ. 1,51,197ના સ્તરે ખૂલ્યો હતો. પાછલો બંધ ભાવ રૂ. 1,50,390 હતો. આ સમાચાર લખાય છે ત્યારે આ કોન્ટ્રાક્ટ 0.48 ટકાની નરમાઈ સાથે રૂ. 1,49,670ના સ્તરે કારોબાર કરી રહ્યો હતો. સોનાના વાયદાએ આ વર્ષે રૂ. 1,80,779નું સર્વોચ્ચ સ્તર સ્પર્શ કર્યું હતું.


ચાંદીના વાયદા ભાવની શરૂઆત પણ ઊછાળા સાથે થઈ હતી. MCX પર ચાંદીનો બેન્ચમાર્ક ડિસેમ્બર કોન્ટ્રાક્ટ રૂ. 23ની તેજી સાથે રૂ. 2,25,900ના સ્તરે ખૂલ્યો હતો. પાછલો બંધ ભાવ રૂ. 2,25,877 હતો. આ સમાચાર લખાય છે ત્યારે આ કોન્ટ્રાક્ટ 0.58 ટકાની તેજી સાથે રૂ. 2,27,179ના સ્તરે ટ્રેડ કરી રહ્યો છે. ચાંદીના ભાવે આ વર્ષે પ્રતિ કિલો રૂ.4,20,048ના સર્વોચ્ચ સ્તરને સ્પર્શ કર્યો હતો.


આંતરરાષ્ટ્રીય બજારમાં સોના-ચાંદીની હાલત

આંતરરાષ્ટ્રીય બજાર Comex પર સોના અને ચાંદીના ભાવમાં તેજી જોવા મળી છે. Comex સોનાનો ભાવ પ્રતિ ઔંસ 4,169.40 ડોલરે ખૂલ્યો હતો. પાછલો બંધ ભાવ પ્રતિ ઔંસ 4,162.30 ડોલર હતો. આ સમાચાર લખાય છે ત્યારે સોનાનો ભાવ 0.39 ટકા વધીને 4,178 ડોલર છે. સોનાએ આ વર્ષે 5,586.20 ડોલરનું સર્વોચ્ચ સ્તર સ્પર્શ કર્યું હતું.Comex પર ચાંદીના વાયદાનો ભાવ પ્રતિ ઔંસ 60.70 ડોલરે ખૂલ્યો હતો. પાછલો બંધ ભાવ 60.41 ડોલર હતો. આ સમાચાર લખાય છે ત્યારે આ કોન્ટ્રાક્ટનો ભાવ 2.06 ટકાના ઊછાળા સાથે 61.66ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે.


ઈન્ડિયન બુલિયન એસોસિએશનના ડેટા મુજબ ભારતમાં રિટેલ બજારમાં સોના-ચાંદીના ભાવ જોઈએ તો સોમવારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રૂ. 1,49,540 જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,37,078 છે. ચાંદી (999 ફાઈન)નો ભાવ પ્રતિ કિલો રૂ. 2,26,770 છે.


યુએસ ડોલર - ભૂ-રાજકીય ડેવલપમેન્ટ્સની સોના-ચાંદી પર અસર

યુએસ ડોલર અને ભૂ-રાજકીય ડેવલપમેન્ટ્સમાં હિલચાલની સોના-ચાંદી પર અસર જોવા મળી રહી છે. અમેરિકા-ઈરાન યુદ્ધ બુલિય બજારમાં હજુ પણ અનિશ્ચિતતા માટેનું મોટું પરિબળ છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગયા સપ્તાહે કહ્યું હતું કે, વોશિંગ્ટન સામે ઈરાન સામે સૈન્ય કાર્યવાહી કરવા અને તહેરાન સાથે સોદા વચ્ચે પસંદગી કરવાનો મોટો પડકાર છે. પશ્ચિમ એશિયામાં યુદ્ધ વકરશે તો રોકાણકારો સેફ-હેવન એસેટ તરીકે સોના તરફ વળી શકે છે.


સોનાને હાલ રૂ. 1,49,570ના સ્તરે ટેકો મળી રહ્યો છે. આ સ્તરથી નીચે સતત ઘટતા કિંમત રૂ. 1,48,750 સુધી જઈ શકે છે. ઉપરની તરફ રૂ. 1,50,975નો રેઝિસ્ટન્સ છે. તેનાથી ઉપર ટકી રહેતા સોનાનો ભાવ રૂ. 1,51,560 સુધી પહોંચી શકે છે. ટેકનિકલરૂપે બજારમાં શોર્ટ કવરિંગ જોવા મળી રહ્યું છે. ઓપન ઈન્ટરેસ્ટ 4.61 ટકા ઘટીને 16,584 રહી ગયો છે જ્યારે ભાવમાં રૂ. 2,171નો વધારો થયો.ચાંદીને હાલમાં રૂ. 2,24,295ના સ્તરે ટેકો મળ્યો છે. આ સ્તરથી નીચે ઘટાડો આવતા કિંમત રૂ. 2,22,775 સુધી જઈ શકે છે. ઉપરની તરફ રૂ. 2,27,715ના સ્તરે રેઝિસ્ટન્સ છે. આ સ્તરથી ઉપર નિર્ણાયક તેજી આવતા ચાંદીનો ભાવ રૂ. 2,28,475ના સ્તર સુધી પહોંચી શકે છે.


દેશના અલગ અલગ શહેરોમાં સોના અને ચાંદીના ભાવ

અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ

24 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,49,230/10 ગ્રામ

22 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,36,790/10 ગ્રામ

18 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,11,920/10 ગ્રામ

ચાંદીનો ભાવ - રૂ. 2,35,000/1 કિલો


નવી દિલ્હી

24 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,49,330/10 ગ્રામ

22 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,36,890/10 ગ્રામ

18 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,12,000/10 ગ્રામ

ચાંદીનો ભાવ - રૂ. 2,35,000/1 કિલો


મુંબઈ

24 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,49,180/10 ગ્રામ

22 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,36,750/10 ગ્રામ

18 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,11,890/10 ગ્રામ

ચાંદીનો ભાવ - રૂ. 2,35,000/1 કિલો


કોલાકાતા

24 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,49,180/10 ગ્રામ

22 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,36,750/10 ગ્રામ

18 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,11,890/10 ગ્રામ

ચાંદીનો ભાવ - રૂ. 2,35,000/1 કિલો


ચેન્નઈ

24 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,49,180/10 ગ્રામ

22 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,36,750/10 ગ્રામ

18 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,11,890/10 ગ્રામ

ચાંદીનો ભાવ - રૂ. 2,45,000/1 કિલો

(સ્રોત : ગ્રો વેબસાઈટ)

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Market

See more
  1. શેરબજારના હાલ બેહાલ! 25 વર્ષમાં પહેલીવાર સતત 8 અઠવાડિયા સુધી ઘટ્યું બજાર, ₹20 લાખ કરોડ સ્વાહા
  2. Multibagger Stocks: "7 દિન મે પૈસા ડબલ" IPO બાદ આ કંપનીનો શેર રોકેટ બનીને ભાગ્યો
  3. NSEની મોટી યોજના, કોર્પોરેટ બોન્ડ ઈન્ડેક્સ વાયદાને સેબીની મંજૂરી, હવે RBI પર નજર
  4. Auto Stocksમાં વેચવાલી: Bajaj Autoનો શેરમાં કડાકો, સપ્ટેમ્બરના વેચાણ આંકડાએ કેમ વધારી ચિંતા

Economy

See more
  1. ભારતનો GDP Growth 7.3% રહેવાનો અંદાજ: નાણા મંત્રાલય
  2. મોદી સરકારે છ રવી પાક માટે MSP વધાર્યા, રૂ. 2.79 લાખ કરોડના પેકેજને મંજૂરી
  3. Real Estate Boom: ભારતમાં પ્રોપર્ટી માર્કેટમાં ઉછાળો, 9 મહિનામાં જ તૂટ્યો 2025ના રોકાણનો રેકોર્ડ
  4. Cement Price Hike: ઘર બનાવવાનું થશે મોંઘુ! ઓક્ટોબરમાં ફરી સિમેન્ટના ભાવ વધવાની શક્યતા
Advertisement

Personal Finance

See more
  1. Online Insurance લેતાં પહેલાં આ 6 Dark Patternsથી રહો સાવધાન !
  2. RBI New Rules: 1 ઓક્ટોબરથી બદલાશે Bulk Depositના નિયમો
  3. ખાલી પેનલ્ટી નહીં, આખું ખાતું બંધ થઈ શકે! RD ડિફોલ્ટના આ નિયમો જાણો
  4. દસ મહત્વના પગલાં નાણાકીય સુરક્ષાના

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM