ખોળ નિકાસમાં મોટો ફટકો! FY27ના પ્રથમ 4 મહિનામાં 27%નો ઘટાડો
નાણાકીય વર્ષ 2026-27ના એપ્રિલથી જુલાઈ દરમિયાન ભારતની વિવિધ તેલીબિયાં ખોળની નિકાસમાં 27%નો ઘટાડો થયો છે.જુલાઈ 2026માં નિકાસ 65% ઘટી હતી, જ્યારે સોયાખોળની નિકાસમાં 90%નો મોટો ઘટાડો નોંધાયો છે.

નાણાકીય વર્ષ 2026-27ના પ્રથમ ચાર મહિનામાં ભારતની વિવિધ તેલીબિયાં ખોળની નિકાસમાં ચિંતાજનક ઘટાડો નોંધાયો છે. એપ્રિલથી જુલાઈ 2026 દરમિયાન ખોળની કુલ નિકાસ 27% ઘટી છે. વૈશ્વિક બજારમાં આર્જેન્ટિના અને બ્રાઝિલ સાથેની ગળાકાપ સ્પર્ધાને કારણે ભારતીય નિકાસકારો પર દબાણ વધ્યું છે. જોકે ચીન, બાંગ્લાદેશ અને વિયેટનામમાંથી ખરીદી વધતાં નિકાસમાં થોડી રાહત મળી છે.
જુલાઈમાં નિકાસ 65% ઘટી
ધ સોલવન્ટ એક્સટ્રેક્ટર્સ એસોસિએશન ઑફ ઇન્ડિયા (SEA)ના આંકડા મુજબ, જુલાઈ 2025માં ભારતે કુલ 4,22,388 ટન ખોળની નિકાસ કરી હતી. તેની સામે જુલાઈ 2026માં નિકાસ માત્ર 1,48,609 ટન રહી હતી. એ જ રીતે, એપ્રિલથી જુલાઈ 2025 દરમિયાન ભારતે કુલ 15,16,981 ટન ખોળની નિકાસ કરી હતી. FY27ના પ્રથમ ચાર મહિનામાં આ આંકડો ઘટીને 11,05,833 ટન રહ્યો છે.
સોયાખોળની નિકાસમાં 90%નો મોટો ઘટાડો
એસઇએના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડૉ. બી. વી. મહેતાના જણાવ્યા મુજબ, જુલાઈ 2026માં ભારતે 17,810 ટન સોયાખોળની નિકાસ કરી હતી. જુલાઈ 2025ની સરખામણીએ આ નિકાસમાં લગભગ 90%નો ઘટાડો થયો છે. એપ્રિલથી જુલાઈ 2026 દરમિયાન ભારતે 1,87,312 ટન સોયાખોળ, 7,56,739 ટન સરસવ ખોળ, 2,243 ટન મગફળી ખોળ, 87,875 ટન રાઇસબ્રાન ખોળ અને 71,664 ટન એરંડાના ખોળની નિકાસ કરી હતી. તેની સામે એપ્રિલથી જુલાઈ 2025 દરમિયાન સોયાખોળની નિકાસ 6,76,992 ટન હતી. સોયાખોળની નિકાસમાં આવેલા મોટા ઘટાડાની અસર કુલ ખોળની નિકાસના આંકડા પર પણ પડી છે.
વૈશ્વિક ભાવની સરખામણીમાં ભારતનો ભાવ ઊંચો
જુલાઈ 2026માં વૈશ્વિક બજારમાં સોયાખોળનો ભાવ આશરે $428 પ્રતિ ટન હતો. તેની સામે ભારતીય નિકાસકારો આશરે $613 પ્રતિ ટનનો ભાવ ક્વોટ કરી રહ્યા હતા. વૈશ્વિક બજારના ભાવ અને ભારતીય નિકાસકારોના ક્વોટેશન વચ્ચેના મોટા તફાવતને કારણે ભારતની સોયાખોળની નિકાસમાં ઘટાડો થયો હોવાનું જણાવાયું છે. આ ઉપરાંત, વૈશ્વિક બજારમાં આર્જેન્ટિના અને બ્રાઝિલ જેવા દેશો સાથેની સ્પર્ધાએ પણ ભારતીય નિકાસ પર દબાણ વધાર્યું છે.
ચીન, બાંગ્લાદેશ અને વિયેટનામથી મળી થોડી રાહત
ખોળની નિકાસમાં એકંદર ઘટાડા વચ્ચે કેટલાક મુખ્ય ખરીદદાર દેશોમાં ભારતની નિકાસ વધી છે. FY25-26ના પ્રથમ ચાર મહિનાની સરખામણીએ FY26-27ના પ્રથમ ચાર મહિનામાં ચીનમાં ભારતની ખોળની નિકાસ 25.32%, બાંગ્લાદેશમાં 17.18% અને વિયેટનામમાં 42.42% વધી છે. FY26-27ના પ્રથમ ચાર મહિનામાં ચીને ભારત પાસેથી કુલ 3,55,482 ટન, બાંગ્લાદેશે 1,72,852 ટન અને વિયેટનામે 1,08,098 ટન ખોળની આયાત કરી છે.
આ પણ વાંચો : સોમનાથ સ્ટેશનના બીજા એક્ઝિટ માટે જમીન સંપાદન જાહેર, સ્થાનિક વેપારને મળશે વેગ
આ પણ જુઓ:
Also Read

ક્રૂડમાં ફરી ભડકો! બ્રેન્ટ $110 પર પહોંચ્યું, બે યુદ્ધો વચ્ચે ડીઝલના ભાવ અને પુરવઠાની ચિંતા વધી

હળદરના ભાવમાં આગ! હળદરના ભાવ ₹24,500ને પાર, વિક્રમ સપાટી હવે કેટલી દૂર?

મધ્ય-પૂર્વના તણાવથી ક્રૂડમાં ફરી તેજી, ભાવ ₹9,177ને પાર

Gold and Silver Jewellery Exports : સોના-ચાંદીના નિકાસકારોને મોટો ઝટકો! સરકારે ડ્યુટી ડ્રોબેકમાં મૂક્યો કાપ

તહેવારોમાં ડીઝલની ધમાકેદાર માગ! 15 દિવસમાં વેચાણ 26.4% વધ્યું

Gold Jewelleryની ધમાકેદાર માંગ, સપ્ટેમ્બરમાં 9.43%નો ઉછાળો

Gold Mutual Fundમાં નવા રોકાણ પર બ્રેક! આજથી અનેક યોજનાઓમાં નવી SIP બંધ





