ચાંદી થશે મોંઘી, રૂ. 4 લાખને પાર જવાની સંભાવના
ઘરેલુ ચાંદીની વાસ્તવિક કિંમત આંતરરાષ્ટ્રીય ભાવ સાથે રૂપિયાની ચાલ, આયાત ડ્યુટી અને સ્થાનિક પ્રીમિયમ પર પણ નિર્ભર કરશે

વૈશ્વિક અનિશ્ચિતતાઓ અને વધતી ઔદ્યોગિક માગના પગલે આ વર્ષે ચાંદીમાં અસાધારણ તેજી જોવા મળી છે. જાન્યુઆરીમાં ચાંદી તેની સર્વોચ્ચ સપાટી રૂ. 3.84 લાખ સુધી પહોંચી ગઈ હત. જોકે, ત્યાર પછી તેમાં તિવ્ર ઘટાડો જોવા મળ્યો, પરંતુ ત્યાર પછી ગયા વર્ષની દિવાળીથી 17 સપ્ટેમ્બર સુધીમાં તેનું રિટર્ન 50 ટકાથી ઉપર રહ્યું છે. હવે વિશ્લેષકો માને છે કે ચાંદીમાં ઘટાડા પછી હવે રીકવરીનો તબક્કો છે. કેડિયા સ્ટોક્સ એન્ડ કોમોડિટી રિસર્ચ મુજબ ચાંદી આગામી વર્ષે દિવાળી પહેલા ફરી એક વખત વિક્રમી સપાટીએ પહોંચી શકે છે.
આગામી વર્ષે દિવાળી પહેલા ચાંદી પ્રતિ કિલો ચાર લાખ રૂપિયાના આંકડાને સ્પર્શી શકે છે. બીજીબાજુ આંતરરાષ્ટ્રીય બજારમાં આગામી વર્ષ સધી તે પ્રતિ ઔંસ 120 ડોલર સુધી પહોંચી શકે છે. બીજીબાજુ આગામી છ મહિનામાં તે પ્રતિ ઔંસ 85થી 80 ડોલર પહોંચવાની આશા છે. ચાંદીમાં આ સંભવિત ઉછાળા પાછળ અનેક કારણો છે.
વૈશ્વિક બજારમાં ચાંદીની માગમાં 4.63 કરોડ ઔંસની અછતની સંભાવના
વર્ષ 2026માં વૈશ્વિક ચાંદી બજારમાં માગની સરખાણીએ અંદાજે 4.63 કરોડ ઔંસ ચાંદીની અછત ઊભી થશે. 2025માં આ ખાધ 4.03 કરોડ ઔંસ હતી. રિપોર્ટ મુજબ સતત છઠ્ઠા વર્ષે ચાંદીની માગ સપ્લાય કરતાં વધુ રહી શકે છે. પૂરવઠો ઓછો હોવા પાછળનું સૌથી મોટું કારણ સુસ્ત માઈનિંગ એક્ટિવિટી છે. 2025માં 84.66 કરોડ ઔંસ ચાંદી માઈન કરાઈ હતી. આ વર્ષે તે 84.41 કરોડ ઔંસ રહી શકે છે. એટલે કે સપ્લાય વધવાના બદલે ઘટી ગયો પરંતુ માગમાં તેજી આવી, જેથી તેના ભાવમાં ઉછાળો આવ્યો હતો.
ચાંદીના ભાવમાં આવેલા વિક્રમી ઊછાળાના કારણે હવે ભારતીય રોકાણકારો પણ તેના તરફ આકર્ષાયા છે. લોકો સોનાની સાથે હવે ચાંદીને પણ રોકાણના સારા વિકલ્પ તરીકે જોઈ રહ્યા છે. રિપોર્ટ મુજબ ETF મારફતે મોટા સ્તરે ચાંદીમાં નાણાં લગાવાઈ રહ્યા છે. પાછલા ઓગસ્ટમાં સિલ્વર ETFમાં અંદાજે રૂ. 1,271 કરોડનો નેટ ઈનફ્લો આવ્યો હતો જ્યારે જુલાઈમાં તે અંદાજે રૂ. 1,285 કરોડ હતો. ઓગસ્ટના અંત સુધીમાં સિલ્વર ઈટીએફનું એયુએમ લગભગ રૂ. 85,488 કરોડે પહોંચી ગયું હતું.
ચાંદીમાં ઔદ્યોગિક માગે ભાવને ટેકો આપ્યો
ચાંદીમાં આવેલો ઊછાળો માત્ર રોકાણની માગ સુધી મર્યાદિત નથી. ઈલેક્ટ્રિકલ વ્હિકલ, સોલાર પાવર, ઈલેક્ટ્રોનિક્સ અને અન્ય ઔદ્યોગિક સેક્ટર પણ ચાંદીની માગ પર અસર કરે છે. રિપોર્ટ મુજબ ઈલેક્ટ્રિક વાહનોમાં પારંપરિક પેટ્રોલ-ડીઝલ વાહનોની સરખામણીમાં વધુ ચાંદીનો ઉપયોગ થાય છે. એ જ રીતે સોલર પેનલમાં પણ ચાંદી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જોકે, કંપનીઓ ચાંદીનો વપરાશ ઘટાડવા માટે વિવિધ રસ્તા શોધી રહી છે, જે ચાંદીના ભાવ માટે પડકારજનક બની શકે છે.
વિશ્લેષકોએ સોના-ચાંદીના રેશિયો પર પર નજર જાળવી રાખી છે. આ એક એવું ઈન્ડિકેટર છે જે બતાવે છે કે એક ઔંસ સોનુ ખરીદવા માટે તમારે કેટલા ઔંસ ચાંદી આપવી પડશે. આ રેશિયો 80થી ઉપર રહે તો માનવામાં આવે છે કે સોનું મોંઘું છે. રોકાણકારો એવામાં સોનું વેચીને ચાંદી ખરીદવાનું શરૂ કરે છે અને આ રેશિયો 80થી નીચે આવવાનું શરૂ થઈ જાય છે. હાલમાં આ સરેરાશ 66 પર છે. એટલે કે ચાંદી વધુ સારો દેખાવ કરી રહી છે. રિપોર્ટ મુજબ ગોલ્ડ-સિલ્વર રેશિયો આગળ ઘટીને 50-55ની આજુબાજુ પણ આવી શકે છે. આ સોના કરતાં ચાંદીનો દેખાવ વધુ સારો રહેવાના સંકેત આપે છે.
ચાંદીના રૂ. 4 લાખના ટાર્ગેટમાં શરતો લાગુ
રિપોર્ટ મુજબ સિલ્વર માટે અનેક જોખમો પણ ઓળખવામાં આવ્યા છે. તેમાં વ્યાજદરોમાં કડકાઈ, ઔદ્યોગકિ માગમાં નબળાઈ, ચાંદીની જગ્યાએ અન્ય પદાર્થોનો ઉપયોગ, પ્રતિ યુનિટ સિલ્વરનો ઓછો થતો વપરાશ, માઈન અને રિસાઈકલિંગ સપ્લાયમાં વધારો તથા રોકાણકારોના ફંડ ફ્લોમાં ફેરફાર સામેલ છે. આ સિવાય રિપોર્ટ મુજબ લંડનમાં ચાંદી ઈન્વેન્ટરીમાં વધારો થવા પર તાત્કાલિક સપ્લાયની અછત ખતમ થઈ શકે છે, જે ભાવને નીચે લાવી શકે છે.
કેડિયા સ્ટોક્સે ઘરેલુ બજારમાં ચાંદી માટે પ્રતિ કિલો રૂ. 4 લાખના ટાર્ગેટ અંગે ભવિષ્યવાણી કરી છે, જોકે, તેમાં શરતો પણ લાગુ છે. એટલે કે રિપોર્ટ મુજબ આંતરરાષ્ટ્રીય ચાંદીના ભાવ પ્રતિ ઔંસ 120 ડોલર થાય અને ડોલર-રૂપિયાનો દર રૂ.95 રહે તો ઘરેલુ મૂલ્ય અંદાજે રૂ. 4 લાખ પ્રતિ કિલો થઈ શકે છે. ડોલર-રૂપિયાનો દર રૂ.100 થઈ જાય તો આ કિંમત અંદાજે પ્રતિ કિલો 4.25 લાખના ઘરેલુ મૂલ્ય જેટલું થશે. તેથી ઘરેલુ ચાંદીની વાસ્તવિક કિંમત આંતરરાષ્ટ્રીય ભાવની સાથે રૂપિયાનીચાલ, આયાત ડ્યુટી અને સ્થાનિક પ્રીમિયમ પર પણ નિર્ભર કરશે.
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Advertisement by KuberaNow
Market
See moreEconomy
See more
Advertisement by KuberaNow
Personal Finance
See moreMORNING BRIEF
Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.
- 24,000+ readers
- Daily 7:30 AM
