KuberaNowLogo
Monday, 28/09/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

ટ્રમ્પે ઈરાનની દરખાસ્ત ફગાવી : ક્રૂડ ફરી થયું મોંઘું, બ્રેન્ટ ક્રૂડ 106 ડોલરને પાર

ટ્રમ્પે પ્રસ્તાવ નકારવા છતાં ઈરાન હોર્મુઝની ખાડી ખોલવાની શરતોમાં પીછેહઠ કરવા તૈયાર નહીં

KuberaNow
desk@kuberanowPublished On : 28 Sept 2026
WhatsAppFacebookXLinkedIn
Saudi Crude Oil
AI Generated Image

અમેરિકા અને ઈરાન વચ્ચે વાતચીતમાં અવરોધના કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં તેજી આવી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ સપ્તાહના પહેલા દિવસે જ બે ટકા જેટલા ઊછળ્યા છે, જેને પગલે ક્રૂડ ઓઈલ પ્રતિ બેરલ 106 ડોલરને પાર જતું રહ્યું છે. WTI ક્રૂડ પણ 93 ડોલરની ઉપર છે, જે પાછલા સપ્તાહે અંદાજે 8 ટકા તૂટ્યું હતું. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનની શરતો સાથે યુદ્ધવિરામનો પ્રસ્તાવ ફગાવી દીધા બાદ પશ્ચિમ એશિયામાં ફરી એક વખત યુદ્ધની સ્થિતિ વણસશે તેમ માનવામાં આવી રહ્યું છે.


અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે, ઈરાને જરૂર કરતાં વધારે દબાણ બનાવવાનો પ્રયત્ન કર્યો છે. જોકે, તેમણે આ સપ્તાહે બંને દેશો વચ્ચે વાતચીત ફરી શરૂ થવાની આશા વ્યક્ત કરી હતી. બીજીબાજુ ઈરાને કહ્યું કે તે હોર્મુઝની ખાડી ખોલવા અને અન્ય માગો સંબંધતિ તેના સાત દિવસના પ્રસ્તાવ પર અમેરિકાના અંતિમ જવાબની રાહ જોઈ રહ્યું છે. ઈરાને સ્પષ્ટ કર્યું કે, ટ્રમ્પ તરફથી પ્રસ્તાવ નકારવામાં આવ્યા છતાં પોતે તેની શરતોમાં પીછેહઠ નહીં કરે.


સાઉદીની રાજધાની રિયાધ તરફ હુથી બળવાખોરોની આગેકૂચ

પશ્ચિમ એશિયામાં અમેરિકા અને ઈરાનની સાથે અન્ય ભાગોમાં પણ તણાવ સર્જાયો છે. સાઉદી અરબ અને હુથી બળવાખોરો વચ્ચેનું ઘર્ષણ પણ યુદ્ધમાં ફેરવાઈ રહ્યું છે. સાઉદી અરબે રિયાધ તરફ આગળ વધી રહેલા હુથી બળવાખોરોના ડ્રોન અને દક્ષિણી શહેર ખમીસ મુશૈતને નિશાન બનાવીને છોડેલી એક મિસાઈલને અટકાવી દીધી હતી. અભા અને જાજાનમાં પણ સાઉદી અરબે ચેતવણી જાહેર કરી છે. આ વિસ્તારોમાં સાઉદી અરામકોના એનર્જી પ્લાન્ટ્સ છે. હુથી બળવાખોરોએ સાઉદી અરબના ક્રૂડ ઓઈલની નિકાસ માટેના મહત્વના દરિયાઈ માર્ગ બાબ-અલ-મંદેબ પર કબજો જમાવ્યો છે. આથી હોર્મુઝની ખાડીની સાથે હવે બાબ-અલ-મંદેબ માર્ગે પણ ક્રૂડ ઓઈલનો સપ્લાય ખોરવાઈ જાય તેવી આશંકાઓ વધવા લાગી છે.


WTI ક્રૂડ અંદાજે 93 ડોલર પ્રતિ બેરલના સ્તરે

વેન્ચુરામાં કોમોડિટી અને CRM હેડ એન.એસ. રામાસ્વામીએ તેમના સાપ્તાહિક આઉટલૂકમાં કહ્યું કે ગયા સપ્તાહે ક્રૂડ ઓઈલના ભાવમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળ્યો હતો. બ્રેન્ટ ક્રૂડ 105થી 106 ડોલર પ્રતિ બેરલની આજુબાજુ રહ્યું જ્યારે WTI ક્રૂડ અંદાજે 93 ડોલર પ્રતિ બેરલના સ્તરે ટ્રેડિંગ કરતું જોવા મળ્યું હતું. હકીકતમાં ભૂ-રાજકીય ઘટનાઓની ક્રૂડ ઓઈલના ભાવ પર સીધી અસર થઈ રહી છે. ગયા સપ્તાહે અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ વાટાઘાટોની સંભાવનાના પગલે ક્રૂડ ઓઈલ 105થી 106 ડોલર નજીક જઈને પાછું આવ્યું હતું. જોકે, હવે અમેરિકા અને ઈરાન વચ્ચે વાટાઘાટોની સંભાવનાઓ ઘટી ગઈ છે. પરિણામે આગામી સમયમાં ક્રૂડ ઓઈલ મોટી રેન્જમાં ટ્રેડ કરી શકે છે. સપ્લાયમાં કોઈપણ પ્રકારના ઘટાડાથી ભાવ વધી શકે છે. બીજબાજુ સપ્લાય સામાન્ય થવાના સંકેતો મળતા નફાખોરી જોવા મળી શકે છે.


સપ્તાહમાં આગામી સમયમાં બ્રેન્ટ ક્રૂડ માટે પ્રતિ બેરલ 95-98 ડોલરનો ભાવ મહત્વનો સપોર્ટ છે. તેના માટે પ્રતિકારક સ્તર 108થી 110 ડોલર છે. MCX પર ક્રૂડ ઓઈલ માટે સપોર્ટ રૂ. 9,000 છે જ્યારે પ્રતિકારક 9,350-9,500 છે.


આ પણ જૂઓ

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. નિફ્ટી અને સેન્સેક્સમાં સતત સાત અઠવાડિયાથી ઘટાડો જોવા મળ્યો છે અને તેમાં લગભગ 6 ટકાનો ઘટાડો થયો છે.
  2. NSEનો શેર IPO પ્રાઇસથી પણ નીચે ઉતરી ગયો
  3. Zydus Lifesciences Share: નબળા બજારમાં પણ શેર 52 સપ્તાહની ટોચે!
  4. નિફ્ટી કંપનીઓમાં કરેકશનની સીઝનઃ 36 ટકા સ્ટોક્સના 31 લાખ કરોડ સાફ

Economy

See more
  1. તહેવાર પહેલાં AC, TV અને ફ્રિજ મોંઘાં થશે? 1 ઓક્ટોબરથી ભાવમાં 8% સુધી વધારાની શક્યતા
  2. વર્તમાન વર્ષમાં ખાનગી ક્ષેત્રનો મૂડીખર્ચ 3.2 લાખ કરોડ રહેવાનો અંદાજઃ રિઝર્વ બેન્ક
  3. મુંબઈમાં લક્ઝરી ઘરોના ભાવ 6% વધ્યા: વિશ્વના પ્રાઇમ પ્રોપર્ટી માર્કેટમાં 8મું સ્થાન
  4. બેંકો માટે સારા સમાચાર! ઓગસ્ટમાં ડિપોઝિટ વૃદ્ધિ 15 વર્ષના સૌથી ઊંચા સ્તરે પહોંચી
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. ખાલી પેનલ્ટી નહીં, આખું ખાતું બંધ થઈ શકે! RD ડિફોલ્ટના આ નિયમો જાણો
  2. દસ મહત્વના પગલાં નાણાકીય સુરક્ષાના
  3. Digital Rupee vs UPI: ઈન્ટરનેટ વગર ચુકવણીની મોટી તૈયારી!
  4. આવક, રોકાણ અને બચત છતાં ભારતીય પરિવારોની નાણાકીય સુરક્ષા નબળી: રિપોર્ટ

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM