KuberaNowLogo
Saturday, 17/10/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

યુદ્ધ અને વૈશ્વિક દબાણ વચ્ચે પણ ભારતની GDP વૃદ્ધિ 7.8%, અપેક્ષા કરતાં વધુ મજબૂત અર્થવ્યવસ્થા

પશ્ચિમ એશિયામાં યુદ્ધ, ઊંચા ઊર્જા ભાવ અને વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે પણ ભારતીય અર્થવ્યવસ્થાએ મજબૂત પ્રદર્શન કર્યું છે. એપ્રિલથી જૂન ક્વાર્ટરમાં GDP વૃદ્ધિ 7.8% રહી, જ્યારે અર્થશાસ્ત્રીઓએ આશરે 7.3% વૃદ્ધિનો અંદાજ મૂક્યો હતો.

desk@kuberanowPublished On : 31 Aug 2026
GDP
Q1 FY27માં ભારતની GDP વૃદ્ધિ 7.8% રહીAI GENERATED

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ, ઊંચા ઊર્જા ભાવ અને વૈશ્વિક અનિશ્ચિતતા છતાં ભારતીય અર્થવ્યવસ્થાએ FY27ના પ્રથમ ક્વાર્ટરમાં અપેક્ષા કરતાં વધુ મજબૂત વૃદ્ધિ નોંધાવી છે. સરકારે 31 ઓગસ્ટે જાહેર કરેલા આંકડા મુજબ એપ્રિલથી જૂન 2026 દરમિયાન ભારતની GDP વૃદ્ધિ 7.8% રહી. અગાઉના ક્વાર્ટરમાં GDP વૃદ્ધિ 8.6% હતી. અર્થશાસ્ત્રીઓએ આ ક્વાર્ટરમાં આશરે 7.3% વૃદ્ધિની અપેક્ષા રાખી હતી. એટલે વાસ્તવિક આંકડો અંદાજ કરતાં વધુ સારો રહ્યો.


Services ક્ષેત્રે સૌથી વધુ ટેકો

અર્થવ્યવસ્થાને સૌથી મોટો ટેકો Services ક્ષેત્રમાંથી મળ્યો. Services ક્ષેત્રમાં વૃદ્ધિ 10% રહી, જ્યારે ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં આ વૃદ્ધિ 8% હતી. Financial, Real Estate અને Professional Services ક્ષેત્રમાં 12.1% વૃદ્ધિ નોંધાઈ. ટ્રેડ, હોટેલ, ટ્રાન્સપોર્ટ, કોમ્યુનિકેશવ અને બ્રોડકાસ્ટિંગ સંબંધિત સેવાઓમાં 8.5% વૃદ્ધિ રહી.


મેન્યુફેક્ચરિંગમાં 9.2% વૃદ્ધિ

મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે પણ મજબૂત પ્રદર્શન કર્યું અને તેમાં 9.2% વૃદ્ધિ નોંધાઈ. કન્સ્ટ્રક્શન ક્ષેત્રમાં 7.7% વૃદ્ધિ રહી, જ્યારે એગ્રિકલ્ચર, Forestry અને Fishing ક્ષેત્રમાં 3.6% વૃદ્ધિ થઈ. Public Administration, ડિફેન્સ અને અન્ય Servicesમાં વૃદ્ધિ 7.5% રહી.


રોકાણમાં 11.9%નો વધારો

આ ક્વાર્ટરમાં રોકાણ પણ અર્થવ્યવસ્થાનો મોટો આધાર બન્યું. Gross Fixed Capital Formation, જે દેશમાં થતા રોકાણનું મહત્વનું માપ છે, તેમાં 11.9% વૃદ્ધિ નોંધાઈ. સરકારનો મૂડી ખર્ચ અને સ્થાનિક રોકાણ મજબૂત રહેતાં વૈશ્વિક દબાણ વચ્ચે પણ આર્થિક પ્રવૃત્તિને ટેકો મળ્યો.


લોકોના ખર્ચમાં 7.1% વૃદ્ધિ

ઘરેલુ વપરાશ દર્શાવતું Private Final Consumption Expenditure 7.1% વધ્યું.


સરકારનો વપરાશ ખર્ચ 4.3% વધ્યો.

આંકડા દર્શાવે છે કે રોકાણ સાથે ગ્રાહકોની માંગ પણ અર્થવ્યવસ્થાને ટેકો આપી રહી છે.


GVA વૃદ્ધિ 8.2%

દેશમાં ઉત્પાદિત માલ અને સેવાઓની વાસ્તવિક કિંમત દર્શાવતી Gross Value Added એટલે કે GVA વૃદ્ધિ 8.2% રહી. અગાઉના ક્વાર્ટરમાં GVA વૃદ્ધિ 8.7% હતી.


યુદ્ધ છતાં વૃદ્ધિ કેમ મહત્વની?

આ GDP આંકડા એવા સમયે આવ્યા છે જ્યારે પશ્ચિમ એશિયામાં યુદ્ધને કારણે ઊર્જાના ભાવ ઊંચા છે અને વૈશ્વિક વેપાર તથા સપ્લાય ચેઇન પર અનિશ્ચિતતા છે. આવા વાતાવરણમાં પણ સર્વિસેસ, મેન્યુફેક્ચરિંગ અને રોકાણમાં મજબૂત વૃદ્ધિએ ભારતીય અર્થવ્યવસ્થાને ટેકો આપ્યો છે.


મોંઘવારી હજી મોટું જોખમ

વૃદ્ધિ મજબૂત રહી હોવા છતાં મોંઘવારી અંગે ચિંતા યથાવત છે. અર્થશાસ્ત્રીઓએ FY27 માટે સરેરાશ Retail Inflation આશરે 5% રહેવાનો અંદાજ મૂક્યો છે. ઊંચા ઊર્જા ભાવ, Strait of Hormuzમાંથી પરિવહન અંગે અનિશ્ચિતતા અને અસમાન વરસાદ મોંઘવારી માટે મુખ્ય જોખમ માનવામાં આવી રહ્યા છે. જો મોંઘવારી વધુ વધે તો ઘરેલુ ખરીદ શક્તિ અને વપરાશ પર તેની અસર પડી શકે છે.


અમારી WhatsApp ચેનલ સાથે જોડાવવા માટે 7069287000 પર Hi લખીને મોકલો

સાથે સાથે અમને ફોલો કરો

https://kuberanow.com/

https://www.instagram.com/kuberanow/

Facebook
Loading Facebook content…

https://whatsapp.com/channel/0029VbDPNhHISTkJEDTirJ16

https://www.youtube.com/@KuberaNow

https://x.com/KuberaNow17430

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn