ગ્રાહકો સાથે અન્યાય નહીં ચાલે: RBIએ CIBIL સહિત ક્રેડિટ બ્યુરો અને NBFCsને ફટકાર્યો ₹45.32 લાખનો દંડ
ક્રેડિટ સ્કોરમાં ભૂલ થાય, ફરિયાદનો સમયસર નિકાલ ન થાય કે પાત્ર ગ્રાહકને વળતર આપવામાં વિલંબ થાય તો હવે આવી બેદરકારીને Reserve Bank of India (RBI) હળવાશથી લેવા તૈયાર નથી. ગ્રાહક હિત અને રેગ્યુલેટરી કમ્પ્લાયન્સના મુદ્દે RBIએ કડક સંદેશ આપતાં TransUnion CIBIL સહિત 3 ક્રેડિટ બ્યુરો અને 2 NBFCs પર કુલ આશરે ₹45.32 લાખનો મોનેટરી પેનલ્ટી ફટકારી છે.

ક્રેડિટ સ્કોરમાં ભૂલ થાય, ફરિયાદનો સમયસર નિકાલ ન થાય કે પાત્ર ગ્રાહકને વળતર આપવામાં વિલંબ થાય તો હવે આવી બેદરકારીને Reserve Bank of India (RBI) હળવાશથી લેવા તૈયાર નથી. ગ્રાહક હિત અને રેગ્યુલેટરી કમ્પ્લાયન્સના મુદ્દે RBIએ કડક સંદેશ આપતાં TransUnion CIBIL સહિત 3 ક્રેડિટ બ્યુરો અને 2 NBFCs પર કુલ આશરે ₹45.32 લાખનો મોનેટરી પેનલ્ટી ફટકારી છે.
RBIની કાર્યવાહીમાં સૌથી મોટો દંડ TransUnion CIBIL પર થયો છે. કંપની પર ₹26,82,800ની પેનલ્ટી લગાવવામાં આવી છે. આ ઉપરાંત CRIF High Mark Credit Information Services પર ₹6,89,600 અને Equifax Credit Information Services પર ₹1,19,400નો દંડ કરવામાં આવ્યો છે.
પાત્ર ગ્રાહકોને સમયસર વળતર ન મળ્યું
ત્રણેય ક્રેડિટ બ્યુરો સામે RBIની કાર્યવાહીનો મૂળ મુદ્દો સીધો ગ્રાહક હિત સાથે જોડાયેલો છે. કેટલાક પાત્ર ફરિયાદીઓને નિર્ધારિત સમયમર્યાદામાં કમ્પેન્સેશનની રકમ તેમના બેન્ક એકાઉન્ટમાં જમા કરવામાં આવી નહોતી. એટલે કે ગ્રાહકની ફરિયાદ માન્ય હોવા છતાં તેને મળવાપાત્ર વળતર સમયસર પહોંચ્યું નહીં.
આ મુદ્દો મહત્વનો એટલા માટે છે કે ક્રેડિટ બ્યુરો પાસે રહેલી માહિતી વ્યક્તિની લોન મેળવવાની ક્ષમતા, વ્યાજદર અને સમગ્ર ક્રેડિટ પ્રોફાઇલ પર સીધી અસર કરે છે. ક્રેડિટ રિપોર્ટમાં ભૂલ હોય અને તે સમયસર સુધારવામાં ન આવે તો ગ્રાહકને હોમ લોન, પર્સનલ લોન કે અન્ય ક્રેડિટ મેળવવામાં મુશ્કેલી પડી શકે છે. RBIની કાર્યવાહીનો સંદેશ સ્પષ્ટ છે, ગ્રાહકના ક્રેડિટ ડેટા સાથે જોડાયેલી ફરિયાદમાં વિલંબ કે વળતર ચૂકવવામાં બેદરકારી સ્વીકાર્ય નહીં બને.
Sammaan Finserve પર ₹4.20 લાખનો દંડ
RBIએ માત્ર ક્રેડિટ બ્યુરોને જ નહીં, NBFC સેક્ટરમાં પણ કમ્પ્લાયન્સની ખામીઓ સામે કાર્યવાહી કરી છે. Sammaan Finserve પર ₹4.20 લાખ અને Hinduja Leyland Finance પર ₹6.20 લાખની મોનેટરી પેનલ્ટી લગાવવામાં આવી છે. Sammaan Finserve સામેની કાર્યવાહી ક્રેડિટ રિપોર્ટિંગ સંબંધિત ખામી માટે કરવામાં આવી છે. કંપની તેના એક બોરોઅરની જરૂરી ક્રેડિટ ઇન્ફોર્મેશન Central Repository of Information on Large Credits (CRILC)ને રિપોર્ટ કરવામાં નિષ્ફળ રહી હતી. મોટા બોરોઅર્સમાં સ્ટ્રેસની વહેલી ઓળખ માટે CRILC રિપોર્ટિંગ અત્યંત મહત્વનું માનવામાં આવે છે.
Hinduja Leyland Finance પર ₹6.20 લાખની પેનલ્ટી
બીજી તરફ Hinduja Leyland Financeના કેસમાં માઇક્રોફાઇનાન્સ લોન્સના પ્રાઇસિંગ માટે જરૂરી બોર્ડ-એપ્રુવ્ડ પોલિસી અમલમાં ન હોવાની ખામી સામે આવી હતી. ઉપરાંત કંપનીએ સિન્થેટિક સિક્યુરિટાઇઝેશનના સ્વરૂપની પ્રવૃત્તિ હાથ ધરી હોવાનું પણ RBIના ધ્યાનમાં આવ્યું હતું.
RBIનો સ્પષ્ટ સંદેશ
આ કાર્યવાહીથી એક વ્યાપક રેગ્યુલેટરી સંદેશ બહાર આવે છે. એક તરફ RBI ક્રેડિટ બ્યુરોને કહી રહ્યું છે કે ગ્રાહકની ફરિયાદ અને કમ્પેન્સેશનમાં ઢીલ નહીં ચાલે, તો બીજી તરફ NBFCsને પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે રિપોર્ટિંગ, લોન પ્રાઇસિંગ અને રિસ્ક મેનેજમેન્ટના નિયમોમાં બેદરકારી માટે નાણાકીય કિંમત ચૂકવવી પડશે.
બેન્કિંગ અને ક્રેડિટ સિસ્ટમ વધુને વધુ ડેટા આધારિત બની રહી છે ત્યારે ગ્રાહકના ક્રેડિટ રેકોર્ડની ચોકસાઇ અને ફરિયાદોના સમયસર નિકાલનું મહત્વ વધ્યું છે. RBIની તાજેતરની કાર્યવાહી ક્રેડિટ ઇન્ફોર્મેશન કંપનીઓ માટે માત્ર દંડનો મુદ્દો નથી, પરંતુ ગ્રાહક સર્વિસ, ડેટા ગવર્નન્સ અને કમ્પ્લાયન્સ સિસ્ટમ વધુ મજબૂત બનાવવાનો પણ સંકેત છે. RBIએ જોકે સ્પષ્ટ કર્યું છે કે આ પેનલ્ટી રેગ્યુલેટરી કમ્પ્લાયન્સમાં રહેલી ખામીઓના આધારે લગાવવામાં આવી છે. તેનો અર્થ સંબંધિત કંપનીઓ અને તેમના ગ્રાહકો વચ્ચે થયેલા કોઈ ટ્રાન્ઝેક્શન કે એગ્રીમેન્ટની માન્યતા અંગે નિર્ણય આપવાનો નથી.
અમારી WhatsApp ચેનલમાં જોડાવવા અહીં આપેલી લિંક પર ક્લિક કરો
https://whatsapp.com/channel/0029VbDPNhHISTkJEDTirJ16
આ પણ વાંચો: ભારત-બેલ્જિયમ Diamond Tradeને મળ્યો વેગ, મુંબઈ Labની ક્ષમતામાં 30% વધારો

Advertisement by KuberaNow
Market
See moreEconomy
See more- ગ્રાહકો સાથે અન્યાય નહીં ચાલે: RBIએ CIBIL સહિત ક્રેડિટ બ્યુરો અને NBFCsને ફટકાર્યો ₹45.32 લાખનો દંડ
- ભારતના Service Sectorમાં સુધારો, PMI 54.1 પર પહોંચ્યો
- GIFT IFSC બન્યું ગ્લોબલ બેંકિંગ હબ, FCNR(B) વિતરણ $52.82 બિલિયન સુધી પહોંચ્યું
- ભારત-રશિયા વેપારમાં સ્થાનિક ચલણનો દબદબો, 96% ચુકવણી રૂપિયા અને રુબલમાં

Advertisement by KuberaNow
Personal Finance
See moreMORNING BRIEF
Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.
- 24,000+ readers
- Daily 7:30 AM
