KuberaNowLogo
Monday, 31/08/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

સરકારના પગલાં છતાં ખાંડના ભાવ ત્યાંના ત્યાં, દેશમાં સરેરાશ ભાવ ₹64.24 પ્રતિ કિલો

દેશના મોટાભાગના રિટેલ બજારોમાં ખાંડના ભાવ હજુ પણ ઊંચા છે. 30 ઓગસ્ટે ખાંડનો સરેરાશ રિટેલ ભાવ ₹64.24 પ્રતિ કિલો રહ્યો, જે એક મહિના પહેલાં કરતાં 30% વધુ છે.

KuberaNow
desk@kuberanow31 Aug 2026
InstagramFacebookXLinkedIn
SUGAR
દેશના મોટાભાગના બજારોમાં ખાંડ ₹60 પ્રતિ કિલોથી ઉપરAI GENERATED

ખાંડના ભાવ કાબૂમાં લેવા માટે સરકારે અનેક પગલાં લીધા છતાં દેશના મોટાભાગના રિટેલ બજારોમાં ખાંડના ભાવ હજી પણ ₹60 પ્રતિ કિલોથી ઉપર છે. ગ્રાહક બાબતોના મંત્રાલયના આંકડા મુજબ 30 ઓગસ્ટે દેશભરમાં ખાંડનો સરેરાશ રિટેલ ભાવ ₹64.24 પ્રતિ કિલો રહ્યો.


એક સપ્તાહમાં પણ ભાવ વધ્યા

છેલ્લા એક સપ્તાહ પહેલાં ખાંડનો સરેરાશ ભાવ ₹63.12 પ્રતિ કિલો હતો. 30 ઓગસ્ટે આ ભાવ વધીને ₹64.24 થયો, એટલે એક સપ્તાહમાં આશરે 1.77%નો વધારો નોંધાયો.


1 મહિનામાં 30% મોંઘી થઈ ખાંડ

એક મહિનાની સરખામણીએ ખાંડના ભાવમાં મોટો વધારો થયો છે. હાલનો સરેરાશ ભાવ એક મહિના પહેલાં કરતાં આશરે 30% વધુ છે. એટલું જ નહીં, ગયા વર્ષની સમાન અવધિની સરખામણીએ ખાંડના ભાવ લગભગ 38.63% વધારે છે.


સૌથી ઊંચો ભાવ ₹74 પ્રતિ કિલો

30 ઓગસ્ટે દેશના અલગ-અલગ બજારોમાં ખાંડનો સૌથી ઊંચો રિટેલ ભાવ ₹74 પ્રતિ કિલો નોંધાયો હતો. જ્યારે સૌથી ઓછો ભાવ ₹40 પ્રતિ કિલો રહ્યો.


આ પણ વાંચો: ખાંડના ભાવ 20% ગગડ્યા, 15 દિવસમાં Retail ભાવ પણ ઘટી શકે


મોટા શહેરોમાં કેટલો ભાવ?


  • દિલ્હી- ₹62 પ્રતિ કિલો
  • મુંબઈ- ₹66 પ્રતિ કિલો
  • ચેન્નાઈ- ₹63 પ્રતિ કિલો
  • રાંચી- ₹68 પ્રતિ કિલો


આ આંકડા બતાવે છે કે સરકારી પગલાં છતાં હાલ રિટેલ સ્તરે ભાવમાં મોટી રાહત જોવા મળી નથી.


અમારી WhatsApp ચેનલ સાથે જોડાવવા માટે 7069287000 પર Hi લખીને મોકલો

સાથે સાથે અમને ફોલો કરો

https://kuberanow.com/

https://www.instagram.com/kuberanow/

https://www.facebook.com/profile.php?id=61590120462544

https://whatsapp.com/channel/0029VbDPNhHISTkJEDTirJ16

https://www.youtube.com/@KuberaNow

https://x.com/KuberaNow17430

Share Link
InstagramFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. એશિયાઈ બજારોની નબળાઈના પગલે સેન્સેક્સ 500 અને નિફ્ટી 178 પોઇન્ટ ખાબક્યા
  2. Stocks In News | 31 August 2026: આજે કયા Top Share ફોકસમાં રહી શકે
  3. શેરબજારમાં સોમવારે MSCI રિબેલેન્સિંગથી થશે મોટો ફેરફાર
  4. 27મી ઓગસ્ટે 10 મિનિટમાં 2,200 પોઇન્ટનો કડાકો અને 2,000 પોઇન્ટની રિકવરી, કિરીટ સોમૈયાનો સેબીને પત્ર

Economy

See more
  1. સરકારના પગલાં છતાં ખાંડના ભાવ ત્યાંના ત્યાં, દેશમાં સરેરાશ ભાવ ₹64.24 પ્રતિ કિલો
  2. અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે ક્રૂડ ઓઇલના ભાવોમાં ઉછાળો, બ્રેન્ટ $90 પ્રતિ બેરલ નજીક
  3. ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જોડાયેલા ઉદ્યોગોમાં નવા રોકાણની શક્યતા વધી: BoB રિપોર્ટ
  4. મંદીમાં પણ મોંઘી ઘડિયાળ અને જ્વેલરીની માંગ કેમ રહે છે? જાણો Luxury Marketનું ગણિત
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. SBIના આ ખાતામાં હવે 4 ટ્રાન્ઝેક્શન જ ફ્રી, પછી ચૂકવવો પડશે ચાર્જ
  2. એક્ટિવ મોમેન્ટમ ફંડ્સઃ અસ્થિરતા વચ્ચેના સૌથી સફળ ફંડ્સ
  3. Aadharcardમાં 2 વખત જ નામ બદલી શકાય ? ત્રીજી વખત બદલવા માટે શું કરવું ?
  4. દસ મહત્વના પગલાં નાણાકીય સુરક્ષાના

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM