KuberaNowLogo
Wednesday, 14/10/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

અમદાવાદની મહિલા IPOનો કેસ જીતી

અમદાવાદની અનુરાધા જોશીએ Adani Wilmar IPOમાં 130 શેર માટે અરજી કરી હતી, પરંતુ બેંકે માત્ર 65 શેરની એન્ટ્રી કરી હતી. જિલ્લા ગ્રાહક કમિશનમાં ફરિયાદ ફગાવાયા બાદ રાજ્ય કમિશને તેમની અપીલ આંશિક રીતે સ્વીકારી. અરજદાર પક્ષે ICICI Bank વિરુદ્ધ Santosh Sardana (2021)ના કેસનો ઉલ્લેખ કરીને દલીલ કરી કે બેંક કર્મચારીની એન્ટ્રીની ભૂલ ગ્રાહકને નાણાકીય લાભથી વંચિત રાખે તો તેને સામાન્ય ભૂલ ગણી શકાય નહીં.

desk@kuberanowPublished On : 14 Oct 2026
Ahmedabad women IPO case won against bank
AI Image

IPOમાં શેર મેળવવા અરજી કરો અને બેંક શેરની સંખ્યા અડધી નોંધે તો શું થાય? અમદાવાદની અનુરાધા જોશીના કેસમાં આવી જ ભૂલ ગ્રાહક કમિશન સુધી પહોંચી હતી. ગુજરાત રાજ્ય ગ્રાહક વિવાદ નિવારણ કમિશને બેંક ઑફ બરોડાની સેવામાં ખામી હોવાનું સ્વીકારી મહિલાને કુલ ₹37,000 ચૂકવવાનો આદેશ આપ્યો છે. જોકે, તેમણે માગેલું ₹40 લાખનું વળતર મંજૂર કર્યું નથી.


મહિલાની ફરિયાદ શું હતી?

અહેવાલ મુજબ, અનુરાધા જોશીએ 2 ફેબ્રુઆરી 2022ના રોજ Adani Wilmar IPOમાં 130 શેર માટે અરજી કરી હતી. પરંતુ બેંક ઑફ બરોડાએ અરજીમાં માત્ર 65 શેરની એન્ટ્રી કરી હતી. જોશીએ રજૂઆત કરી કે બેંકે 3 ફેબ્રુઆરી 2022ના સત્તાવાર પત્રવ્યવહારમાં આ ભૂલ સ્વીકારી હતી. તેમનો દાવો હતો કે આ ભૂલને કારણે તેમને ₹42,142નું નુકસાન થયું હતું. તેમણે શારીરિક અને માનસિક હેરાનગતિનો પણ આક્ષેપ કરીને ₹40 લાખનું વળતર માગ્યું હતું. તેમના વતી હાજર રહેલા પતિ તુષાર જોશીએ દલીલ કરી કે ખાતામાં અરજી માટે પૂરતી રકમ હતી. બેંકે યોગ્ય રીતે 130 શેરની એન્ટ્રી કરી હોત તો તેમને તમામ શેર મળ્યા હોત, એવી તેમની રજૂઆત હતી. તેમણે કહ્યું કે બેંક ભૂલને માત્ર ટાઇપિંગ કે કારકુની ભૂલ ગણાવીને જવાબદારી ટાળી શકે નહીં. અરજદાર પક્ષે ICICI Bank વિરુદ્ધ Santosh Sardana (2021)ના કેસનો ઉલ્લેખ કરીને દલીલ કરી કે બેંક કર્મચારીની એન્ટ્રીની ભૂલ ગ્રાહકને નાણાકીય લાભથી વંચિત રાખે તો તેને સામાન્ય ભૂલ ગણી શકાય નહીં.


બેંક ઑફ બરોડાએ શું દલીલ કરી?

બેંકના વકીલે કહ્યું કે આ વ્યવહાર શેરમાં રોકાણ કરીને નફો મેળવવાના હેતુથી થયો હતો. તેથી તે વ્યાપારી પ્રવૃત્તિ છે અને અનુરાધા જોશી ગ્રાહક સુરક્ષા કાયદા હેઠળ ‘ગ્રાહક’ની વ્યાખ્યામાં આવતાં નથી. બેંકે Tajinder Kumar Taneja વિરુદ્ધ Unique Investmentsના કેસનો આધાર લઈને શેર ટ્રેડિંગ વ્યાપારી પ્રવૃત્તિ હોવાની દલીલ રજૂ કરી હતી. બેંકની બીજી દલીલ હતી કે અરજદારે આ સેવા માટે બેંકને કોઈ ફી ચૂકવી હોવાનો પુરાવો આપ્યો નથી. ઉપરાંત, તેમને 130 શેર મળવાનો અધિકાર હતો અને બેંકની ભૂલને કારણે જ તેઓ તેનાથી વંચિત રહ્યાં, તે દર્શાવતા દસ્તાવેજો પણ રજૂ થયા નથી.


જિલ્લા કમિશને ફરિયાદ કેમ ફગાવી હતી?

અમદાવાદ જિલ્લા ગ્રાહક કમિશને શેરમાં રોકાણને વ્યાપારી પ્રવૃત્તિ ગણી હતી. તેના આધારે અનુરાધા જોશી ‘ગ્રાહક’ તરીકે ગણાતાં નથી અને તેમની ફરિયાદ ગ્રાહક કમિશનમાં સાંભળી શકાય નહીં, એવો નિર્ણય આપ્યો હતો. ત્યારબાદ જોશીએ ગુજરાત રાજ્ય ગ્રાહક વિવાદ નિવારણ કમિશન સમક્ષ અપીલ કરી હતી.


રાજ્ય કમિશને મહિલાને ગ્રાહક કેમ ગણ્યાં?

રાજ્ય કમિશને સ્પષ્ટ કર્યું કે જોશી બેંકની સેવાનો લાભ લેનાર વ્યક્તિ હતાં. તેમણે બેંકને સીધી ફી ચૂકવી ન હોય એટલા માટે જ તેઓ ગ્રાહક નથી, એવો અંતિમ નિષ્કર્ષ કાઢી શકાય નહીં. અપીલ દરમિયાન અરજદાર પક્ષે SEBIનો પરિપત્ર પણ રજૂ કર્યો હતો. તેના આધારે દલીલ કરાઈ હતી કે IPO સંબંધિત સેવા માટે બેંકને અન્ય સંસ્થા પાસેથી ચાર્જ અથવા વળતર મળવાની જોગવાઈ છે. એટલે ગ્રાહકે જાતે ફી ન ચૂકવી હોય તો પણ સેવા સંપૂર્ણપણે મફત હતી એવું જરૂરી નથી. કમિશને વધુમાં કહ્યું કે વ્યવહાર શેર સાથે સંબંધિત હોય એટલા માટે બેંકિંગ સેવા અંગેનો દરેક વિવાદ વ્યાપારી ગણાય નહીં. બેંકે ખોટી એન્ટ્રી કર્યાનું લેખિતમાં સ્વીકાર્યું હોવાથી સેવામાં ખામી સ્થાપિત થઈ હતી. કમિશને જણાવ્યું કે ગ્રાહકની અરજી અને માહિતી નોંધતી વખતે બેંકે યોગ્ય કાળજી, ચોકસાઈ અને સાવચેતી રાખવી જોઈએ.


₹42,142નું નુકસાન અને ₹40 લાખની માંગ કેમ ન સ્વીકારાઈ?

કમિશને બેંકને સેવામાં ખામી બદલ ₹20,000, માનસિક ત્રાસ અને હેરાનગતિ બદલ ₹10,000, મૂળ ફરિયાદ અને અપીલના ખર્ચ માટે ₹7,000 મળી ₹37,000 રકમ ચૂકવવાનો આદેશ આપ્યો. કમિશને બેંકની ભૂલ સ્વીકારી, પરંતુ યોગ્ય એન્ટ્રી થઈ હોત તો તમામ 130 શેર ચોક્કસ મળ્યા હોત, તેવી ધારણા સ્વીકારી નહીં. IPOમાં શેરની ફાળવણી લાગુ પ્રક્રિયા અને સબ્સ્ક્રિપ્શનના પ્રમાણ પર આધારિત હોય છે. તેથી વધારાના 65 શેરની એન્ટ્રી ન થવાથી ₹42,142નું નુકસાન થયું હોવાનો દાવો પૂરતા પુરાવાથી સ્થાપિત થયો નહીં. ₹40 લાખની વળતરની માંગ પણ અતિશય ગણાઈ.


આ પણ વાંચો: Bank of Baroda સામે $15 અબજનો દાવો: NMCના સ્થાપક બી.આર. શેટ્ટી બોમ્બે હાઇકોર્ટ પહોંચ્યા


આ પણ જુઓ:

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn

Also Read

Marco Rubio Gujarat Visit

Marco Rubio જામનગર આવશે, ભારત–અમેરિકા ઊર્જા સહયોગ અને રોકાણ પર ચર્ચા

Autosales

તહેવારો પહેલાં ગુજરાતના Auto Marketમાં ધરખમ તેજી: EVનું વેચાણ 62.7% વધ્યું

ગીર જંગલ

ગીર જંગલ બાદ બરડા બન્યું 17 સિંહોનું Second Home

Navaratri Festival Economy

Navratri Festival Economy: ગરબાની તાળીથી કરોડોનો કારોબાર; પ્રીમિયમ પાસથી ફેશન–ફૂડ સુધી નવરાત્રિનું બદલાતું અર્થતંત્ર

Govt

સરકારી વાહન ખરીદીમાં 'પદ'નું મહત્વ ઘટ્યું, હવે કામગીરી અને ઉપયોગિતા નક્કી કરશે પસંદગી

surat

સુરતવાસીઓ માટે ખુશખબર! વડોદરા-ભરૂચ થઈને દોડશે 4 સ્પેશિયલ ટ્રેન

nps

NPS-OPS રૂપાંતરણમાં ગુજરાતનો ઐતિહાસિક રેકોર્ડ! 19 હજારથી વધુ કેસોનો ઝડપી નિકાલ

NAVRATRI

ગુજરાતના 5 યાત્રાધામોમાં નવ દિવસ નવરાત્રિની ભવ્ય ઉજવણી થશે, સરકારે ₹2.90 કરોડ મંજૂર કર્યા