KuberaNowLogo
Saturday, 05/09/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

વધુ એક ધાર્મિક પ્રવાસનને મળશે વેગ, દેવમોગરા મંદિરના વિકાસ માટે ₹13.02 કરોડ મંજૂર

નર્મદા જિલ્લાના દેવમોગરા ખાતે શ્રી યાહામોગી માતાજી મંદિરના ફેઝ-2 વિકાસ માટે ₹13.02 કરોડના પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. નવી કામગીરીમાં ધર્મશાળા, બે ટોઇલેટ બ્લોક અને મંદિરના ગર્ભગૃહના રિનોવેશનનો સમાવેશ થાય છે.

KuberaNow
desk@kuberanow5 Sept 2026
WhatsAppFacebookXLinkedIn
દેવમોગરા યાહામોગી ધામ
દેવમોગરા યાહામોગી ધામ બનશે વધુ સુવિધાસભર, ₹13.02 કરોડ મંજૂરAI GENERATED IMAGE

નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં આવેલા શ્રી યાહામોગી માતાજી મંદિર, દેવમોગરાના વધુ વિકાસ માટે ₹13.02 કરોડના ફેઝ-2 પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. રાજ્ય સરકાર મુજબ આ કામોનો હેતુ અહીં આવતા શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ માટે રહેઠાણ, સ્વચ્છતા અને મંદિર પરિસરની સુવિધાઓ વધારવાનો છે.


ફેઝ-2માં કયા કામ થશે?

નવા પ્રોજેક્ટ હેઠળ ટ્રસ્ટની જગ્યામાં ધર્મશાળા બનાવવામાં આવશે. સાથે બે નવા ટોઇલેટ બ્લોક અને શ્રી યાહામોગી માતાજી મંદિરના ગર્ભગૃહનું રિનોવેશન કરવામાં આવશે. આ કામો પૂર્ણ થયા બાદ મંદિર પરિસરમાં આવનારા શ્રદ્ધાળુઓ માટે રહેવા અને સ્વચ્છતા સંબંધિત સુવિધાઓમાં વધારો થવાની અપેક્ષા છે.


ફેઝ-1માં ₹11.33 કરોડના કામ

આ પહેલાં ફેઝ-1 હેઠળ ₹11.33 કરોડના ખર્ચે ધર્મશાળા, સેન્ટ્રલ વિસ્ટા, ટોઇલેટ બ્લોક, પથ્થરનું પ્રવેશદ્વાર, પાર્કિંગ અને પાથવે જેવી સુવિધાઓ વિકસાવવામાં આવી હતી. તે ઉપરાંત મંદિર વિસ્તારમાં 295 દુકાનો પણ વિકસાવવામાં આવી હતી.


આદિવાસી ધાર્મિક પ્રવાસનને વેગ

દેવમોગરા આદિવાસી સમાજ માટે મહત્વનું ધાર્મિક સ્થળ છે. ફેઝ-2ના વિકાસથી મંદિર પરિસરની પાયાની સુવિધાઓ વધુ મજબૂત થવાની સાથે ધાર્મિક પ્રવાસનને પણ પ્રોત્સાહન મળવાની ધારણા છે. રાજ્ય સરકારના જણાવ્યા મુજબ વધતી પ્રવાસન પ્રવૃત્તિથી સ્થાનિક સ્તરે રોજગારી અને નાના વ્યવસાયોને પણ લાભ મળી શકે છે.


અમારી WhatsApp ચેનલમાં જોડાવવા અહીં આપેલી લિંક પર ક્લિક કરો

https://whatsapp.com/channel/0029VbDPNhHISTkJEDTirJ16


આ પણ વાંચો: પેટ્રોલિયમના ISO Tank Container માટે 3 વર્ષની મંજૂરીનો પ્રસ્તાવ, Safety Rules કડક થશે

Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. ભારત-EUના નાણાકીય સંબંધો મજબૂત થશે: SEBI અને ESMA વચ્ચે થયા મહત્ત્વપૂર્ણ કરાર
  2. આખરે NSE IPO માટે SEBIની મંજૂરી, હવે લિસ્ટિંગની તારીખ પર સૌની નજર
  3. NSEના શેરનું સેલ્ફ લિસ્ટિંગ નહીં થઈ શકે, BSEનો શેર 4.5 ટકા વધ્યો
  4. FCNRમાં જંગી રકમ મળતા RBL બેંકનાં શેરમાં ચમકારો

Economy

See more
  1. ગ્રાહકો સાથે અન્યાય નહીં ચાલે: RBIએ CIBIL સહિત ક્રેડિટ બ્યુરો અને NBFCsને ફટકાર્યો ₹45.32 લાખનો દંડ
  2. ભારતના Service Sectorમાં સુધારો, PMI 54.1 પર પહોંચ્યો
  3. GIFT IFSC બન્યું ગ્લોબલ બેંકિંગ હબ, FCNR(B) વિતરણ $52.82 બિલિયન સુધી પહોંચ્યું
  4. ભારત-રશિયા વેપારમાં સ્થાનિક ચલણનો દબદબો, 96% ચુકવણી રૂપિયા અને રુબલમાં
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. વિદેશમાં નિકાસ કરો છો? Marine Insuranceથી મેળવો આર્થિક સુરક્ષા
  2. UPIમાં આવી શકે છે મોટો ફેરફાર, હવે AI Agent તમારી તરફથી પેમેન્ટ કરી શકશે
  3. સતત પાંચમાં દિવસે ઘટ્યા સોનાના ભાવ, MCX Goldમાં ₹10,700થી વધુનો ઘટાડો
  4. કરદાતાઓએ બનાવ્યો રેકોર્ડ, 31 ઓગસ્ટ સુધી 7.8 કરોડથી વધુ ITR ફાઈલ

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM