Codeine દવાઓ સામે સરકારની સ્પેશલ ડ્રાઇવ, ₹83 લાખથી વધુનો જથ્થો પ્રતિબંધિત
ગુજરાતના ખોરાક અને ઔષધ નિયમન તંત્રે Codeine ઘટક ધરાવતી દવાઓના અનધિકૃત સંગ્રહ, વેચાણ અને ગેરઉપયોગ સામે રાજ્યવ્યાપી કાર્યવાહી હાથ ધરી છે. તપાસમાં 7 પેઢીઓને કારણદર્શક નોટિસ આપવામાં આવી છે, જ્યારે એક પેઢીનો દવા વેચાણ પરવાનો રદ કરવામાં આવ્યો છે.

ગુજરાતમાં Codeine ઘટક ધરાવતી દવાઓના ગેરકાયદેસર ઉપયોગ અને અનધિકૃત વેચાણ સામે ખોરાક અને ઔષધ નિયમન તંત્રે વિશેષ ઝુંબેશ હાથ ધરી છે. 1 સપ્ટેમ્બર 2026થી શરૂ કરાયેલી કાર્યવાહીમાં ₹83 લાખથી વધુ મૂલ્યના દવાના જથ્થાના વધુ વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની સૂચના બાદ હાથ ધરાયેલી તપાસમાં અમદાવાદ ગ્રામ્ય, ગાંધીનગર, અમદાવાદ અને મહેસાણા વિસ્તારના Wholesale તથા Retail Drug Sellersના ખરીદ-વેચાણ, સંગ્રહ અને વિતરણના દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી રહી છે.
Balaji Pharmaમાં 37,762 બોટલ મળી
અમદાવાદ ગ્રામ્ય-ગાંધીનગર વિસ્તારમાં આવેલી Balaji Pharmaની તપાસ દરમિયાન Rexton-T Syrupની 37,762 બોટલ મળી આવી હતી. પ્રતિ બોટલ ₹220 MRP પ્રમાણે આ જથ્થાની અંદાજિત કિંમત ₹83,07,640 થાય છે. તંત્રે આ જથ્થાનો વધુ ઉપયોગ અથવા વેચાણ ન થાય તે માટે તેને પ્રતિબંધિત કર્યો છે. સાથે Syrupનો નમૂનો પૃથ્થકરણ માટે લેવામાં આવ્યો છે. ખરીદ-વેચાણના Recordની તપાસમાં પેઢી મુખ્યત્વે Codeine ઘટક ધરાવતી દવાઓનો વેપાર કરતી હોવાનું જણાયું હોવાનું તંત્રે જણાવ્યું છે. પેઢીને કારણદર્શક નોટિસ આપવામાં આવી છે.
Health Point Pharmaનો પરવાનો રદ
કલોલની Health Point Pharmaની 31 ઓગસ્ટે તપાસ કરવામાં આવી હતી. તપાસમાં સામે આવેલી ક્ષતિઓ અંગે પેઢીને કારણદર્શક નોટિસ આપવામાં આવી હતી. તંત્રના જણાવ્યા મુજબ પેઢીનો જવાબ સંતોષકારક ન હોવાથી તેનો દવા વેચાણનો પરવાનો રદ કરવામાં આવ્યો છે.
અન્ય પેઢીઓના Records પણ ચકાસાયા
Changodarની Pharmalin Lifesciences, Santejની Rain Remedies, Visnagarની Capital Pharma અને Ahmedabadની HRDM Global Solutions સહિતની પેઢીઓના ખરીદ-વેચાણના Bill અને અન્ય Recordsની તપાસ કરવામાં આવી છે. આ પેઢીઓને તપાસ દરમિયાન સામે આવેલી ક્ષતિઓ અંગે કારણદર્શક નોટિસ આપવામાં આવી છે.
Jay Ambe Distributorsમાં પણ Codeine Syrupનો જથ્થો
Ahmedabadની Jay Ambe Distributors ખાતે R Tuss TD Syrupની 57 બોટલ મળી આવી હતી. પ્રતિ બોટલ ₹158 પ્રમાણે આ Stockની કિંમત ₹9,006 થાય છે. આ જથ્થાના વેચાણ અને ઉપયોગ પર પણ પ્રતિબંધ મૂકાયો છે. પેઢીને કારણદર્શક નોટિસ આપી વધુ ખુલાસો માગવામાં આવ્યો છે. Kadi નહીં, પરંતુ Kathwada વિસ્તારમાં આવેલી Krishna Pharmaને પણ કારણદર્શક નોટિસ આપવાની પ્રક્રિયા ચાલુ હોવાનું જણાવાયું છે.
આગળની તપાસ ચાલુ
તંત્ર દ્વારા તમામ સંબંધિત પેઢીઓના Codeine Medicinesના Purchase-Sale Records, Bills અને Distribution Documentsની વધુ તપાસ ચાલુ રાખવામાં આવી છે. આ કાર્યવાહીનો મુખ્ય હેતુ Codeine ધરાવતી દવાઓનો ઉપયોગ માત્ર માન્ય તબીબી Prescription અને કાયદેસર Supply Chain મારફતે થાય તે સુનિશ્ચિત કરવાનો છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવવા અહીં આપેલી લિંક પર ક્લિક કરો
https://whatsapp.com/channel/0029VbDPNhHISTkJEDTirJ16
આ પણ વાંચો: ITR Refund: ITR રિફંડમાં વિલંબ કેમ? આ 6 ભૂલો હોઈ શકે જવાબદાર

Advertisement by KuberaNow
Market
See moreEconomy
See more- ટોચના 7 શહેરોમાં ઘર ખરીદવું કેમ મોંઘું બન્યું? જમીનના ભાવમાં 120% સુધીનો ઉછાળો
- Life Insurance: જીવન વીમા બજારમાં તેજીનો માહોલ, ખાનગી કંપનીઓનો બજાર હિસ્સો વધશે
- તાંબાના ભાવમાં ઐતિહાસિક ઉછાળો, ભારતના ઉત્પાદન અને ઇન્ફ્રા પ્રોજેક્ટ્સને થશે અસર
- ભારત બન્યું દક્ષિણ કોરિયાની નિકાસ વૃદ્ધિનું મોટું બજાર, 8 મહિનામાં $16.8 અબજ પહોંચી

Advertisement by KuberaNow
Personal Finance
See moreMORNING BRIEF
Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.
- 24,000+ readers
- Daily 7:30 AM
