KuberaNowLogo
Wednesday, 14/10/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

ગુજરાતમાં હેલ્થ ઇન્શ્યોરન્સ ક્લેમમાં અમદાવાદ-વડોદરા અગ્રેસર

ગુજરાતમાં સરેરાશ હેલ્થ ઇન્શ્યોરન્સ ક્લેમ 2022ના ₹73,141થી વધીને 2026માં ₹96,760 થયો છે. સારવાર, દવાઓ, ડાયગ્નોસ્ટિક્સ અને હોસ્પિટલાઇઝેશનના વધતા ખર્ચને તેની પાછળનું મુખ્ય કારણ માનવામાં આવે છે.

desk@kuberanowPublished On : 21 Aug 2026
HEALTH INSURANCE
હેલ્થ ઇન્સ્યોરન્સ ક્લેમમાં 32% નો ઉછાળોAI GENERATED IMAGE

ગુજરાતમાં સારવારનો ખર્ચ સતત વધી રહ્યો છે અને તેની અસર હેલ્થ ઇન્શ્યોરન્સ ક્લેમમાં પણ સ્પષ્ટ દેખાઈ રહી છે. રાજ્યમાં સરેરાશ હેલ્થ ઇન્શ્યોરન્સ ક્લેમ 2022ના ₹73,141થી 32% વધીને 2026માં ₹96,760 થયો છે. અમદાવાદ અને વડોદરામાં સરેરાશ ક્લેમ ₹1 લાખનો આંકડો પણ પાર કરી ગયો છે.


અમદાવાદમાં સૌથી વધુ સરેરાશ ક્લેમ

ગુજરાતમાં અમદાવાદમાં સરેરાશ હેલ્થ ઇન્શ્યોરન્સ ક્લેમ સૌથી વધુ ₹1.03 લાખ નોંધાયો છે. વડોદરામાં આ આંકડો ₹1.02 લાખ અને સુરતમાં ₹96,395 રહ્યો. જોકે ગુજરાતનો સરેરાશ ક્લેમ રાષ્ટ્રીય સરેરાશ ₹1.19 લાખ કરતાં ઓછો છે, તેમ છતાં છેલ્લા ચાર વર્ષમાં થયેલો વધારો સારવારના વધતા ખર્ચ તરફ ઈશારો કરે છે.


HEALTH INSURANCE


મેડિકલ મોંઘવારી 6-10% સુધી

રિપોર્ટ મુજબ વિવિધ સારવાર કેટેગરીમાં મેડિકલ મોંઘવારી વાર્ષિક આશરે 6-10% સુધી છે. કેન્સરની સારવારનો ખર્ચ દર વર્ષે લગભગ 10-14% વધી રહ્યો છે. પ્રોસિજર, દવાઓ, ડાયગ્નોસ્ટિક્સ અને હોસ્પિટલાઇઝેશનનો ખર્ચ વધવાથી ઇન્સ્યોરન્સ કંપનીઓ દ્વારા ચૂકવવામાં આવતી સરેરાશ ક્લેમ રકમ પણ વધી રહી છે.


ખાનગી હોસ્પિટલમાં સારવારનો હિસ્સો ઊંચો

હેલ્થ સર્વે મુજબ ગુજરાતમાં હોસ્પિટલાઇઝેશનના 64.4% કેસમાં સારવાર ખાનગી હોસ્પિટલોમાં લેવામાં આવી હતી. શહેરી વિસ્તારોમાં આ હિસ્સો 69.5% હતો. રાજ્યમાં પ્રતિ હોસ્પિટલાઇઝેશન સરેરાશ મેડિકલ ખર્ચ ₹38,607 રહ્યો હતો, જ્યારે શહેરી વિસ્તારોમાં ₹51,742 અને ખાનગી હોસ્પિટલોમાં ₹55,139 નોંધાયો હતો.


ગ્રાહકો વધારી રહ્યા છે ઇન્સ્યોરન્સ કવર

વધતા સારવાર ખર્ચને કારણે વધુ લોકો પોતાના હેલ્થ ઇન્શ્યોરન્સ કવરમાં વધારો કરી રહ્યા છે. રિપોર્ટમાં જણાવ્યા મુજબ 30-40% ગ્રાહકો પોતાનું Sum Insured વધારી રહ્યા છે અને Top-up Coverની માંગ પણ દર વર્ષે વધી રહી છે. ઉચ્ચ ખર્ચવાળી સારવાર પણ ક્લેમ વધારવામાં મહત્વની છે. રાષ્ટ્રીય સ્તરે સરેરાશ કેન્સર ક્લેમ 2021ના ₹3.1 લાખથી વધીને 2026માં ₹5.6 લાખ થયો છે, જ્યારે હૃદયરોગ, હાઇપરટેન્શન અને સ્ટ્રોક સંબંધિત સરેરાશ ક્લેમ ₹2 લાખથી વધુ થયો છે.

Share Link
WhatsAppFacebookXLinkedIn