KuberaNowLogo
Saturday, 17/10/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

ઓગસ્ટનું GST કલેકશન 14.8 ટકા વધીને બે લાખ કરોડ નજીક

દેશનું ઓગસ્ટનું ઓગસ્ટનું GST કલેકશન 14.8 ટકા વધીને 1,99,853 કરોડ રૂપિયા થયું

desk@kuberanowPublished On : 1 Sept 2026
એપ્રિલથી ઓગસ્ટ 2026 દરમિયાન કુલ જીએસટી કલેકશન 11 ટકા વધીને 10.42 લાખ કરોડ થયું છે.
એપ્રિલથી ઓગસ્ટ 2026 દરમિયાન કુલ જીએસટી કલેકશન 11 ટકા વધીને 10.42 લાખ કરોડ થયું છે. AI GENERATED IMAGE

નવી દિલ્હીઃ ભારતનું GST (ગૂડ્સ એન્ડ સર્વિસ ટેક્સ) કલેકશન 14.8 ટકા વધીને બે લાખ કરોડ નજીક પહોંચી ગયુ છે. ઓગસ્ટ 2026ના અંતે ભારતનું GST કલેકશન 14.8 ટકા વધીને 1,99,853 કરોડ થયું છે. આમ હવે ભારતના માસિક GST કલેકશનના આંકડાની સરેરાશ બે લાખ કરોડ રૂપિયાએ પહોંચી ગઈ છે. જ્યારે જુલાઈમાં જીએસટી કલેકશન 1,74,116 કરોડ હતું.


રિફંડ એડજસ્ટ કર્યા પછી ચોખ્ખું GST કલેકશન 1,68,057 કરોડ હતું. આમ નેટ GST કલેકશન વાર્ષિક ધોરણે 8.3 ટકાની વૃદ્ધિ દર્શાવે છે. ઓગસ્ટ 2026માં કુલ રિફંડ વાર્ષિક ધોરણે 67.9 ટકા વધીને 31,795 કરોડ રૂપિયા થયા છે. અગાઉ મે 2026માં સ્થાનિક રિફંડ 72.6 ટકા વધ્યા હતા. જ્યારે નિકાસ સાથે સંલગ્ન રિફંડમાં 61.8 ટકાનો વધારો થયો છે.


સ્થાનિક વ્યવહારમાંથી જીએસટીની આવક 9.3 ટકા વધીને રૂ. 1.37 લાખ કરોડ થઈ હતી. જ્યારે આયાતથી આવક 29 ટકા વધીને રૂ. 62,604 કરોડ થઈ હતી. સેન્ટ્રલ જીએસટી કલેકશન રૂ. 38,413 કરોડ હતુ,જ્યારે સ્ટેટ જીએસટી કલેકશન રૂ. 46,616 કરોડ હતુ, ઇન્ટિગ્રેટેડ જીએસટી કલેકશન (આઇજીએસટી) રૂ. 1.15 લાખ કરોડ હતું.


કેપીએમજી ઇન્ડિયાના પાર્ટનર અને નેશનલ હેડ અભિષેક જૈને જણાવ્યું હતું કે કુલ જીએસટી કલેકશનમાં મજબૂત વૃદ્ધિ જોવા મળી છે. દેશે પ્રથમ ક્વાર્ટરમાં જીડીપીમાં 7.8 ટકાની મજબૂત વૃદ્ધિ નોંધાવી તેના આંકડાનું સાક્ષી જીએસટી કલેકશન પણ છે. આ બતાવે છે કે વૈશ્વિક સંઘર્ષ અને અસ્થિર વાતાવરણના લીધે આર્થિક અનિશ્ચિતતા વચ્ચે પણ ભારતીય અર્થતંત્રની સ્થિતિ મજબૂત છે. એપ્રિલથી ઓગસ્ટ 2026 દરમિયાન કુલ જીએસટી કલેકશન 11 ટકા વધીને 10.42 લાખ કરોડ થયું છે.


નિષ્ણાતોનું માનવું છે કે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં રેટ રેશનલાઇઝેશન પછી માસિક જીએસટી કલેકશન હવે લગભગ બે લાખ કરોડ રૂપિયા પર સ્થિર થયું છે. આમ સરકારે હવે સરળીકરણની પ્રક્રિયા અને ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. જીએસટી કાઉન્સિલની 56મી બેઠકમાં ત્રીજી સપ્ટેમ્બર 2025ના રોજ જીએસટીને ફક્ત બે સ્લેબ પાંચ અને 12 ટકાનો કરી દેવાયો હતો. જ્યારે લકઝરી ગૂડ્સ અને સિન ગૂડ્સ માટે 40 ટકાનો ઊંચો દર રખાયો હતો.


સરકારી આંકડા મુજબ જીએસટી કાઉન્સિલની બેઠક 12મી સપ્ટેમ્બરે થાય તેમ મનાય છે. તેમા ઇઝ ઓફ કોમ્પ્લાયન્સ પર વિચાર કરવામાં આવશે. જીએસટી કાઉન્સિલની 57મી બેઠક વર્ષ બાદ યોજાશે ત્યારે તેમા રેટ રેશનલાઇઝેશનની અસરની સમીક્ષા થશે. જીએસટી કાઉન્સિલ પરોક્ષ વેરાને લગતી બાબતોમાં ટોચનું એકમ છે. કેન્દ્રીય નાણાપ્રધાન આ કાઉન્સિલના ચેરમેન છે અને રાજ્યોના નાણાપ્રધાનો તેના સભ્યો છે.


અમારી WhatsApp ચેનલમાં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો

https://whatsapp.com/channel/0029VbDPNhHISTkJEDTirJ16

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn