KuberaNowLogo
Tuesday, 01/09/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

1 સપ્ટેમ્બરથી CNG-PNGના ભાવમાં વધારો, LPGના ભાવ પર પણ નજર

કેન્દ્ર સરકાર ઈમ્પોર્ટેડ કૂકિંગ ગેસ પરની નિર્ભરતા ઘટાડવા, વૈકલ્પિક સ્ત્રોતોથી ગેસ સપ્લાય કરવા, PNG કનેક્શન મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. CNGના ભાવવધારાની અસર માત્ર ખાનગી વાહનચાલકો જ નહીં પરંતુ ઓટોરિક્ષા અને ટેક્સી ભાડાં પર પણ થશે.

KuberaNow
desk@kuberanow1 Sept 2026
InstagramFacebookXLinkedIn
Gas Price Hike
Gas Price HikeAI Generated Image

વેસ્ટ એશિયામાં વધતા તણાવ, LNG કાર્ગોના ટ્રેડમાં ખલેલ પહોંચતા આંતરરાષ્ટ્રીય LNGના ઊંચા ભાવની સીધી અસર ભારતમાં જોવા મળી રહી છે. દિલ્હી-એનસીઆર બાદ હવે મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં પણ CNGનાં ભાવમાં વધારો થયો છે. મહાનગર ગેસ લિમિટેડ (MGL)એ આજે 1 સપ્ટેમ્બરથી મુંબઈ મહાનગર વિસ્તાર અને આસપાસ CNGના ભાવમાં રૂ. 2 પ્રતિ કિલોનો વધારો કર્યો છે. નવા દર મુજબ CNG રૂ. 88 પ્રતિ કિલો થશે. મુંબઈમાં CNGના ભાવમાં ₹2 પ્રતિ કિલો અને PNGના ભાવમાં ₹1 પ્રતિ SCMનો વધારો થયો છે, જ્યારે દિલ્હીમાં CNG ₹3.89 પ્રતિ કિલો મોંઘું થયું છે. જોકે, 14.2 કિલોના ઘરેલુ LPG સિલિન્ડરના ભાવમાં 31 ઓગસ્ટ સુધી મોટા શહેરોમાં કોઈ ફેરફાર નોંધાયો નહોતો. 19 કિલોના કોમર્શિયલ LPGના ભાવમાં વધારો થયો છે.


Gas Price Hike


Gas Price Hike


Gas Price Hike


Gas Price Hike



ઇન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડએ 29 ઓગસ્ટે દિલ્હી અને NCRમાં CNGના દરમાં રૂ. 3.89 પ્રતિ કિલોનો વધારો કર્યો હતો. આ વધારા બાદ દિલ્હીમાં CNGનો ભાવ રૂ. 83.09 પ્રતિ કિલોથી વધીને રૂ. 86.98 પ્રતિ કિલો થયો છે. LPG અને PNG પુરવઠાને લઈને અનિશ્ચિતતા યથાવત છે ત્યારે કેન્દ્ર સરકાર ઈમ્પોર્ટેડ કૂકિંગ ગેસ પરની નિર્ભરતા ઘટાડવા, વૈકલ્પિક સ્ત્રોતોથી ગેસ સપ્લાય કરવા, PNG કનેક્શન મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. CNGના ભાવવધારાની અસર માત્ર ખાનગી વાહનચાલકો જ નહીં પરંતુ ઓટોરિક્ષા અને ટેક્સી ભાડાં પર પણ થશે.


દિલ્હીમાં CNGના ભાવમાં વધારા અંગે ઇન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડ (IGL)એ જણાવ્યું હતું કે હોર્મુઝ સંકટના અગાઉના તબક્કા દરમિયાન આંતરરાષ્ટ્રીય ગેસ બેન્ચમાર્કમાં તીવ્ર વધારો થયો હોવા છતાં દિલ્હીમાં CNGના દરો તુલનાત્મક રીતે સ્થિર રાખવામાં આવ્યા હતા. હવે ઊંચા આયાતી ગેસ ખર્ચની અસરને ધ્યાનમાં રાખીને ભાવમાં વધારો કરાયો છે. વેસ્ટ એશિયામાં સપ્લાય વિક્ષેપ વચ્ચે ભારત LPG અને LNGની આયાત માટે અમેરિકા તરફ વધુ વળી રહ્યું છે. મેરિટાઇમ ઇન્ટેલિજન્સ ફર્મ ક્લેરના આંકડા મુજબ, ભારતે ઓગસ્ટમાં અમેરિકાથી અંદાજે 6.2 લાખ ટન LPG આયાત કર્યું હતું. જુલાઈમાં આ આયાત 8.9 લાખ ટન હતી. ગલ્ફ દેશોમાંથી આયાત ઘટતાં ભારતે ઊર્જા પુરવઠાની સુરક્ષા માટે અમેરિકા સહિતના વિકલ્પ સ્ત્રોતો તરફ ખરીદી વધારતા દેશના ગેસ પુરવઠા, આયાત ખર્ચ, LPG સબસિડી નીતિ પર લાંબા ગાળાની અસર પડી શકે છે.

Share Link
InstagramFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. Stocks In News |1 September 2026: આજે કયા Top Share ફોકસમાં રહી શકે
  2. MSCI ઇન્ડિયા ઇન્ડેક્સ રિબેલેન્સિંગઃ સેબીની CASની આકરી કસોટી
  3. ઓગસ્ટમાં વૈશ્વિક બજારમાં અસ્થિરતા વચ્ચે નિફ્ટી મેટલ્સે સાત ટકાનો વધારો નોંધાવ્યો
  4. રોકાણકારો માટે: સપ્ટેમ્બર મહિનામાં શેરબજાર કેટલા દિવસ બંધ રહેશે

Economy

See more
  1. GDP વૃદ્ધિ 7.8% થતાં PM મોદીએ કહ્યું ‘નિરાશાવાદીઓ ખોટા પડ્યા, ભારત આગળ વધ્યું’
  2. યુદ્ધ અને વૈશ્વિક દબાણ વચ્ચે પણ ભારતની GDP વૃદ્ધિ 7.8%, અપેક્ષા કરતાં વધુ મજબૂત અર્થવ્યવસ્થા
  3. ચિપ ઉત્પાદનને વેગ આપવા સરકારની ₹1.27 લાખ કરોડની Semicon 2.0ના નિયમો જાહેર
  4. સરકારના પગલાં છતાં ખાંડના ભાવ ત્યાંના ત્યાં, દેશમાં સરેરાશ ભાવ ₹64.24 પ્રતિ કિલો
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. SBIના આ ખાતામાં હવે 4 ટ્રાન્ઝેક્શન જ ફ્રી, પછી ચૂકવવો પડશે ચાર્જ
  2. એક્ટિવ મોમેન્ટમ ફંડ્સઃ અસ્થિરતા વચ્ચેના સૌથી સફળ ફંડ્સ
  3. Aadharcardમાં 2 વખત જ નામ બદલી શકાય ? ત્રીજી વખત બદલવા માટે શું કરવું ?
  4. દસ મહત્વના પગલાં નાણાકીય સુરક્ષાના

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM