KuberaNowLogo
Thursday, 08/10/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

Flipkart Big Billion Days Sale: iPhone 17થી Galaxy S25 સુધી સ્માર્ટફોન પર મોટા ઓફર

Flipkartની Big Billion Days Sale 2026 સામાન્ય ગ્રાહકો માટે 9 ઓક્ટોબરની રાત્રે 12 વાગ્યાથી શરૂ થશે. iPhone 17, Samsung Galaxy S25, iPhone 15 સહિત અનેક સ્માર્ટફોન પર સેલ કિંમત, બેંક ડિસ્કાઉન્ટ અને એક્સચેન્જ ઓફર મળશે.

kuberanowPublished On : 8 Oct 2026
flipkart

Flipkartની વર્ષની મોટી Big Billion Days Sale 2026 સામાન્ય ગ્રાહકો માટે 9 ઓક્ટોબરની રાત્રે 12 વાગ્યાથી શરૂ થશે. Flipkart Plus, BLACK અને Flipkart ક્રેડિટ કાર્ડ યુઝર્સ માટે 8 ઓક્ટોબરથી અર્લી એક્સેસ શરૂ થઈ ચૂક્યો છે. આ સેલમાં Apple, Samsung, Motorola, Vivo, Oppo અને Poco સહિત અનેક બ્રાન્ડના સ્માર્ટફોન પર ઓફર આપવામાં આવી રહ્યા છે. સાથે બેંક ડિસ્કાઉન્ટ અને એક્સચેન્જ લાભથી અંતિમ કિંમત વધુ ઘટી શકે છે.


iPhone 17 ₹79,999થી શરૂ

Flipkartની સેલ લિસ્ટિંગ મુજબ iPhone 17ની શરૂઆતની કિંમત ₹79,999 રાખવામાં આવી છે. આ કિંમત પર અલગથી લાગુ પડતા બેંક ઓફર અને એક્સચેન્જ લાભ બાદ અંતિમ કિંમત બદલાઈ શકે છે.


Samsung Galaxy S25 પર પણ ઓફર

Samsung Galaxy S25ની શરૂઆતની સેલ કિંમત ₹57,999 બતાવવામાં આવી છે. તે ઉપરાંત Galaxy S25 FEની શરૂઆતની કિંમત ₹46,999 છે. બંને મોડલ પર બેંક ઓફર અને એક્સચેન્જ લાભ અલગથી મળી શકે છે.


કયા ફોનમાં કેટલી શરૂઆતની કિંમત?

  • iPhone 17- ₹79,999
  • Samsung Galaxy S25- ₹57,999
  • Samsung Galaxy S25 FE- ₹46,999
  • iPhone 15- ₹63,999
  • Motorola Edge 70 Fusion- ₹29,999
  • Vivo T5x 5G- ₹24,999
  • Oppo K14x 5G- ₹16,999
  • Moto G37 Power- ₹16,999
  • Poco C85x 5G- ₹13,999

આ તમામ શરૂઆતની સેલ કિંમતો છે. બેંક કાર્ડ, એક્સચેન્જ અથવા અન્ય શરતો લાગુ પડે તો અંતિમ કિંમત અલગ હોઈ શકે છે.


બેંક કાર્ડથી 10% સુધી ડિસ્કાઉન્ટ

Flipkartના જણાવ્યા મુજબ પસંદગીના બેંક કાર્ડથી ચુકવણી પર 10% સુધી તાત્કાલિક ડિસ્કાઉન્ટ મળી શકે છે. Flipkart Axis Bank Credit Card સહિત અન્ય પાત્ર ચુકવણી વિકલ્પો પર પણ અલગ લાભ મળી શકે છે.


સ્માર્ટફોન સિવાય પણ મોટા ઓફર

Big Billion Days Saleમાં લેપટોપ, ટીવી, સ્માર્ટવોચ, ઇયરબડ્સ, ઘરગથ્થુ સામાન અને ફેશન સહિત અનેક કેટેગરીમાં ઓફર ઉપલબ્ધ રહેશે. Flipkart મુજબ આ વર્ષે લગભગ 15 કરોડ પ્રોડક્ટ્સ વિવિધ કેટેગરીમાં સેલનો ભાગ બનશે.


ખરીદી પહેલાં શું ચેક કરવું?

સેલમાં દેખાતી કિંમત હંમેશા દરેક ગ્રાહક માટે અંતિમ કિંમત હોય એવું જરૂરી નથી. કેટલીક ડીલ ચોક્કસ બેંક કાર્ડ અથવા એક્સચેન્જ ઓફર સાથે જ લાગુ થઈ શકે છે. એટલે ખરીદી પહેલાં મોડલ, સ્ટોરેજ, વોરંટી, બેંક ઓફર અને એક્સચેન્જ કિંમત તપાસવી જરૂરી છે.


આ પણ જુઓ

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn