GST કરદાતા હવે ઝીરો ડિમાન્ડવાળા કેસમાં પણ અપીલ ફાઇલ કરી શકશે
GSTNએ પોર્ટલ પરનો જૂનો ટેકનિકલ પ્રતિબંધ હટાવ્યો છે. હવે અંતિમ આદેશમાં ટેક્સ ડિમાન્ડ ‘Nil’ અથવા ‘Zero’ હોય તો પણ કરદાતા અધિકારીના નિર્ણય સામે અપીલ દાખલ કરી શકશે.

GST કરદાતાઓ માટે મહત્વની રાહત સામે આવી છે. GST Network (GSTN)એ પોર્ટલ પરથી એવો ટેકનિકલ પ્રતિબંધ હટાવ્યો છે, જેના કારણે ‘Nil’ અથવા ‘Zero Demand’ દર્શાવતા આદેશ સામે અપીલ દાખલ થઈ શકતી નહોતી. હવે આવા કેસમાં પણ કરદાતા અપીલ કરી શકશે. અગાઉ ઘણી વખત GST અધિકારી તરફથી નોટિસ મળ્યા બાદ વેપારી દંડ અથવા વ્યાજનો વધારાનો બોજ ટાળવા માટે અંતિમ આદેશ આવે તે પહેલાં જ માંગવામાં આવેલી રકમ જમા કરાવી દેતો હતો. પરિણામે અંતિમ આદેશમાં બાકી ટેક્સ ડિમાન્ડ ‘Nil’ અથવા ‘Zero’ દર્શાતી હતી.
કાયદામાં અધિકાર હતો, પોર્ટલમાં અડચણ
મુખ્ય સમસ્યા એ હતી કે કાયદો કરદાતાને અપીલનો અધિકાર આપતો હોવા છતાં GST Portalની વ્યવસ્થા Zero Demandવાળો અપીલ ફોર્મ સ્વીકારતી નહોતી. એટલે કરદાતાએ ટેક્સની રકમ અગાઉથી ચૂકવી દીધી હોય, પરંતુ અધિકારીના તારણ, દંડ અથવા અન્ય મુદ્દા સાથે અસહમત હોય તો પણ તે અપીલની પ્રક્રિયા આગળ વધારી શકતો નહોતો.હવે GSTNએ આ અડચણ દૂર કરતાં આવા કેસમાં પણ અપીલ દાખલ કરવાનો માર્ગ ખુલ્યો છે.
ટેક્સ પહેલેથી ચૂકવ્યો હોય તો પણ અપીલ શક્ય
નવા ફેરફાર બાદ જો કરદાતાએ અંતિમ આદેશ પહેલાં ટેક્સની રકમ ચૂકવી દીધી હોય અને ત્યારબાદના આદેશમાં Demand Zero દર્શાવવામાં આવી હોય, તો પણ તે આદેશના અન્ય મુદ્દાઓ સામે અપીલ કરી શકશે. આ ફેરફાર ખાસ કરીને એવા વેપારીઓ અને વ્યાવસાયિકો માટે ઉપયોગી બનશે, જેઓ ટેક્સ ચૂકવ્યા બાદ પણ અધિકારીના નિર્ણય સાથે સહમત ન હોય.
ટેકનિકલ મુશ્કેલી માટે Helpdeskનો વિકલ્પ
અપીલ દાખલ કરતી વખતે હજુ કોઈ ટેકનિકલ સમસ્યા આવે તો કરદાતા GST Helpdesk પર ટિકિટ નોંધાવીને મદદ મેળવી શકે છે. કર નિષ્ણાતોના મતે આ ફેરફારથી કાયદામાં રહેલો અપીલનો અધિકાર હવે પોર્ટલ પર પણ વ્યવહારિક રીતે ઉપયોગ કરી શકાશે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવવા અહીં આપેલી લિંક પર ક્લિક કરો
https://whatsapp.com/channel/0029VbDPNhHISTkJEDTirJ16
આ પણ વાંચો: સેન્સેક્સમાં 500થી વધુ પોઈન્ટનો કડાકો, નિફ્ટીમાં પણ ઘટાડો નોંધાયો
Also Read

GTPL Hathway: કઈ ચેનલ કેટલી જોવાય છે? GTPLના સેટ-ટોપ બોક્સ આપશે માહિતી

RTOના ધક્કા ઘટશે! ડ્રાઇવિંગ લાઇસન્સમાં નામ-સરનામું બદલવું થશે સરળ

હવે ડ્રાઇવર નહીં, કાર પોતે લગાવશે બ્રેક! Automatic Braking સિસ્ટમ અંગે સરકારનો મોટો ડ્રાફ્ટ

Adani CNG Price Hike: દિવાળી પહેલાં CNG ₹4.45 મોંઘો, વાહનચાલકોનું ખિસ્સું હળવું થશે

તહેવારોની મીઠાશ પર મોંઘવારીનો માર! FDAના નિયમોથી 15% સુધી ભાવ વધારાની શક્યતા

નેસ્લેની મુશ્કેલી વધી! મેગીથી Nescafé સુધી FSSAIએ ફટકારી નોટિસ

OTT પર દર્શકો કરોડોમાં, પણ કમાણીની કસોટી! નવા પ્લેટફોર્મ્સ પ્રાદેશિક અને વિશિષ્ટ કન્ટેન્ટના સહારે





