Jailer 2 Box Office: રજનીકાંતનો ધમાકો! પહેલા જ દિવસે વિશ્વભરમાં ₹125.25 કરોડની કમાણી
‘Jailer 2’ના પ્રથમ દિવસના કલેક્શનમાં વિદેશી બજારનો નોંધપાત્ર ફાળો રહ્યો છે. ફિલ્મે ભારત બહાર ₹55 કરોડનું ગ્રોસ કલેક્શનમાં કર્યું છે, જે વિશ્વભરની કુલ ઓપનિંગ કમાણીના લગભગ 44% જેટલા થાય છે. ભારતના ₹70.25 કરોડ અને વિદેશના ₹55 કરોડ મળીને ફિલ્મનું વિશ્વભરનું પ્રથમ દિવસનું ગ્રોસ કલેક્શન ₹125.25 કરોડ થયું છે.

રજનીકાંતની મોટા પડદે કમબેકને બોક્સ ઑફિસ પર જોરદાર પ્રતિસાદ મળી રહ્યો છે. દક્ષિણ ભારતમાં સુપરસ્ટાર તરીકે જાણીતા અભિનેતા રજનીકાંતની ફિલ્મ ‘Jailer 2’એ પહેલા જ દિવસે વિશ્વભરમાં ₹125.25 કરોડનું ગ્રોસ કલેક્શન નોંધાવ્યું છે. ઇન્ડસ્ટ્રી ટ્રેકર Sacnilkના જણાવ્યા અનુસાર, નેલ્સન દિલીપકુમારના નિર્દેશનમાં બનેલી આ સિક્વલે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારમાં મજબૂત શરૂઆત કરી છે. ગુરુવાર, 15 ઑક્ટોબરે રિલીઝ થયેલી ફિલ્મે ભારતમાં ₹70.25 કરોડ ગ્રોસ અને ₹59.70 કરોડ નેટ કમાણી કરી હતી.
વિદેશમાંથી ₹55 કરોડની કમાણી
‘Jailer 2’ના પ્રથમ દિવસના કલેક્શનમાં વિદેશી બજારનો નોંધપાત્ર ફાળો રહ્યો છે. ફિલ્મે ભારત બહાર ₹55 કરોડનું ગ્રોસ કલેક્શનમાં કર્યું છે, જે વિશ્વભરની કુલ ઓપનિંગ કમાણીના લગભગ 44% જેટલા થાય છે. ભારતના ₹70.25 કરોડ અને વિદેશના ₹55 કરોડ મળીને ફિલ્મનું વિશ્વભરનું પ્રથમ દિવસનું ગ્રોસ કલેક્શન ₹125.25 કરોડ થયું છે. આ સાથે ફિલ્મે રિલીઝના પહેલા જ દિવસે ₹100 કરોડનો આંકડો પાર કર્યો છે. સ્થાનિક બજારમાં ફિલ્મની કમાણીનો મોટો હિસ્સો તમિલ ભાષાના શોમાં રહ્યો છે. તમિલ વર્ઝને 9,326 શોમાંથી ₹43.35 કરોડ નેટ એકત્ર કર્યા છે. ભારતમાં તમામ ભાષાઓનું કુલ નેટ કલેક્શન ₹59.70 કરોડ રહ્યું છે. ફિલ્મની આ શરૂઆત પહેલાં એડવાન્સ બુકિંગમાં પણ સારો પ્રતિસાદ જોવા મળ્યો હતો. રિલીઝ અગાઉ 19 લાખથી વધુ ટિકિટો વેચાઈ હતી અને અહેવાલો અનુસાર, ભારતમાં એડવાન્સ વેચાણથી જ ₹41.48 કરોડ ગ્રોસ નોંધાયું હતું.
રજનીકાંત–નેલ્સન–અનિરુદ્ધની જોડી ફરી રૂપેરી પડદે
નેલ્સન દિલીપકુમારે લખેલી અને દિગ્દર્શિત કરેલી ફિલ્મ ‘Jailer 2’માં રજનીકાંત નિવૃત્ત જેલર ટાઇગર મુથુવેલ પાંડિયનની ભૂમિકામાં છે. Sun Pictures હેઠળ કલાનિધિ મારને ફિલ્મનું નિર્માણ કર્યું છે. સંગીત અને બેકગ્રાઉન્ડ સ્કોર અનિરુદ્ધ રવિચંદરે આપ્યાં છે. કલાકારોમાં રમ્યા કૃષ્ણન, યોગી બાબુ, મોહનલાલ અને શિવા રાજકુમાર ઉપરાંત વિદ્યા બાલન, એસ. જે. સૂર્યા, સુરાજ વેન્જારમૂડુ અને મિથુન ચક્રવર્તી સામેલ છે. ફિલ્મનો રનટાઇમ લગભગ 165 મિનિટ છે. ભારત અને વિદેશમાં સ્પેશિયલ સ્ક્રીનિંગ, વિશાળ કટઆઉટ્સ, ફટાકડા અને પ્રાર્થના સાથે ચાહકોએ રજનીકાંતની વાપસીને વધાવી હતી.
₹600 કરોડથી વધુ કમાણી કરનારી ફિલ્મની સિક્વલ
આ ફિલ્મ 2023માં આવેલી ‘Jailer’ની વાર્તાને આગળ લઈ જાય છે. મૂળ ફિલ્મમાં રજનીકાંતે નિવૃત્ત જેલર ટાઇગર મુથુવેલ પાંડિયનનું પાત્ર ભજવ્યું હતું, જે વ્યક્તિગત દુર્ઘટના બાદ ફરી ગુનાખોરીની દુનિયા સામે લડવા મજબૂર થાય છે. મૂળ ‘Jailer’ વિશ્વભરમાં ₹600 કરોડથી વધુ કમાણી સાથે 2023ની સૌથી વધુ કમાણી કરનારી તમિલ ફિલ્મ બની હતી. સિક્વલની વાર્તા મૂળ ફિલ્મના ઘટનાક્રમથી ત્રણ વર્ષ પછી આગળ વધે છે. ટાઇગર મુથુવેલ હવે જાહેર નજરથી દૂર સામાન્ય જીવન જીવે છે, પરંતુ પ્રથમ ફિલ્મ સાથે જોડાયેલા ગુનાહિત સંગઠન સામે તેની ગુપ્ત કાર્યવાહી ચાલુ છે.
આ પણ વાંચો: Jailer 2 Box Office: રજનીકાંતની ધમાકેદાર એન્ટ્રી! એડવાન્સ બુકિંગ ₹41.48 કરોડ
આ પણ જુઓ:
Also Read

ભારતીય સ્માર્ટફોન માર્કેટમાં બદલાયો ટ્રેન્ડ, iPhone 17ને બદલે આ મોડલ્સના બોલબાલા

દિવાળી પહેલાં ટપાલ કર્મચારીઓને મોટી ભેટ! 60 દિવસના બોનસની જાહેરાત

EPSમાં ₹15,000 Wage Limit અંગે નવી સ્પષ્ટતા, સરકારી યોગદાનના નિયમોમાં ફેરફાર

Jailer 2 Box Office: રજનીકાંતની ધમાકેદાર એન્ટ્રી! એડવાન્સ બુકિંગ ₹41.48 કરોડ

Indian Passport Ranking: ભારતીય પાસપોર્ટનો વૈશ્વિક રૅન્કિંગમાં સુધારો

પેટ્રોલની નિકાસ પર ટેક્સનો બોજ વધ્યો, ડીઝલ પર ₹7.50 ડ્યુટી ઘટી

ભારતની ચીનની નિકાસમાં 40 ટકાનો વધારો છતાં વેપાર ખાધ 105 અબજ ડોલર વધી





