Railway Bonus News: દિવાળી પહેલાં 11.4 લાખ રેલવે કર્મચારીઓને બખ્ખાં, 78 દિવસ માટે ₹2,009 કરોડનું બોનસ મંજૂર
કેન્દ્રીય કેબિનેટે દિવાળી પહેલાં ભારતીય રેલવેના આશરે 11.4 લાખ પાત્ર નોન-ગેઝેટેડ કર્મચારીઓ માટે 78 દિવસના પ્રોડક્ટિવિટી લિન્ક્ડ બોનસને મંજૂરી આપી છે. આ માટે સરકાર કુલ ₹2,009 કરોડ ખર્ચશે.

કેન્દ્રીય કેબિનેટે ભારતીય રેલવેના પાત્ર નોન-ગેઝેટેડ કર્મચારીઓ માટે 78 દિવસના પ્રોડક્ટિવિટી લિન્ક્ડ બોનસને મંજૂરી આપી છે. આ નિર્ણયનો લાભ આશરે 11.4 લાખ કર્મચારીઓને મળશે. સરકાર આ બોનસ માટે કૂલ ₹2,009 કરોડ ખર્ચશે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આ નિર્ણયને રેલવે કર્મચારીઓ માટે દિવાળી ભેટ તરીકે વર્ણવ્યો છે.
હાલ કેટલો બોનસ મળે છે?
હાલના નિયમો મુજબ બોનસની ગણતરી ₹7,000ના વેતન મર્યાદા અને 78 દિવસના વેતનના આધારે થાય છે. આ મુજબ પાત્ર નોન-ગેઝેટેડ રેલવે કર્મચારીને મહત્તમ ₹17,951 સુધીનો બોનસ મળી શકે છે. આ વેતન મર્યાદા 2014-15થી બદલાઈ નથી.
વધુ બોનસની માંગ પણ ઉઠી
ભારતીય રેલવે ટેકનિકલ સુપરવાઇઝર્સ એસોસિએશને બોનસની ગણતરી માટેની વેતન મર્યાદા વધારવાની માંગ કરી છે. સંસ્થાએ Level-2 અને તેનાથી ઉપરના કર્મચારીઓ માટે આ મર્યાદા ₹18,000 સાથે મોંઘવારી ભથ્થું રાખવાની માંગ કરી છે. સંસ્થાના કહેવા મુજબ જો ₹18,000ની મર્યાદા લાગુ થાય તો વાર્ષિક બોનસ ઓછામાં ઓછો ₹46,184 થવો જોઈએ.
નકલી બોનસ પત્રથી સાવધાન
આ નિર્ણય પહેલાં સોશિયલ મીડિયા પર 78 દિવસના બોનસ અંગે એક નકલી પત્ર ફરતો થયો હતો. તેમાં ₹41,149ના બોનસની મંજૂરી આપવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. રેલવે બોર્ડે સ્પષ્ટ કર્યું હતું કે આ પત્ર નકલી હતો અને તેના પર બનાવટી સહી હતી. બોર્ડે કર્મચારીઓને બોનસ સંબંધિત માહિતી માટે માત્ર સત્તાવાર રેલવે બોર્ડ અથવા રેલવે મિનિસ્ટ્રીના માધ્યમો પર જ વિશ્વાસ કરવાની સલાહ આપી હતી.
આ પણ જુઓ
Also Read

Drishyam 3નો ₹500 કરોડનો બિઝનેસ: સિનેમાઘરોમાં સસ્પેન્સની સાથે કમાણી પણ વધી

13 કલાકમાં દિલ્હીથી પટના! Special Vande Bharatનું શેડ્યૂલ જાહેર

લક્ઝરી તરફ વળ્યું ભારતનું કાર માર્કેટ! 7 વર્ષમાં કાર લોન 49% વધી

ભારતમાં સિનેમાથી ઘરના સોફા સુધી Popcornનો બિઝનેસ કેટલો

ભારતમાં ઇન્ટરનેટ વપરાશકારોની સંખ્યા જુનના અંતે 1.11 અબજ પર પહોંચી ગઈ

જાણો, ફિલ્મમેકિંગમાં પ્રોડક્શન હાઉસની ભૂમિકા અને તેનું જટિલ બિઝનેસ મોડેલ

દિવાળી પહેલાં વેપારીઓને રાહત: UPI પર MDRનો અમલ મોકૂફ




