પહેલી સપ્ટેમ્બરથી થશે આટલા ફેરફાર, તમને શું થશે અસર?
ITR ફાઇલિંગ, LPG e-KYC અને વિદેશ પ્રવાસ સંબંધિત કામગીરી સમયસર પૂરી કરવી જરૂરી છે, જ્યારે મુંબઈમાં તબેલાના ભેંસના દૂધના ભાવમાં વધારો ગ્રાહકોના ઘર ખર્ચને અસર કરી શકે છે.

સપ્ટેમ્બર મહિનો શરૂ થતાં જ નાગરિકોના રોજિંદા ખર્ચ, કરવેરા પાલન, બેંકિંગ અને પ્રવાસ સાથે જોડાયેલા અનેક ફેરફારો અમલમાં આવશે. 1 સપ્ટેમ્બરથી કરદાતાઓ, LPG ગ્રાહકો, મુંબઈના દૂધ ગ્રાહકો આંતરરાષ્ટ્રીય મુસાફરો અને મોટા થાપણદારોને અસર કરતા કેટલાક મહત્વના નિયમો તથા સમયમર્યાદાઓ અમલમાં આવી રહી છે. ખાસ કરીને ITR ફાઇલિંગ, LPG e-KYC અને વિદેશ પ્રવાસ સંબંધિત કામગીરી સમયસર પૂરી કરવી જરૂરી છે, જ્યારે મુંબઈમાં તબેલાના ભેંસના દૂધના ભાવમાં વધારો ગ્રાહકોના ઘર ખર્ચને અસર કરી શકે છે.
આંતરરાષ્ટ્રીય મુસાફરોને બોર્ડિંગ પાસની જરૂર નહીં
1 સપ્ટેમ્બરથી ભારતીય એરપોર્ટથી આંતરરાષ્ટ્રીય મુસાફરી કરતા લોકોએ ઈમિગ્રેશન કાઉન્ટર પર ફિઝિકલ બોર્ડિંગ પાસ બતાવવો જરૂર નહીં રહે. મુસાફરો મોબાઈલ ફોનમાં ઈ-બોર્ડિંગ પાસ અથવા તેની પ્રિન્ટ બતાવી શકશે. બ્યુરો ઑફ ઇમિગ્રેશનએ ઈમિગ્રેશન પ્રક્રિયાને ડિજીટલ બનાવતા મુસાફરોને એરપોર્ટ પર ઈમિગ્રેશન પ્રક્રિયાની સમસ્યાથી છુટકારો મળશે.
મુંબઈમાં તબેલાનું દૂધ મોંઘુ થશે
મુંબઈના તબેલા/ડેરી ફાર્મમાંથી પૂરું પાડવામાં આવતું ભેંસનું તાજું દૂધ 1 સપ્ટેમ્બરથી મોંઘુ થશે. મુંબઈ મિલ્ક પ્રોડ્યુસર્સ એસોસિએશને જથ્થાબંધ ભાવમાં પ્રતિ લિટર રૂપિયા 9નો વધારો કર્યો છે, અગાઉ દૂધનાં ભાવ 93 રૂપિયા હતા જે વધારીને 102 રૂપિયા કર્યો છે. સુધારેલા ભાવ 28 ફેબ્રુઆરી, 2027 સુધી અમલમાં રહેશે. દૂધ ઉત્પાદકોએ આ ભાવ વધારા માટે પશુઓના ઘાસચારા સહિતનાં અન્ય વધતા ખર્ચને જવાબદાર ગણાવ્યો છે. એસોસિએશનના જણાવ્યા અનુસાર, ઘણી બધી ખાદ્ય ચીજોના ભાવમાં 25% સુધીનો વધારો થયો છે, જેના કારણે દૂધ ઉત્પાદનનો ખર્ચ પણ વધ્યો છે. માહિતી મુજબ, આ વધારો જથ્થાબંધ ભાવ પર લાગુ પડશે, જેથી છૂટક ભાવમાં વધારો થઈ શકે છે. આ ભાવ વધારાનો બોજ ગ્રાહકો પર પડશે.
કરદાતાઓએ 1 સપ્ટેમ્બર પહેલા ITR ફાઈલ કરવું પડશે
વ્યાવસાયિક અથવા પ્રોફેશનલ આવક ધરાવતા કરદાતાઓ જેમના ખાતાઓને ઓડિટની જરૂર નથી, તેમણે 31 ઓગસ્ટ, 2026 સુધીમાં (Assessment Year) આકારણી વર્ષ 2026-27 માટે તેમના આવકવેરા રિટર્ન (ITR) ફાઇલ કરવાના રહેશે. આ સમયમર્યાદા ITR-3 અને ITR-4 ફાઇલ કરનારા પાત્ર કરદાતાઓ પર લાગુ પડે છે. જે કરદાતાઓ સમયમર્યાદા ચૂકી જાય છે તેઓ નિયમો અને મોડા ફાઇલિંગ ચાર્જ ભરી રિટર્ન ફાઇલ કરી શકશે.
LPGનું ઈ-KYC 31 ઓગસ્ટ સુધીમાં કરી દેવું
ગ્રાહકોએ LPG સંબંધિત સંભવિત લાભો અને કનેક્શનની સમસ્યા ટાળવા જે LPG ગ્રાહકોએ આધાર-આધારિત e-KYC પૂર્ણ કરવાનું બાકી છે તેમણે 31 ઓગસ્ટ સુધીમાં પ્રક્રિયા પૂર્ણ કરી દેવી. ઓઈલ માર્કેટિંગ કંપનીઓ ઈન્ડિયન ઓઈલ, BPCL અને HPCLએ e-KYC માટેની સમયમર્યાદા 31 ઓગસ્ટ, 2026 નક્કી કરી છે.
FDના નવા નિયમો 1 ઓક્ટોબરથી લાગુ
RBIએ બેંક ડિપોઝિટ પરના વ્યાજ દરોને નિયંત્રિત કરતા નિયમોમાં સુધારા કર્યા છે. આ ફેરફારો 1 સપ્ટેમ્બરને બદલે 1 ઓક્ટોબરથી અમલમાં આવશે. બેંકિંગ સિસ્ટમમાં ડિપોઝિટ દરોમાં પારદર્શિતા લાવવા કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે જેમાં બેંકોએ 3 કરોડ રૂપિયા અને તેથી વધુની થાપણ ધરાવતી કામકાજના દિવસોમાં સવારે 10.10 વાગ્યા સુધીમાં સત્તાવાર વેબસાઇટ પર પ્રકાશિત કરવા પડશે.
આ પણ વાંચો: 1 સપ્ટેમ્બરથી ઈમિગ્રેશન પ્રક્રિયા થશે સરળ, હવે સ્માર્ટફોનમાં ઈ-બોર્ડિંગ પાસ બતાવી શકાશે
અમારી WhatsApp ચેનલ સાથે જોડાવવા માટે 7069287000 પર Hi લખીને મોકલો
સાથે સાથે અમને ફોલો કરો
https://www.instagram.com/kuberanow/
https://whatsapp.com/channel/0029VbDPNhHISTkJEDTirJ16
Also Read

ભારતીય સ્માર્ટફોન માર્કેટમાં બદલાયો ટ્રેન્ડ, iPhone 17ને બદલે આ મોડલ્સના બોલબાલા

દિવાળી પહેલાં ટપાલ કર્મચારીઓને મોટી ભેટ! 60 દિવસના બોનસની જાહેરાત

EPSમાં ₹15,000 Wage Limit અંગે નવી સ્પષ્ટતા, સરકારી યોગદાનના નિયમોમાં ફેરફાર

Jailer 2 Box Office: રજનીકાંતની ધમાકેદાર એન્ટ્રી! એડવાન્સ બુકિંગ ₹41.48 કરોડ

Indian Passport Ranking: ભારતીય પાસપોર્ટનો વૈશ્વિક રૅન્કિંગમાં સુધારો

Jailer 2 Box Office: રજનીકાંતનો ધમાકો! પહેલા જ દિવસે વિશ્વભરમાં ₹125.25 કરોડની કમાણી

પેટ્રોલની નિકાસ પર ટેક્સનો બોજ વધ્યો, ડીઝલ પર ₹7.50 ડ્યુટી ઘટી




