KuberaNowLogo
Thursday, 15/10/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

ગ્રે માર્કેટમાં HD Fire Protectની બોલબાલા, ₹89 GMP સાથે IPOની માંગમાં ઉછાળો

HD Fire Protect IPOને શરૂઆતના બે દિવસમાં 16.56 ગણું સબસ્ક્રિપ્શન મળ્યું છે અને આજે એટલે કે 15 ઓક્ટોબરે ઇશ્યૂનો છેલ્લો દિવસ છે. ₹258-₹271ના પ્રાઇસ બેન્ડવાળા આ IPOનો ગ્રે માર્કેટ પ્રીમિયમ ₹89 ચાલી રહ્યો છે.

desk@kuberanowPublished On : 15 Oct 2026
IPO
HD Fire Protect IPOAI Generated Image

ફાયર પ્રોટેક્શન ક્ષેત્રની કંપની HD Fire Protectનો IPO રોકાણકારોમાં સારો પ્રતિસાદ મેળવી રહ્યો છે. શરૂઆતના બે દિવસમાં ઇશ્યૂને 16.56 ગણું સબસ્ક્રિપ્શન મળ્યું છે અને 15 ઓક્ટોબર ઇશ્યૂમાં અરજી કરવાનો છેલ્લો દિવસ છે. ₹258થી ₹271ના પ્રાઇસ બેન્ડ વચ્ચે આવેલા આ IPOમાં ગ્રે માર્કેટમાં પણ શેરને પ્રીમિયમ મળી રહ્યું છે.


બે દિવસમાં 16.56 ગણું સબસ્ક્રિપ્શન

HD Fire Protectના IPOને શરૂઆતના બે દિવસમાં કુલ 16.56 ગણું સબસ્ક્રિપ્શન મળ્યું છે. રિટેલ રોકાણકારો માટેનો હિસ્સો 11.43 ગણો ભરાયો છે, જ્યારે નોન-ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ એટલે કે NII કેટેગરીમાં 48.77 ગણું સબસ્ક્રિપ્શન મળ્યું છે. QIB કેટેગરીમાં 1.49 ગણું સબસ્ક્રિપ્શન નોંધાયું છે. સામાન્ય રોકાણકારો ઓછામાં ઓછા એક અને વધુમાં વધુ 13 લોટ માટે અરજી કરી શકે છે. એક લોટમાં 55 શેર છે અને એક લોટ માટે ₹14,905નું રોકાણ જરૂરી છે. કર્મચારીઓ માટે ₹25નો ડિસ્કાઉન્ટ પણ છે.


₹712 કરોડનો IPO, આજે છેલ્લો દિવસ

HD Fire Protectનો IPO કુલ આશરે ₹712 કરોડનો છે અને સંપૂર્ણપણે Offer for Sale એટલે કે OFS છે. એટલે IPOમાંથી મળતી રકમ કંપનીને નહીં પરંતુ શેર વેચનારા શેરધારકોને મળશે. IPOનો પ્રાઇસ બેન્ડ ₹258થી ₹271 પ્રતિ શેર છે. શેરનું અલોટમેન્ટ 16 ઓક્ટોબરે થઈ શકે છે. જે રોકાણકારોને શેર નહીં મળે તેમને 19 ઓક્ટોબરે રિફંડ મળવાની શક્યતા છે. કંપનીના શેર 21 ઓક્ટોબર 2026ના રોજ NSE અને BSE પર લિસ્ટ થઈ શકે છે.


ગ્રે માર્કેટમાં ₹89નો પ્રીમિયમ

HD Fire Protectના શેર ગ્રે માર્કેટમાં ₹89ના પ્રીમિયમ સાથે ટ્રેડ થઈ રહ્યા છે. આ મુજબ ગ્રે માર્કેટમાં શેરને IPOના અપર પ્રાઇસ બેન્ડની સરખામણીએ પ્રીમિયમ મળી રહ્યું છે. જોકે, ગ્રે માર્કેટ અનધિકૃત બજાર હોવાથી તેનો પ્રીમિયમ સતત બદલાઈ શકે છે.


ફાયર સેફ્ટી ઇક્વિપમેન્ટ બનાવે છે કંપની

HD Fire Protectની શરૂઆત એપ્રિલ 1997માં થઈ હતી. કંપની ફાયર પ્રોટેક્શન ઇક્વિપમેન્ટ અને સિસ્ટમ્સનું ઉત્પાદન તથા સપ્લાય કરે છે. તેમાં પાણી, ફોમ અને ગેસ આધારિત ફાયર સપ્રેશન સોલ્યુશન્સનો સમાવેશ થાય છે. કંપની 8 પ્રોડક્ટ કેટેગરીમાં પ્રોડક્ટ્સ ઓફર કરે છે અને તેના ઉત્પાદનો ઔદ્યોગિક, રહેણાંક તથા કોમર્શિયલ ઉપયોગ માટે છે. કંપની 90થી વધુ દેશોમાં પોતાના ઉત્પાદનોની નિકાસ કરે છે.


જૂન ક્વાર્ટરમાં ₹23.87 કરોડનો નફો

ચાલુ નાણાકીય વર્ષના જૂન ક્વાર્ટરમાં HD Fire Protectની કુલ આવક ₹114.07 કરોડ રહી હતી અને ટેક્સ બાદનો નફો ₹23.87 કરોડ રહ્યો હતો. નાણાકીય વર્ષ 2025-26માં કંપનીની કુલ આવક ₹505.12 કરોડ અને ટેક્સ બાદનો નફો ₹116.79 કરોડ રહ્યો હતો. IPO બાદ કંપનીમાં પ્રમોટરની હિસ્સેદારી 85% રહેવાની માહિતી આપવામાં આવી છે.


આ પણ વાંચો : શેરડી સુકાય તે પહેલાં ખાંડ મિલોનો માસ્ટરસ્ટ્રોક! 55 મિલોએ શરૂ કર્યું પીલાણ

આ પણ જુઓ:


Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn