IPO Market : આઈપીઓ બજારમાં થશે રેકોર્ડ, 30 વર્ષ પછી એક જ દિવસે ખુલશે છ ઈશ્યુ
રેન્ટોમોજો, ARCIL, મનિપાલ પેમેન્ટ એન્ડ આઈડેન્ટિટી સોલ્યુશન્સ, સ્ટીમહાઉસ ઈન્ડિયા, LCC પ્રોજેક્ટ્સ અને કારામતારા એન્જિનિયરિંગ છ IPO 9 સપ્ટેમ્બરે એક સાથે ખુલશે

મુંબઈ : ભારતીય IPO બજારમાં બુધવાર, 9 સપ્ટેમ્બરનો દિવસ ખૂબ જ મહત્વનો બની રહેશે. આ દિવસે બજારમાં મોટી હલચલ જોવા મળશે. બુધવારે એક સાથે 6 મેઈનબોર્ડ IPO રોકાણકારો માટે ખુલશે. આ પહેલાં 14 ઓક્ટોબર 1996ના રોજ એક જ દિવસે છ IPO ખૂલ્યા હતા. આમ, લગભગ 30 વર્ષ પછી આ રેકોર્ડ સર્જાઈ રહ્યો છે. આ છ કંપનીઓ મારફત કુલ રૂ. 4,386 કરોડ ઊભા થવાની સંભાવના છે. જોકે, 1996માં એક જ દિવસે ખૂલેલા છ આપીઓ મારફત માત્ર રૂ. 22 કરોડ ઊભા થઈ શક્યા હતા.
9 સપ્ટેમ્બરે બુધવારે 6 કંપનીઓના પબ્લિક ઈશ્યુ લોન્ચ થશે. આ કંપનીઓમાં રેન્ટોમોજો (Rentomojo), એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની (Asset Reconstruction Company (India)- ARCIL), મનિપાલ પેમેન્ટ એન્ડ આઈડેન્ટિટી સોલ્યુશન્સ (Manipal Payment & Identity Solutions - MPIS), સ્ટીમહાઉસ ઈન્ડિયા (Steamhouse India), LCC પ્રોજેક્ટ્સ (LCC Projects) અને કારામતારા એન્જિનિયરિંગ (Karamtara Engineering)નો સમાવેશ થાય છે. ચાલુ સપ્તાહે એટલે કે 7થી 11 સપ્ટેમ્બર વચ્ચે કુલ 12 મેઈનબોર્ડ IPO ખૂલવાના છે, જેનાથી અંદાજે રૂ. 7,180 કરોડ એકત્ર થવાની આશા છે.
IPO બજારને મ્યુચ્યુઅલ ફંડોના રોકાણનો પણ લાભ
સ્ટોક માર્કેટ અત્યારે વોલેટાઈલ છે. આવા સમયે IPO બજારમાં તેજી જોવા મળી રહી છે. એક જ દિવસે એક સાથે છ IPO રજૂ થવા અંગે પ્રાઈમ ડેટાબેઝના મેનેજિંગ ડિરેક્ટર પ્રણવ હલ્દિયાનું કહેવું છે કે અત્યારે IPO બજારમાં ભારે તેજી ચાલી રહી છે. IPO બજારમાં રોકાણકારોની માગ છે. IPO બજારને રોકાણકારો ઉપરાંત મ્યુચ્યુઅલ ફંડોમાંથી થઈ રહેલા રોકાણનો પણ લાભ મળી રહ્યો છે. મ્યુચ્યુઅલ ફંડો પાસે આવતું બધું ભંડોળ સેકન્ડરી માર્કેટમાં લગાવવું શક્ય નથી હોતું. તેથી બજારમાં નવા શૅરોની જરૂર રહે છે.
IPO બજારે આકર્ષક વળતર આપતા કંપનીઓ-રોકાણકારો ખેંચાયા
IPO બજારમાં છેલ્લા કેટલાક સમયમાં લિસ્ટેડ કંપનીઓએ આકર્ષક વળતર આપ્યું છે. આથી વિદેશી પોર્ટફોલિયોના રોકાણકારોએ સેકન્ડરી બજારમાંથી નાણાં કાઢીને પ્રાઈમરી માર્કેટમાં લગાવ્યા છે. તેનાથી નાના રોકાણકારો પણ નવા ઈશ્યુ તરફ આકર્ષાયા છે. નાના રોકાણકારો માટે સેકન્ડરી માર્કેટમાં લિસ્ટેડ શૅરો કરતાં પ્રાઈમરી માર્કેટમાં રોકાણ વધુ સરળ હોય છે. તેઓ નાની રકમનું રોકાણ કરી મોટા નફાની આશાએ IPO બજાર તરફ વળ્યા છે. તાજેતરમાં લિસ્ટ થયેલી મિલ્કી મિસ્ટ, ESDS સોફ્ટવેર અને ટેમ્પસેન્સ ઈન્સ્ટ્રુમેન્ટ્સ જેવા કેટલાક શૅરોએ IPO બજારમાં રોકાણકારોનું રોકાણ બમણું કરી દીધું છે. આવા લિસ્ટિંગે પણ IPOમાં રોકાણકારોનો રસ વધાર્યો છે.
અનેક કંપનીઓએ IPO માટે લાઈન લગાવી
IPO બજારમાં આવેલી તેજીથી કંપનીઓ પણ તેમના IPO લાવવા આકર્ષાઈ છે. અનેક કંપનીઓએ IPO માટે લાઈન લગાવી છે. જોકે, અનેક કંપનીઓના આવી રહેલા IPOમાં ઓફર ફોર સેલ (OFS)ની મોટી ભાગીદારી છે. OFS મારફત એકત્ર કરાયેલું ભંડોળ કંપની પાસે નથી જતું, પરંતુ પોતાના શૅર વેચનારા વર્તમાન રોકાણકારો અથવા પ્રમોટરોને મળે છે. જેમ કે ARCILનો અંદાજે રૂ. 733 કરોડનો IPO સંપૂર્ણપણે OFS છે. મણિપાલ પેમેન્ટ એન્ડ આઈડેન્ટિટી સોલ્યુશન્સના રૂ. 805 કરોડના ઈશ્યુમાં અંદાજે રૂ. 485 કરોડનો હિસ્સો OFSનો છે. તેનાથી સંકેત મળે છે કે અનેક વર્તમાન શૅરધારક IPO બજારની મજબૂત માગનો ઉપયોગ પોતાની હિસ્સેદારી વેચવા માટે કરી રહ્યા છે. આ બાબતે OFS પર સવાલો પણ ઉઠાવ્યા છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો
https://whatsapp.com/channel/0029VbDPNhHISTkJEDTirJ16
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Advertisement by KuberaNow
Market
See moreEconomy
See more- coal gasification : હવે કોલસામાંથી બનાવાશે ગેસ, ગેસ-યુરિયાની અછત દૂર થશે
- ટોચના 7 શહેરોમાં ઘર ખરીદવું કેમ મોંઘું બન્યું? જમીનના ભાવમાં 120% સુધીનો ઉછાળો
- Life Insurance: જીવન વીમા બજારમાં તેજીનો માહોલ, ખાનગી કંપનીઓનો બજાર હિસ્સો વધશે
- તાંબાના ભાવમાં ઐતિહાસિક ઉછાળો, ભારતના ઉત્પાદન અને ઇન્ફ્રા પ્રોજેક્ટ્સને થશે અસર

Advertisement by KuberaNow
Personal Finance
See moreMORNING BRIEF
Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.
- 24,000+ readers
- Daily 7:30 AM

