Jio IPOની આંધીમાં Paras Healthcare તણાયો: એક તરફ 3.57 ગણું સબ્સ્ક્રિપ્શન, બીજી તરફ માત્ર 0.22 ગણું
Jio Platforms IPO સામે Paras Healthcare IPOને રીતસરને ફાંફા પડી ગયા છે. Jio IPOની આંધીમાં Paras Healthcare IPOનો ક્યાંય ગજ વાગી રહ્યો નથી. Jio IPO ત્રણ ગણા કરતાં વધુ ભરાયો છે ત્યારે Paras Healthcareનો IPO દરેક કેટેગરી પૂરી કરવા ઝઝૂમી રહ્યો છે.

Jio Platforms IPO સામે Paras Healthcare IPOને રીતસરને ફાંફા પડી ગયા છે. Jio IPOની આંધીમાં Paras Healthcare IPOનો ક્યાંય ગજ વાગી રહ્યો નથી. Jio IPO ત્રણ ગણા કરતાં વધુ ભરાયો છે ત્યારે Paras Healthcareનો IPO દરેક કેટેગરી પૂરી કરવા ઝઝૂમી રહ્યો છે. ગઇકાલે ત્યારે Paras Healthcareનો IPO માંડ 15 ટકા ભરાયો હતો અને બીજા દિવસે બપોરે સાડા અગિયાર સુધીમાં માંડ 0.22 ટકા ભરાયો છે. આના પરથી જ તેની સ્થિતિનો અંદાજ આવે છે. છેવટે અંડરરાઇટરોએ જ તેને ભરવો પડશે તેમ લાગે છે. Jio Platforms IPO સામે Paras Healthcare IPOની માંગમાં મોટો તફાવત જોવા મળી રહ્યો છે. 22 ઓક્ટોબરે સવારે લગભગ 11:25–11:30 વાગ્યા સુધીના આંકડા મુજબ Jio IPO 3.57 ગણો ભરાઈ ગયો હતો, જ્યારે Paras Healthcareનો IPO માત્ર 0.22 ગણો જ સબ્સ્ક્રાઇબ થયો હતો. ખાસ કરીને સંસ્થાકીય રોકાણકારોની માંગમાં બંને IPO વચ્ચે મોટું અંતર જોવા મળ્યું છે.
Jio IPOમાં રોકાણકારોની ધસારો
Jio Platformsના IPOએ બીજા જ દિવસે જબરદસ્ત માંગ મેળવી છે. 22 ઓક્ટોબરે સવારે 11:24 વાગ્યા સુધીમાં IPOમાં ઓફર થયેલા 19.75 કરોડ શેર સામે 70.51 કરોડ શેર માટે બિડ આવી હતી. એટલે કુલ ઇશ્યૂ 3.57 ગણો સબ્સ્ક્રાઇબ થયો છે.
સૌથી મોટી માંગ Qualified Institutional Buyers એટલે કે QIB કેટેગરીમાં જોવા મળી. QIB માટે ઉપલબ્ધ 4.90 કરોડ શેર સામે 46.15 કરોડથી વધુ શેરની બિડ આવી હતી, એટલે આ કેટેગરી 9.42 ગણું ભરાઈ હતી. NII કેટેગરી પણ 2.60 ગણું ભરાઈ હતી. તેમાં મોટા NII રોકાણકારોની કેટેગરી 2.79 ગણી અને નાના NIIની કેટેગરી 2.23 ગણી સબ્સ્ક્રાઇબ થઈ હતી. રિટેલ રોકાણકારો પણ પાછળ રહ્યા નહોતા. રિટેલ માટે ઉપલબ્ધ 8.50 કરોડ શેર સામે 9.14 કરોડ શેરની બિડ આવતા કેટેગરી 1.08 ગણી ભરાઈ હતી શેરહોલ્ડર ક્વોટા 2.21 ગણો અને કર્મચારી ક્વોટા 1.65 ગણો ભરાયો હતો.
Paras Healthcareના IPOમાં રિટેલ સિવાય માંગ નબળી
બીજી તરફ, એ જ સમયે Paras Healthcare IPOની સ્થિતિ તદ્દન અલગ જોવા મળી હતી. 22 ઓક્ટોબરે સવારે 11:30 વાગ્યા સુધીમાં કંપનીએ ઓફર કરેલા 1.15 કરોડ શેર સામે માત્ર 25.76 લાખ શેરની બિડ મળી હતી. એટલે કુલ IPO માત્ર 0.22 ગણો સબ્સ્ક્રાઇબ થયો હતો.
Paras Healthcare માટે સૌથી મોટી ચિંતા QIB કેટેગરી રહી. QIB માટે ઉપલબ્ધ 62.77 લાખ શેર સામે માત્ર 882 શેરની બિડ આવી હતી. એટલે સબ્સ્ક્રિપ્શન આંકડો લગભગ 0.00 ગણો રહ્યો હતો. NII કેટેગરી માત્ર 0.12 ગણી ભરાઈ હતી. મોટા NII રોકાણકારોમાં સબ્સ્ક્રિપ્શન 0.07 ગણું અને નાના NIIમાં 0.21 ગણું હતું, પરંતુ Paras માટે રિટેલ રોકાણકારોએ થોડો સહારો આપ્યો. રિટેલ કેટેગરી 1.05 ગણું ભરાઈ ગઈ હતી.
Jio સામે Paras કેમ પાછળ?
સૌથી મોટો તફાવત institutional demandનો છે. Jioમાં QIB કેટેગરી 9 ગણાથી વધુ ભરાઈ ગઈ છે, જ્યારે Paras Healthcareમાં QIB ભાગમાં સવારે લગભગ કોઈ નોંધપાત્ર બિડ નહોતી. બંને IPOના રિટેલ સબ્સ્ક્રિપ્શન વચ્ચે ખાસ મોટો તફાવત નથી—Jio 1.08 ગણો અને Paras 1.05 ગણો. એટલે Parasની નબળાઈ મુખ્યત્વે QIB અને NII રોકાણકારોની ધીમી ભાગીદારીમાં દેખાય છે.
અરજીઓની સંખ્યા પણ આ તફાવતને સ્પષ્ટ કરે છે. Jioમાં લગભગ 47.4 લાખ અરજીઓ સામે Paras Healthcareમાં લગભગ 74 હજાર અરજીઓ હતી. એટલે તે સમયે Jioમાં અરજીઓની સંખ્યા Parasની સરખામણીમાં આશરે 64 ગણી હતી.
છેલ્લો દિવસ નિર્ણાયક
બંને IPO 23 ઑક્ટોબરે બંધ થવાના હોવાથી Paras Healthcare માટે છેલ્લો દિવસ મહત્વપૂર્ણ રહેશે. મોટા રોકાણકારો ઘણીવાર IPOના અંતિમ દિવસે બિડ કરતા હોવાથી અંતિમ સબ્સ્ક્રિપ્શન હાલના આંકડા કરતાં અલગ હોઈ શકે છે. પરંતુ 22 ઑક્ટોબરની મધ્યાહ્ન પહેલાની સ્થિતિ એક વાત સ્પષ્ટ કરે છે—Jio Platforms IPOએ બજારની લિક્વિડિટી અને સંસ્થાકીય રોકાણકારોનું ધ્યાન મોટા પ્રમાણમાં પોતાની તરફ ખેંચ્યું છે, જ્યારે Paras Healthcare હાલ મુખ્યત્વે રિટેલ રોકાણકારોના સહારે આગળ વધી રહ્યો છે.
આ પણ જુઓઃ
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

Jio Platforms IPOની Retail કેટેગરી બીજા દિવસે છલકાઈ; GMP ₹246 પર

IPO Update: આજે કયો IPO ખુલશે અને કયામાં અરજીની છેલ્લી તક મળશે

Jio Platforms IPO પ્રથમ દિવસે સંપૂર્ણ ભરાયો, જાણો અન્ય મોટા IPOની સરખામણીએ Jio ક્યાં ઊભું છે

Jio Platforms IPO: માત્ર 100 મિનિટમાં સંપૂર્ણ છલકાયો, મેગા ઈશ્યૂમાં સૌથી ઝડપી ભરાવાનો વિક્રમ બન્યો

Jio Platforms IPO: આજથી ખુલ્યો Jioનો IPO, અરજી પહેલાં જાણો GMP અને 10 મહત્વની વિગતો

HD Fire Protect Listing: IPO 24% મજબૂત પ્રીમિયમ સાથે BSE, NSE પર લિસ્ટ થયો

IPO Update: આજે કયો IPO ખુલશે અને કયામાં અરજીની છેલ્લી તક મળશે





