IPO માર્કેટમાં મોટો ધમાકો! આ સપ્તાહે Jio Platforms અને Paras Healthcareના IPO માટે તૈયાર રહો
Jio Platforms vs Paras Healthcareના IPO 21 ઓક્ટોબરે ખુલશે અને 23 ઓક્ટોબરે બંધ થશે. બંનેનું લિસ્ટિંગ 28 ઓક્ટોબરે થવાની શક્યતા છે. Jio Platforms ₹30,213 કરોડ અને Paras Healthcare ₹1,450 કરોડ એકત્ર કરશે, ત્યારે જાણો લોટ સાઇઝ, લિસ્ટિંગ તારીખ અને કેટલા રૂપિયા જોઈશે તેની સંપૂર્ણ વિગતો.

શૅરબજારમાં IPO મારફત રોકાણ કરનારા માટે આ સપ્તાહ વિશેષ છે. આ સપ્તાહે બે મોટી કંપનીઓ તેમના IPO લઈને આવી રહી છે, તેમાં રિલાયન્સ જૂથની જિયો પ્લેટફોર્મ્સ અને હોસ્પિટલ ચલાવતી પારસ હેલ્થકેરનો સમાવેશ થાય છે. જિયો પ્લેટફોર્મ્સનો IPO અત્યાર સુધીમાં દેશની સૌથી મોટી પબ્લિક ઓફર બની શકે છે. બીજીબાજુ પારસ હેલ્થકેર પણ શૅરબજારમાંથી જંગી ભંડોળ એકત્ર કરવાની તૈયારીમાં છે. બંને IPO એક જ દિવસે ખૂલશે અને તેમાં રોકાણ કરવા માટે ત્રણ દિવસનો સમય મળશે.
જિયો પ્લેટફોર્મ્સનો IPO
રિલાયન્સ જૂથની જિયો પ્લેટફોર્મ્સનો IPO 21 ઓક્ટોબર 2026ના રોજ ખૂલશે અને 23 ઓક્ટોબર સુધી રોકાણકારો તેમાં અરજી કરી શકશે. કંપની આ IPO મારફત રૂ. 30,213 કરોડ એકત્ર કરવાની તૈયારી છે. રકમની દૃષ્ટિએ આ IPO દેશનો અત્યાર સુધીનો સૌથી મોટો IPO બનશે. કંપની IPO મારફત સંપૂર્ણપણે નવા શૅર જારી કરશે. IPOમાં વર્તમાન શૅરધારકો તરફથી કોઈ શૅર વેચવામાં નહીં આવે. કંપનીએ IPO માટે પ્રતિ શૅર રૂ. 1,065થી રૂ. 1,119ની પ્રાઈસ બેન્ડ તૈયાર કરી છે. રોકાણકારોએ આ દાયરામાં શૅરો માટે બોલી લગાવવાની રહેશે.
જિયોના IPOમાં ઓછામાં ઓછું કેટલું રોકાણ કરી શકાશે ?
જિયો પ્લેટફોર્મ્સના IPOમાં એક લોટમાં 12 શૅર છે. નાના રોકાણકારો માટે ઓછામાં ઓછા એક લોટ માટે અરજી કરવાની રહેશે. ઉપરની પ્રાઈસ બેન્ડની દૃષ્ટિએ તેના માટે રૂ. 13,428ની જરૂર પડશે. રિટેલ રોકાણકારો મહત્તમ 14 લોટ એટલે કે 168 શૅરો માટે અરજી કરી શકે છે. તેના માટે રૂ. 1,87,992 લગાવવાના રહેશે. રિલાયન્સના પાત્ર કર્મચારીઓને IPOમાં પ્રતિ શૅર રૂ. 54ની છૂટ મળશે. જિયો પ્લેટફોર્મ્સના IPOમાં ઓછામાં ઓછા 35 ટકા હિસ્સો રિટેલ રોકાણકારો માટે રખાયો છે. જ્યારે ઓછામાં ઓછો 15 ટકા હિસ્સો બિન-સંસ્થાગત રોકાણકારો (NII) અને મહત્તમ 50 ટકા હિસ્સો યોગ્ય સંસ્થાગત ખરીદદારો (QIB) માટે નિર્ધારિત કરાયો છે.
જિયોના શૅરનું લિસ્ટિંગ ક્યારે?
જિયો પ્લેટફોર્મ્સના IPOમાં શૅરોની ફાળવણી 26 ઓક્ટોબરે થવાની આશા છે. જે રોકાણકારોને શૅર મળશી તેઓ 28 ઓક્ટોબરથી તેમાં કારોબાર કરી શકશે. કંપનીના શૅર બીએસઈ અને એનએસઈ બંને પર 28 ઓક્ટોબરે લિસ્ટ થશે. IPOનું સંચાલન કોટક મહિન્દ્રા કેપિટલ કરી રહી છે જ્યારે કેફિન ટેક્નોલોજીસ તેની રજિસ્ટ્રાર છે.
જિયો પ્લેટફોર્મ્સનો કારોબાર
જિયો પ્લેટફોર્મ્સની સ્થાપના નવેમ્બર 2019માં થઈ હતી. તે રિલાયન્સ જૂથની ડિજિટલ અને ટેક્નોલોજી કંપની છે. તેનો સૌથી મુખ્ય બિઝનેસ ટેલીકોમ સેવાઓ સાથે સંકળાયેલ છે. કંપનીની સબસિડરી રિલાયન્સ જિયો ઈન્ફોકોમ દેશભરમાં મોબાઈલ અને ઈન્ટરનેટ સેવાઓ આપે છે. જૂન 2026ના અંત સુધીમાં તેના અંદાજે 53.33 કરોડ ગ્રાહક હતા. ટેલિકોમ ઉપરાંત કંપની ડિજિટલ મનોરંજન, ક્લાઉડ સ્ટોરેજ, સ્માર્ટ હોમ,આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને વેપાર-ઉદ્યોગો માટે ડિજિટલ સેવાઓ પણ ઉપલબ્ધ કરાવે છે. કંપનીનું ધ્યાન ભારતમાં વધતી ઈન્ટરનેટ અને ડિજિટલ સેવાઓની માગનો લાભ ઉઠાવવા પર છે.
પારસ હેલ્થકેરનો IPO કેટલો મોટો છે?
જિયો પ્લેટફોર્મ્સની સાથે જ પારસ હેલ્થકેરનો IPO પણ 21 ઓક્ટોબરે ખુલશે. તેમાં રોકાણકારો 23 ઓક્ટોબર સુધી અરજી કરી શકશે. પારસ હેલ્થકેર આ IPO મારફત કુલ રૂ. 1,450 કરોડ એકત્ર કરવાની તૈયારીમાં છે. તેમાં 500 કરોડ રૂપિયાના નવા શૅર જારી કરાશે જ્યારે 950 કરોડ રૂપિયાના શૅર વર્તમાન શૅરધારકો વેચશે. એટલે કે IPOમાંથી એકત્ર થનારી સંપૂર્ણ રકમ કંપનીને નહીં મળે. નવા શૅર જારી કરવાથી મળનારી રકમ કંપની પાસે જશે, જ્યારે જૂના શૅરોના વેચાણથી મળનારા રૂપિયા તેને વેચનારા શૅરધારકોને મળશે. કંપનીએ IPO માટે પ્રતિ શૅર રૂ. 660થી 693ની પ્રાઈસ બેન્ડ નક્કી કરી છે.
પારસ હેલ્થકેરના IPOમાં કેટલા રૂપિયા લગાવવા પડશે?
પારસ હેલ્થકેરના IPOમાં એક લોટર 21 શૅરનો છે. ઉપરની પ્રાઈસ બેન્ડની દૃષ્ટિએ નાના રોકાણકારોને ઓછામાં ઓછા રૂ. 14,553 રોકવા પડશે. રિટેલ રોકાણકારો મહત્તમ 13 લોટ એટલે કે 273 શૅરો માટે અરજી કરી શકે છે, તેના માટે કુલ 1,89,189 રૂપિયાની જરૂર પડશે. આ IPOમાં ઓછામાં ઓછા 10 ટકા હિસ્સો રિટેલ રોકાણકારો અને 15 ટકા હિસ્સો બિનસંસ્થાગત રોકાણકારો (NII) માટે રખાયો છે. યોગ્ય સંસ્થાગત રોકાણકારો (QIB) માટે મહત્મ 75 ટકા હિસ્સો નિશ્ચિત કરાયો છે.
પારસ હેલ્થકેરના શૅર ક્યારે લિસ્ટ થશે?
પારસ હેલ્થકેરના IPOમાં શૅરોની ફાળવણી 26 ઓક્ટોબરે થવાની આશા છે. કંપનીના શૅર 28 ઓક્ટોબરે બીએસઈ અને એનએસઈ પર લિસ્ટ થઈ શકે છે. આ IPOની મુખ્ય સંચાલક જેએમ ફાઈનાન્સિયલ છે જ્યારે એમયુએફજી ઈનટાઈમ ઈન્ડિયા તેની રજિસ્ટ્રાર છે.
પારસ હેલ્થકેર શેનો કારોબાર કરે છે?
પારસ હેલ્થકેરની સ્થાપના 1987માં થઈ હતી. કંપની ‘પારસ હેલ્થ’ બ્રાન્ડ હેઠળ હોસ્પિટલ ચલાવે છે. તેનો કારોબાર મુખ્યરૂપે ઉત્તર ભારત, બિહાર અને ઝારખંડમાં ફેલાયેલો છે. જૂન 2026ના અંત સુધીમાં કંપનીની આઠ હોસ્પિટલ હતી, જેમાં કુલ 2,211 બેડની ક્ષમતા હતી. તેની હોસ્પિટલો ગુરુગ્રામ, પંચકૂલા, પટના, દરભંગા, કાનપુર, ઉદયપુર, રાંચી અને શ્રીનગરમાં છે. કંપની મુખ્યરૂપે હૃદયની બીમારીઓ, કેન્સર, હાડકા અને કિડનીની સારવર પર વિશેષ ધ્યાન આપે છે. નાણાકીય વર્ષ 2026માં કંપનીની આવકમાં અંદાજે 75.3 ટકા હિસ્સો આ મુખ્ય તબીબી સેવાઓનો હતો.
પારસ હેલ્થકેર તેની હોસ્પિટલોનું નેટવર્ક વધારવાની પણ તૈયારી કરી રહી છે. કંપની ગુરુગ્રામમાં 300 બેડ અને લુધિયાણામાં 500 બેડવાળી નવી હોસ્પિટલો ખોલવાની યોજના પર કામકરી રહી છે. ત્યાર પછી માર્ચ 2028 સુધીમાં કુલ ક્ષમતા વધારીને 3,011 બેડ થવાની આશાછે.
આ પણ જાણો
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

Jio IPOની ઈવેન્ટમાં અનંત અંબાણીએ Kubera Nowને પાઠવી ખાસ શુભેચ્છા

Jio IPO: નિષ્ણાતો કેમ છે આશાવાદી? રોકાણ પહેલાં વેલ્યુએશન અને જોખમો સમજવાની સલાહ

Jio IPOને કેમ મળી શકે મજબૂત પ્રતિસાદ? રમેશ દામાણીએ ગણાવી 3 મોટી તાકાત

Jio IPOનો ક્રેઝ વધ્યો! GMP 84% ઊછળી ₹230 થયો, 21 ઑક્ટોબરથી ખુલશે ઇશ્યૂ

HD Fire Protect IPO: 132 ગણો સબ્સ્ક્રાઇબ, આજે એલોટમેન્ટ

IPO Update: આજે કયો IPO ખુલશે અને કયામાં અરજીની છેલ્લી તક મળશે

Bonfiglioli Transmissionના IPOને એન્કર બૂસ્ટ, 73 રોકાણકારોએ લગાવ્યા ₹759 કરોડ





