IPO GMP: IPOમાં કમાણીની તક? Jio સહિત 5 ઇશ્યૂના GMPમાં જોરદાર ઉછાળો, એકની GMP તો 71% પાર
Jio સહિત 5 IPOને લઈને ગ્રે માર્કેટમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. Tonbo Imagingમાં સૌથી વધુ 71%થી વધુ પ્રીમિયમના સંકેત છે. Bonfiglioliમાં 30%, Jio Platformsમાં 19%, Zetwerkમાં 14.57% અને Sahajanand Medicalમાં 12.79% જેટલા પ્રીમિયમના સંકેત મળી રહ્યા છે.

IPO બજારમાં હાલમાં જોરદાર ધમધમાટ જોવા મળી રહ્યો છે. 15 ઓક્ટોબરે ચાર IPO સબ્સ્ક્રિપ્શન માટે ખુલ્યા છે, જ્યારે Jio Platformsનો બહુપ્રતીક્ષિત IPO 21 ઓક્ટોબરે ખુલવાનો છે. ખાસ વાત એ છે કે ગ્રે માર્કેટમાં આ પાંચેય IPOને લઈને સકારાત્મક માહોલ જોવા મળી રહ્યો છે. જોકે GMPમાં ઝડપથી ફેરફાર થઈ શકે છે અને તે સત્તાવાર બજારનો ભાગ નથી.
Jio Platforms IPOની GMP ₹216ને પાર
Jio Platformsનો IPO 21થી 23 ઓક્ટોબર સુધી ખુલશે. કંપનીએ ₹1,065થી ₹1,119 પ્રતિ શેર પ્રાઈઝ બેન્ડ નક્કી કરવામાં આવી છે અને ઇશ્યૂનું કદ આશરે ₹30,213 કરોડ રહેવાનો અંદાજ છે. હાલ Jio Platforms IPOની GMP ₹216 છે. ઉપરના ભાવ ₹1,119ની સરખામણીએ આ આશરે 19.30% પ્રીમિયમ દર્શાવે છે. આ આધારે ગ્રે માર્કેટમાં સંભવિત લિસ્ટિંગ ભાવ આશરે ₹1,335 માનવામાં આવી રહ્યો છે.
Tonbo Imaging Indiaમાં 71% લિસ્ટીંગ ગેઈનનો સંકેત
Tonbo Imaging Indiaનો IPO 15થી 19 ઓક્ટોબર સુધી ખુલ્લો રહેશે. તેનો પ્રાઇસ બેન્ડ ₹665થી ₹700 પ્રતિ શેર છે અને ઇશ્યૂનું કદ ₹852.18 કરોડ છે. ગ્રે-માર્કેટમાં તેની GMP ₹500 છે. ઉપરના પ્રાઇસ બેન્ડ સામે આ આશરે 71.43% પ્રીમિયમ દર્શાવે છે. તે આધારે સંભવિત લિસ્ટિંગ ભાવ આશરે ₹1,200 થાય છે. આ ઇશ્યૂ સંપૂર્ણપણે ઓફર ફોર સેલ છે, એટલે મળતી રકમ કંપનીને નહીં પરંતુ હાલના શેરધારકોને જશે.
Bonfiglioli Transmissions: 30%થી વધુ પ્રીમિયમ
Bonfiglioli Transmissionsનો IPO પણ 15થી 19 ઓક્ટોબર સુધી ખુલ્લો છે. તેનો પ્રાઇસ બેન્ડ ₹558થી ₹586 છે અને ઇશ્યૂનું કદ ₹2,533.66 કરોડ છે. Grey Marketમાં તેનો GMP ₹178 છે, જે ઉપરના પ્રાઇસ બેન્ડ સામે આશરે 30.38% પ્રીમિયમ દર્શાવે છે. આ આધારે સંભવિત લિસ્ટિંગ ભાવ લગભગ ₹764 થાય છે.
Zetwerk: GMP ₹22
Zetwerk Manufacturingનો IPO 15થી 19 ઓક્ટોબર સુધી ખુલ્લો રહેશે. તેનો પ્રાઇસ બેન્ડ ₹143થી ₹151 છે અને ઇશ્યૂનું કદ ₹5,012.33 કરોડ છે. હાલ IPOની GMP ₹22 છે, જે ઉપરના પ્રાઇસ બેન્ડ સામે આશરે 14.57% પ્રીમિયમ દર્શાવે છે. આ આધારે સંભવિત લિસ્ટિંગ ભાવ આશરે ₹173 ગણાય છે.
Sahajanand Medical Technologies: 12.79% પ્રીમિયમ
Sahajanand Medical Technologiesનો IPO પણ 15થી 19 ઓક્ટોબર સુધી સબ્સ્ક્રિપ્શન માટે ખુલ્લો છે. તેનો પ્રાઇસ બેન્ડ ₹327થી ₹344 છે અને ઇશ્યૂનું કદ ₹475.48 કરોડ છે. Grey Marketમાં તેનો GMP ₹44 છે, જે ઉપરના પ્રાઇસ બેન્ડ સામે આશરે 12.79% પ્રીમિયમ દર્શાવે છે. આ મુજબ સંભવિત લિસ્ટિંગ ભાવ લગભગ ₹388 થાય છે.
માત્ર GMP જોઈને IPO ન ભરો
ગ્રે માર્કેટ પ્રીમિયમમાં ઝડપથી ફેરફાર થવો સામાન્ય છે. લિસ્ટિંગનો વાસ્તવિક ભાવ GMPના સંકેતથી અલગ પણ હોઈ શકે છે. એટલે GMPને ટૂંકા ગાળાના બજારના ઉત્સાહનો સંકેત તરીકે જોવી જોઈએ. રોકાણનો નિર્ણય કંપનીના નાણાકીય પ્રદર્શન, મૂલ્યાંકન, બિઝનેસ મોડેલ અને જોખમોને ધ્યાનમાં રાખીને લેવો યોગ્ય છે.
આ પણ જુઓ
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

Jio IPO: 21 ઓક્ટોબરે ખુલશે IPO, GMP ₹219ને પાર; જાણો પ્રાઈઝ બેન્ડથી લઈ તમામ વિગતો

Paras Healthcare IPO: 21 ઑક્ટોબરથી રોકાણની તક; પ્રાઇસ બેન્ડ જાણો

ગ્રે માર્કેટમાં HD Fire Protectની બોલબાલા, ₹89 GMP સાથે IPOની માંગમાં ઉછાળો

Zetwerk IPOની ધમાકેદાર શરૂઆત! લિસ્ટિંગ પહેલાં જ ₹2,251 કરોડનું રોકાણ, GMP 14.57%

IPO Update: આજે કયો IPO ખુલશે અને કયામાં અરજીની છેલ્લી તક મળશે

Jio Platformsએ RHP ફાઇલ કર્યું, 21 ઓક્ટોબરે ખુલશે મેગા IPO

HD Fire Protect IPO બીજા દિવસે 7.72 ગણો ભરાયો, NII કેટેગરીમાં 21 ગણી માંગ





