KuberaNowLogo
Thursday, 15/10/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

Zetwerk IPOની ધમાકેદાર શરૂઆત! લિસ્ટિંગ પહેલાં જ ₹2,251 કરોડનું રોકાણ, GMP 14.57%

Zetwerk Manufacturingનો ₹5,012.33 કરોડનો IPO આજે એટલે કે 15 ઓક્ટોબરે ખુલ્યો છે. કંપનીએ એન્કર રોકાણકારો પાસેથી ₹2,251.23 કરોડ એકત્ર કર્યા છે. IPO માટે ₹143-₹151નો પ્રાઇસ બેન્ડ નક્કી કરાયો છે, જ્યારે ગ્રે માર્કેટમાં શેર 14.57% પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યો છે.

desk@kuberanowPublished On : 15 Oct 2026
Zetwerk IPO
Zetwerk IPO AI Generated Image

ટેકનોલોજી આધારિત મેન્યુફેક્ચરિંગ પ્લેટફોર્મ Zetwerk Manufacturingનો મેગા IPO આજે રોકાણકારો માટે ખુલ્યો છે. ₹5,012.33 કરોડના આ ઇશ્યૂમાં કંપનીએ IPO ખુલતા એક દિવસ પહેલાં જ એન્કર રોકાણકારો પાસેથી ₹2,251.23 કરોડ એકત્ર કર્યા છે. વૈશ્વિક રોકાણકારો, સોવેરિન વેલ્થ ફંડ્સ, મ્યુચ્યુઅલ ફંડ્સ અને વીમા કંપનીઓની ભાગીદારી વચ્ચે હવે IPOના સબસ્ક્રિપ્શન પર બજારની નજર રહેશે.


₹2,251 કરોડની એન્કર બુક, મોટા રોકાણકારોની ભાગીદારી

Zetwerkએ 99 ફંડ્સને ₹151 પ્રતિ શેરના ભાવે કુલ 14.91 કરોડ ઇક્વિટી શેર ફાળવ્યા છે. એન્કર બુકમાં BlackRock, Goldman Sachs, Nomura, Capital Group, First Sentier Investors, Societe Generale અને Eastspring Investments India Fund જેવા વૈશ્વિક રોકાણકારો સામેલ થયા છે. આ ઉપરાંત Norway Government Pension Fund Global અને Abu Dhabi Investment Authority (ADIA) જેવા સોવેરિન વેલ્થ ફંડ્સે પણ ભાગ લીધો છે. SBI Mutual Fund, ICICI Prudential AMC, HDFC AMC, Mirae Asset Mutual Fund, Tata AMC અને UTI AMC સહિતના સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સે પણ એન્કર બુકમાં ભાગ લીધો છે.


₹5,012 કરોડનો IPO, 19 ઓક્ટોબરે થશે બંધ

Zetwerk Manufacturingનો IPO 15 ઓક્ટોબરે ખુલ્યો છે અને 19 ઓક્ટોબરે બંધ થશે. કંપનીએ શેર માટે ₹143થી ₹151નો પ્રાઇસ બેન્ડ નક્કી કર્યો છે અને લોટ સાઇઝ 99 શેરની છે. ઇશ્યૂમાં ₹2,830 કરોડના નવા શેર જારી કરવામાં આવશે, જ્યારે ₹2,182.33 કરોડનો OFS રહેશે. OFSમાં પ્રમોટર ગ્રૂપ એન્ટિટી Creovate Innovation, કો-ફાઉન્ડર અમૃત આચાર્ય અને શ્રીનાથ રામકૃષ્ણન ઉપરાંત Peak XV Partners, Accel, Lightspeed Venture અને K Capital જેવા રોકાણકારો શેર વેચશે. IPOનું અલોટમેન્ટ 21 ઓક્ટોબરે ફાઇનલ થઈ શકે છે. 20 ઓક્ટોબરે દશેરાની બજાર રજા હોવાથી કંપનીના શેર 23 ઓક્ટોબરે NSE અને BSE પર લિસ્ટ થવાની સંભાવના છે.


કંપની શું કરે છે અને IPOના પૈસાનો ઉપયોગ ક્યાં થશે?

Zetwerk અગાઉ ડિજિટલ માર્કેટપ્લેસ તરીકે શરૂ થઈ હતી અને હવે મેન્યુફેક્ચરર્સને ગ્રાહકો સાથે જોડતું એન્ડ-ટુ-એન્ડ ઇન્ડસ્ટ્રિયલ મેન્યુફેક્ચરિંગ પ્લેટફોર્મ બની ગયું છે. કંપની વિવિધ ક્ષેત્રો માટે કસ્ટમ-બિલ્ટ કમ્પોનન્ટ્સના એન્જિનિયરિંગ, ઉત્પાદન, ગુણવત્તા નિયંત્રણ અને ડિલિવરીનું સંચાલન કરે છે. તેના ઉત્પાદનોમાં લેપટોપ, હિયરેેબલ્સ, વેરેબલ્સ અને IT હાર્ડવેરનો સમાવેશ થાય છે. કંપની નવા શેરમાંથી મળનારી રકમનો ઉપયોગ પોતાના અને સબ્સિડિયરીઝના દેવાની ચુકવણી, અગાઉથી નક્કી ન થયેલા અધિગ્રહણો, અન્ય વ્યૂહાત્મક રોકાણો અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરશે. એપ્રિલ-જૂન 2026 ક્વાર્ટરમાં કંપનીની આવક ₹4,195.70 કરોડ અને ચોખ્ખી ખોટ ₹732.98 કરોડ રહી હતી. આ સમયગાળા દરમિયાન કંપની પર ₹1,942.19 કરોડનું દેવું હતું. નાણાકીય વર્ષ 2025-26માં આવક 40% વધીને ₹16,100.63 કરોડ થઈ હતી, જ્યારે ચોખ્ખી ખોટ ₹1,606.17 કરોડ રહી હતી.


ગ્રે માર્કેટમાં 14.57% પ્રીમિયમ

Zetwerkના શેરને ગ્રે માર્કેટમાં પણ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ઉપલબ્ધ માહિતી મુજબ શેર 14.57% પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યો છે. જોકે, ગ્રે માર્કેટ અનધિકૃત બજાર છે અને IPOની વાસ્તવિક લિસ્ટિંગ કિંમતનું નિશ્ચિત સૂચક નથી. IPOમાં 75% હિસ્સો QIB માટે, 10% રિટેલ રોકાણકારો માટે અને 15% NII માટે અનામત રાખવામાં આવ્યો છે.


આ પણ વાંચો : Power Sectorમાં ફરી સંકટના એંધાણ! 4 વર્ષના તળિયે કોલસાનો સ્ટોક, માર્ચથી અછતનો ખતરો

આ પણ જુઓ:


Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn