મધ્યપૂર્વની અનિશ્ચિતતા અને ક્રૂડમાં ઉછાળાથી બીએસઇ સેન્સેક્સ 493 પોઇન્ટ ઘટ્યો
મધ્યપૂર્વની અનિશ્ચિતતાની વૈશ્વિક બજારો પર વિપરીત અસર

અમદાવાદઃ મધ્ય એશિયામાં શાંતિ સ્થાપવાને લઈ અનિશ્ચિતતાના કારણે ખાડી સંકટ વધુ ઘેરું બનવાની સંભાવનાના કારણે ક્રૂડ ઓઇલ 91 ડોલરને સ્પર્શતા એશિયાઈ અને યુરોપીયન બજારની નરમાઈએ ભારતીય બજાર પર પણ અસર પાડી હતી.
એશિયામાં નિક્કી લગભગ અઢી ટકા અને કોસ્પી દોઢ ટકા જેવો ઘટતો બીએસઇ સેન્સેક્સ દિવસના અંતે 492.70 પોઇન્ટ ઘટીને 77,235.06 પર બંધ આવ્યો હતો. જ્યારે એનએસઇનો નિફ્ટી 50 132.75 પોઇન્ટ ઘટીને 24,154.90 પર બંધ આવ્યો હતો.
નબળા સંકેતોના પગલે સેન્સેક્સ 300 પોઇન્ટ નીચામાં જ ખૂલ્યો હતો, પરંતુ નીચલા સ્તરે ખરીદી જોવા મળતાં બજારમાં વધુ ઘટાડો અટક્યો હતો. સેન્સેક્સના 30માંથી 22 શેર ઘટ્યા હતા. જ્યારે નિફ્ટીના 50માંથી 10 શેર વધ્યા હતા અને બાકીના ઘટ્યા હતા.
બીએસઇના લગભગ બધા જ મહત્વના ઇન્ડાઇસીસ એટલે કે સૂચકાંક ઘટ્યા હતા, પરંતુ બીએસઇ ફોકસ્ડ આઇટી ઇન્ડેક્સ સૌથી વધુ 687.89 પોઇન્ટ ઘટ્યો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સ્ચેન્જ પર કુલ 1,558 શેર વધ્યા હતા અને 1,924 શેર ઘટ્યા હતા. આ સિવાય બીએસઇ સેન્સેક્સ નેક્સ્ટ 50 388.98 પોઇન્ટ, બીએસઈ બેન્કેક્સ 352.93 પોઇન્ટ, બીએસઇ સેન્સેક્સ 50 પોઇન્ટ ઘટ્યા હતા.
બજાર નિષ્ણાતોનું કહેવું છે કે જો મધ્યપૂર્વની સ્થિતિમાં સુધારો ન થયો તો બજારમાં ઘટાડાને આગળ વધતાં કોઈ નહીં રોકી શકે. મધ્યપૂર્વની સ્થિતિ ખરાબ રહેવાના કારણે ક્રૂડ ઓઇલના ભાવ પણ 80થી 90 ડોલરની રેન્જમાં જળવાય તેવી સંભાવના છે. ક્રૂડ ઓઇલના ભાવ ઊંચા સ્તરે જળવાઈ રહેવાના કારણે ભારતીય અર્થતંત્ર પર તેની વિપરીત અસર પડી શકે છે. રિઝર્વ બેન્કે પણ ભારતીય અર્થતંત્રની વૃદ્ધિનો અંદાજ ઘટાડવો પડી શકે તેમ છે. આ ઉપરાંત વર્તમાન સંજોગો જળવાયેલા રહ્યાં તો રિઝર્વ બેન્ક અંતિમ ક્વાર્ટરમાં વ્યાજના દરમાં વધારો કરે તો કોઈને આશ્ચર્ય નહીં થાય.
Also Read

Merger News: JSW Steelમાં આ કંપનીનું મર્જર પાક્કું, 156 શેર સામે મળશે 10 શેર

આઇટી શેરોમાં આવેલી તેજીએ ટોચની 10 IT કંપનીઓના સંયુક્ત બજારમૂલ્યમાં 30 અબજ ડોલર ઉમેર્યા

NEWS IN BRIEF: ગ્લોબલ ડિફેન્સ IPOથી Polycabના Q2 સુધીના મોટા અપડેટ

SEBIના AIF નિયમોમાં મોટો ફેરફાર: ₹5 કરોડના Securities Exposureથી Accredited Investor બનવાનો નવો વિકલ્પ

સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ Yes Bankનો શેર 2 દિવસમાં 17% તૂટ્યો

નિફ્ટી ITમાં છેલ્લા 18 વર્ષમાં સૌથી મોટો સાપ્તાહિક 11.5%નો વધારો

IT શેરોમાં જળવાયેલી તેજીના લીધે BSE Sensex 413 પોઇન્ટ વધ્યો, નિફ્ટી50 149 પોઇન્ટ વધ્યો




