એઆઈની વૃદ્ધિની ઝડપ ઘટાડવાની અપીલથી આઇટી શેરોમાં તેજીઃ 1.1 લાખ કરોડનું મૂલ્ય ઉમેરાયું
મંગળવારના પ્રારંભમાં જ આ ત્રણ ટોચની કંપનીઓના બજારમૂલ્યમાં ગણતરીના કલાકોમાં 85,000 કરોડનો ઉમેરો થયો હતો. નિફ્ટીમાં સામેલ અન્ય આઇટી શેરોના ભાવમાં પણ વધારો થયો હતો.

અમદાવાદઃ ભારતીય આઇટી શેરોની આગેવાની હેઠળ બજાર ઉચકાયુ હતું. ઇન્ફોસિસ, ટાટા કન્સલ્ટન્સી સર્વિસિઝ (ટીસીએસ) અને એચસીએલ ટેક આ રેલીના મજબૂત દાવેદારો છે. ટેકનોલોજી શેરોમાં ચાલેલી રેલીના લીધે આ તેમના બજારમૂલ્યમાં 1.1 લાખ કરોડનો ઉમેરો થયો છે. મંગળવારના પ્રારંભમાં જ આ ત્રણ ટોચની કંપનીઓના બજારમૂલ્યમાં ગણતરીના કલાકોમાં 85,000 કરોડનો ઉમેરો થયો હતો. નિફ્ટીમાં સામેલ અન્ય આઇટી શેરોના ભાવમાં પણ વધારો થયો હતો.
એઆઈ કંપનીના વડાએ આ સેક્ટરનો વૃદ્ધિદર ધીમો કરવાની અપીલ કરવાના પગલે આઇટી શેરમાં આ વધારો નોંધાયો હતો. આના પગલે આશા બંધાઈ હતી કે પરંપરાગત સોફ્ટવેર અને આઉટસોર્સિંગ બિઝનેસને હવે વધારે સમય મળશે. તેના પરિણામે અમેરિકામાં લિસ્ટેડ ઇન્ફોસિસ અને વિપ્રોના એડીઆર પણ 4.8 ટકા અને 5.5 ટકા વધ્યા હતા.
સોમવારના વોલસ્ટ્રીટ સેશનમાં પણ અમેરિકા સ્થિત સોફ્ટવેર સર્વિસ પ્રોવાઇડરો કોગ્નિઝન્ટ, એક્સેન્યોર અને સર્વિસનાઉના શેર છ અને સાત ટકાના દરે વૃદ્ધિ પામ્યા હતા. એન્થ્રોપિકના સીઇઓ ડારિયો એમોડોઈએ જણાવ્યું હતું કે એઆઈના ડેવલપમેન્ટની સ્પીડ ઘટાડવામાં આવે અને તેને વધુને વધુ પ્રમાણમાં બજાર સાથે જોડાય તે રીતના અને વધારે સલામત હોય તથા કોઈને નુકસાન ન કરે તેવા હોય તે રીતે બનાવવામાં આવે. તેમની વાતને ઓપનએઆઈ સેમ ઓલ્ટમેન અને ગ્રોકના સીઇઓ ઇલોન મસ્કે પણ સમર્થન આપ્યું હતું.
એઆઈના લીધે પરંપરાગત ટેકનોલોજી અને આઉટસોર્સિંગની અસર પડી હોય તો તે સીધી ભારતના આઇટી શેરો પર પડી હતી. ટાટા કન્સલ્ટન્ટી સર્વિસિઝ અને ઇન્ફોસિસે 2024ની ટોચ પછી 226 અબજ ડોલરનું બજારમૂલ્ય ગુમાવ્યું હતું. હવે એઆઈ ડેવલપમેન્ટની ઝડપ ઘટાડવાની વાત ભારતીય આઇટી સેક્ટરની કંપનીઓ માટે રાહતના સમાચાર લઈને આવી છે.
નિફ્ટી આઇટી ઇન્ડેક્સ તેની વિક્રમજનક ઊંચી સપાટીથી લગભગ 37 ટકા ઘટ્યો હતો. એચસીએલ ટેક સહિતની આઇટી કંપનીઓના શેરોના ભાવ મંગળવારની રેલી છતાં 20થી 35 ટકા ઘટ્યા હતા.
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Advertisement by KuberaNow
Market
See more- PNC Infratechના શેરમાં 20%નો કડાકો, 3 વર્ષ માટે NHAI-MoRTHના નવા ટેન્ડરથી પ્રતિબંધ
- Non Ferrous Metals : નોન ફેરસ ધાતુઓમાં તેજીના પવન, જસતના ભાવ ચાર વર્ષની ટોચે
- સેન્સેક્સની રોલર કોસ્ટર રાઇડ, દિવસની ટોચથી 1,400 પોઇન્ટ ઘટીને બંધ આવ્યો
- ટોચના હોદ્દાની કટોકટી ખતમ થવાની અટકળોએ HDFC બેન્ક તળિયેથી ત્રણ ટકા ઉચકાયો
Economy
See more
Advertisement by KuberaNow
Personal Finance
See moreMORNING BRIEF
Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.
- 24,000+ readers
- Daily 7:30 AM
