BSE સેન્સેક્સ 326 પોઇન્ટ ઘટીને બંધ, બજારમાં અવિરત ધોરણે જારી ઘટાડો
બીએસઇ સેન્સેક્સ 326 પોઇન્ટ ઘટી 76,910 અને નિફ્ટી 77 પોઇન્ટ ઘટી 24,078 પર બંધ

મુંબઈઃ વૈશ્વિક સ્તરે વણસતી જતી ભૂરાજકીય અને આર્થિક સ્થિતિની અસર ભારતીય બજાર પણ અનુભવાઈ હતી. તેના પગલે ભારતીય બજારે ઘટાડો જારી રાખતા BSE સેન્સેક્સ 326 પોઇન્ટ ઘટીને 76,910 પોઇન્ટ પર બંધ આવ્યો હતો, જ્યારે નિફ્ટી 77 પોઇન્ટ ઘટીને 24,078 પોઇન્ટ પર બંધ આવ્યો હતો.
નિફ્ટી જો કે 24 હજારની મનોવૈજ્ઞાનિક સપાટી પર બંધ આવવામાં સફળ રહ્યો હતો, પરંતુ બજારની બ્રેડ્થ નબળી હતી. નિફ્ટીના 34 શેર ઘટીને બંધ આવ્યા હતા અને એડવાન્સ-ડેક્લાઇન રેશિયો 2:1નો હતો. ઇન્ફોર્મેશન ટેકનોલોજી (આઇટી), કેપિટલ ગૂડ્સ અને ડિફેન્સના શેરો દબાણ હેઠળ હતા, જ્યારે નાણાકીય કામગીરી ઘણી સારી રહી છે.
સીએલએસએએ મોટાભાગના લાર્જ-કેપને ડાઉનગ્રેડ કરતાં મોટાભાગના આઇટી શેરો દિવસના પ્રારંભમાં વધારા સાથે ખૂલ્યા પછી ઘટ્યા હતા. બજારમાં સૌથી વધુ ઘટ્યા હોય તો કેપિટલ ગૂડ્સના શેરો ઘટ્યા હતા. તેમા હિટાચી અને સીજી પાવરે નોંધપાત્ર ઘટાડો નોંધાવ્યો હતો. આ ઉપરાંત ડિફેન્સ સેક્ટરના શેરો પણ ઘટ્યા હતા. ભારત ડાયનેમિક્સ લિમિટેડ ત્રણ ટકા ઘટ્યો હતો. તે ટોચનો મિડકેપ લૂઝર હતો.
પેજ ઇન્ડસ્ટ્રીઝના શેરે પણ ઘટાડો જારી રાખ્યો હતો અને તેણે બુધવારે ત્રણ ટકા ઘટાડો નોંધાવ્યો હતો. આ શેર છેલ્લા એક વર્ષમાં 12 ટકા ઘટ્યો છે. સોનાના ભાવમાં ઘટો થવાની સાથે ગોલ્ડ ફાઇનાન્સ કંપનીઓના શેર પણ ઘટ્યા હતા. મણપ્પુરમ ફાઇનાન્સ અને મુથૂટ ફાઇનાન્સના શેર બે ટકા ઘટ્યા હતા.
નિફ્ટીમાં સૌથી વધુ ઘટનારા શેરોમાં પાવર ગ્રિડ કોર્પોરેશન, મેક્સ હેલ્થકેર, કોલ ઇન્ડિયા, આઇટીસી અને બજાજ ફાઇનાન્સ સામેલ હતા. જ્યારે વધનારા શેરોમાં એચસીએલ ટેકનોલોજીસ, જેએસડબલ્યુ સ્ટીલ, સન ફાર્મા, એટરનલ અને વિપ્રો હતા. બ્રોડર માર્કેટ દબાણ હેઠળ હતું, તેમા મિડ કેપ ઇન્ડેક્સ 0.2 ટકા અને સ્મોલ કેપ ઇન્ડેક્સ 0.5 ટકા ઘટ્યો હતો.
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

Merger News: JSW Steelમાં આ કંપનીનું મર્જર પાક્કું, 156 શેર સામે મળશે 10 શેર

આઇટી શેરોમાં આવેલી તેજીએ ટોચની 10 IT કંપનીઓના સંયુક્ત બજારમૂલ્યમાં 30 અબજ ડોલર ઉમેર્યા

NEWS IN BRIEF: ગ્લોબલ ડિફેન્સ IPOથી Polycabના Q2 સુધીના મોટા અપડેટ

SEBIના AIF નિયમોમાં મોટો ફેરફાર: ₹5 કરોડના Securities Exposureથી Accredited Investor બનવાનો નવો વિકલ્પ

સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ Yes Bankનો શેર 2 દિવસમાં 17% તૂટ્યો

નિફ્ટી ITમાં છેલ્લા 18 વર્ષમાં સૌથી મોટો સાપ્તાહિક 11.5%નો વધારો

IT શેરોમાં જળવાયેલી તેજીના લીધે BSE Sensex 413 પોઇન્ટ વધ્યો, નિફ્ટી50 149 પોઇન્ટ વધ્યો




