KuberaNowLogo
Tuesday, 08/09/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

TOP SHARE MOVEMENT : બજાર નબળું છતાં આ શેરમાં જોરદાર ખરીદી, જાણો શું છે કારણ?

8 સપ્ટેમ્બરના કારોબારમાં 5 શેરોમાં મોટી હલચલ જોવા મળી. ESDSમાં 16%થી વધુ, HFCL અને HALમાં લગભગ 4%નો ઉછાળો આવ્યો, જ્યારે તાજેતરની મોટી તેજી બાદ PC Jeweller અને IFCIમાં નફાવસૂલી જોવા મળી.

KuberaNow
desk@kuberanowPublished On : 8 Sept 2026
WhatsAppFacebookXLinkedIn
STOCS UP
ESDS, HFCL અને HALમાં તેજીAI GENERATED

TOP SHARE MOVEMENT : 8 સપ્ટેમ્બરે ભારતીય શેરબજારમાં કાચા તેલના ઊંચા ભાવ અને પશ્ચિમ એશિયાના તણાવને કારણે દબાણ જોવા મળ્યું. જોકે આ નબળા બજાર વચ્ચે કેટલાક શેરોમાં કંપનીને લગતા ખાસ સમાચારના કારણે જોરદાર ખરીદી થઈ, જ્યારે તાજેતરમાં ઝડપથી વધેલા કેટલાક શેરોમાં નફાવસૂલી જોવા મળી.


ESDSમાં 16%થી વધુ તેજી કેમ?

ESDS Softwareનો શેર 8 સપ્ટેમ્બરના કારોબારમાં 16.07% એટલે કે ₹175.20 વધીને ₹1,265.25 સુધી પહોંચ્યો. કંપનીના શેરમાં IPO બાદથી જ જોરદાર ખરીદી જોવા મળી રહી છે. ESDSનો શેર ₹429ના IPO ભાવ સામે 4 સપ્ટેમ્બરે ₹757 પર લિસ્ટ થયો હતો અને ત્યારબાદ સતત બે સત્રમાં 20%ની અપર સર્કિટ લાગી હતી. શેરમાં તેજીને Choice Institutional Equitiesના સકારાત્મક મતથી પણ ટેકો મળ્યો છે. બ્રોકરેજે ESDS પર Buy રેટિંગ અને ₹1,550નો ટાર્ગેટ આપ્યો છે. AI ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ક્લાઉડ બિઝનેસમાં વૃદ્ધિની સંભાવનાઓને બ્રોકરેજે મુખ્ય કારણ ગણાવ્યું છે.


HFCLમાં ઓર્ડરબુકનો બૂસ્ટ

HFCLનો શેર 3.89% એટલે કે ₹9.45 વધીને ₹252.46 પર પહોંચ્યો. HFCLના શેરમાં તેજી પાછળ કંપનીની મજબૂત ઓર્ડરબુક મોટો ટ્રિગર છે. FY26માં કંપનીની ઓર્ડરબુક વાર્ષિક ધોરણે 113% વધીને ₹21,206 કરોડ થઈ છે. આ ઉપરાંત કંપનીએ તાજેતરમાં Optical Fiber Cable સપ્લાય માટે આશરે ₹2,329 કરોડનો વિદેશી ઓર્ડર મેળવ્યો છે. આથી આવનારા સમયના બિઝનેસને લઈને રોકાણકારોનો વિશ્વાસ વધ્યો છે.

STOCKS UP-DOWN


HALમાં ₹1.10 લાખ કરોડની Defence ખરીદીની અસર

HALનો શેર 3.87% એટલે કે ₹187.80 વધીને ₹5,043 સુધી પહોંચ્યો. શેરમાં તેજીનું મુખ્ય કારણ Defence Acquisition Council દ્વારા આશરે ₹1.10 લાખ કરોડના Defence Procurement Proposalને મંજૂરી આપવાનું છે. તેમાં Advanced Light Helicoptersની ખરીદી પણ સામેલ છે. CLSAના અંદાજ મુજબ HALને 138 Advanced Light Helicopters માટે આશરે ₹32,000 કરોડની તક મળી શકે છે. બ્રોકરેજે HAL પર ઓઉટપરફોર્મ રેટિંગ સાથે ₹5,481નો ટાર્ગેટ જાળવી રાખ્યો છે.


PC Jewellerમાં તેજી બાદ નફાવસૂલી

PC Jewellerનો શેર 3.30% એટલે કે ₹0.46 ઘટીને ₹13.47 પર આવ્યો. કંપનીના શેરમાં અગાઉના ત્રણ સત્રમાં લગભગ 34%ની તેજી જોવા મળી હતી. કંપની દ્વારા બેન્કનું દેવું ઝડપથી ચૂકવવાની જાહેરાત બાદ શેરમાં મોટી ખરીદી થઈ હતી. તેથી 8 સપ્ટેમ્બરે જોવા મળેલો ઘટાડો તાજેતરની મોટી તેજી બાદની નફાવસૂલી સાથે જોડાયેલો હોઈ શકે છે. સવારે પણ શેરમાં લગભગ 3%ની નબળાઈ નોંધાઈ હતી.


આ પણ વાંચો: UPI Payment: આ એક કામ કરી લેજો નહીંતર, 15 સપ્ટેમ્બરથી UPI-QR પેમેન્ટ થઇ જશે બંધ!


IFCIમાં 9% ઘટાડો કેમ?

IFCIનો શેર 9.07% એટલે કે ₹9.30 ઘટીને ₹93.21 સુધી આવ્યો. IFCIમાં છેલ્લા એક મહિનામાં NSEના પ્રસ્તાવિત IPOને લઈને ભારે ખરીદી થઈ હતી અને શેર લગભગ 30% સુધી વધ્યો હતો. પરંતુ 8 સપ્ટેમ્બરે રોકાણકારોએ નફો બુક કરતાં શેરમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો. અહેવાલ મુજબ IFCIમાં આજનો ઘટાડો તાજેતરની NSE IPO આધારિત તેજી બાદની પ્રોફિટ બુકિંગ સાથે જોડાયેલો છે.


અમારી WhatsApp ચેનલમાં જોડાવવા અહીં આપેલી લિંક પર ક્લિક કરો

https://whatsapp.com/channel/0029VbDPNhHISTkJEDTirJ16

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. શેરબજારમાં 400 પોઇન્ટનો ઘટાડો, પરંતુ ડિફેન્સ શેરો ચમક્યા
  2. Suzlon Energyને મળ્યો 200 MWનો ઓર્ડર, શેરમાં રિકવરી જોવા મળી
  3. TOP SHARE MOVEMENT : બજાર નબળું છતાં આ શેરમાં જોરદાર ખરીદી, જાણો શું છે કારણ?
  4. Gold Silver Price : સોના અને ચાંદી આજે ફરી ચમક્યા, જાણો કેટલો છે ભાવ?

Economy

See more
  1. તાંબાના ભાવમાં ઐતિહાસિક ઉછાળો, ભારતના ઉત્પાદન અને ઇન્ફ્રા પ્રોજેક્ટ્સને થશે અસર
  2. ભારત બન્યું દક્ષિણ કોરિયાની નિકાસ વૃદ્ધિનું મોટું બજાર, 8 મહિનામાં $16.8 અબજ પહોંચી
  3. BRICS Summit બનશે વૈશ્વિક રોકાણકારોનું મોટું મંચ, 500થી વધુ રોકાણકારો જોડાશે
  4. ભારતના ઉત્પાદન ક્ષેત્રની વૃદ્ધિમાં ઉત્પાદકતા બનશે મોટું બળ, 35% ભૂમિકા ભજવશે
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. 8th Pay Commission: લેવલ 7ના પેન્શનધારકોના પેન્શનમાં કેટલો થશે વધારો?
  2. UPI Payment: આ એક કામ કરી લેજો નહીંતર, 15 સપ્ટેમ્બરથી UPI-QR પેમેન્ટ થઇ જશે બંધ!
  3. EPFO મેમ્બર્સ માટે રાહતના સમાચાર, એક જ ક્લિકથી થઇ જશે એકાઉન્ટ વેરીફાઈ
  4. ફરવાનો શોખ છે તો ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ચોક્કસ લો

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM