KuberaNowLogo
Tuesday, 08/09/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

સળંગ ત્રીજા દિવસે ESDS સોફ્ટવેર સોલ્યુશન્સમાં 20 ટકા અપર સર્કિટ, જાણો કેમ?

બજારમાં મંદી અટકવાનું નામ લેતી નથી તો આ ESDS Software Solutionsમાં તેજી અટકવાનું નામ લેતી નથી.

KuberaNow
desk@kuberanowPublished On : 8 Sept 2026
WhatsAppFacebookXLinkedIn
મંગળવારના કામકાજી સત્રમાં કંપનીના શેરનો ભાવ 20 ટકાની અપર સર્કિટ સાથે રૂ. 1,289.55 પર બ્લોક થઈ ગયો. જ્યારે સોમવારે તેનો ભાવ રૂ. 1,074.65 રૂપિયા પર બંધ થયો હતો.
મંગળવારના કામકાજી સત્રમાં કંપનીના શેરનો ભાવ 20 ટકાની અપર સર્કિટ સાથે રૂ. 1,289.55 પર બ્લોક થઈ ગયો. જ્યારે સોમવારે તેનો ભાવ રૂ. 1,074.65 રૂપિયા પર બંધ થયો હતો.AI GENERATED IMAGE

મુંબઈઃ ભારતીય શેરબજારમાં તાજેતરમાં જ નોંધાયેલી કંપની ઇએસડીએસ સોફ્ટવેર સોલ્યુશન્સ (ESDS Software Solutions)ના શેરમાં જબરદસ્ત તેજી જોવા મળી રહી છે. બજારમાં મંદી અટકવાનું નામ લેતી નથી તો આ ESDS Software Solutionsમાં તેજી અટકવાનું નામ લેતી નથી. સળંગ ત્રીજા દિવસે આ શેરમાં 20 ટકા અપર સર્કિટ જોવા મળી છે. કંપનીનો શેર તેના ઇશ્યૂ પ્રાઇસ રૂ. 429થી લગભગ 200 ટકા ઉછળી ચૂક્યો છે. એઆઈ ડેટા સેન્ટર  ઇન્ફ્રાસ્ટ્રકચર કંપનીએ 720 કરોડના આઇપીઓ માટે રૂ. 408થી રૂ. 429નો પ્રાઇસ બેન્ડ રાખ્યો હતો.


કંપનીના શેરના ભાવમાં 20 ટકાની અપર સર્કિટ

મંગળવારના કામકાજી સત્રમાં કંપનીના શેરનો ભાવ 20 ટકાની અપર સર્કિટ સાથે રૂ. 1,289.55 પર બ્લોક થઈ ગયો. જ્યારે સોમવારે તેનો ભાવ રૂ. 1,074.65 રૂપિયા પર બંધ થયો હતો. આ શેર તેના ઇશ્યૂ પ્રાઇસથી 200.59 ગણો વધી ચૂક્યો છે.


એનએસઈ પર ESDSનો ભાવ રૂ. 757 પર લિસ્ટ

કંપનીના શેરોનું શુક્રવારે બજારમાં લિસ્ટિંગ થયું હતું. નેશનલ સ્ટોક એક્સ્ચેન્જ પર કંપનીના શેરનો ભાવ 757 રૂપિયા પર લિસ્ટ થયો હતો. આમ ઇશ્યૂ પ્રાઇસ કરતાં 76.46 ટકાએ તેનું લિસ્ટિંગ થયું હતું. બીએસઈ પર તેના શેરનો ભાવ 73.95 ટકા પ્રીમિયમે રૂ. 746.30 પર લિસ્ટિંગ થયો હતો.


શેર જાળવવો કે નફાકીય વેચવાલી કરવી?

બ્રોકરેજ ફર્મ ચોઇસ ઇક્વિટી બ્રોકિંગે કંપનીને કવરેજ આપવાનો પ્રારંભ કર્યો છે. બ્રોકરેજે આ શેર ખરીદવાની સલાહ આપી છે. તેમણે શેરનો ટાર્ગેટ પ્રાઇસ રૂ. 1,550 નક્કી કર્યો છે. આ વેલ્યુએશન નાણાકીય વર્ષ 2027-28ના અંદાજિત ઇવી-ઇબીઆઇટીડીએના 18 ગણા પર આધારિત છે.


રોકાણકારોને ક્લાઉડ, ડેટા સેન્ટરમાં રોકાણ કરવા તક

ચોઇસે પોતાના રિપોર્ટમાં જણાવ્યું હતું કે કંપની ભારતમાં ક્લાઉડ, ડેટા સેન્ટર અને એઆઈ ઇન્ફ્રાસ્ટ્રકચરના વધતા માળખામાં રોકાણ કરવાની તક પૂરી પાડે છે. કંપની પાસે ક્લાઉડ, મેનેજ્ડ ઇન્ફ્રાસ્ટ્રકચર અને ડેટા સર્વિસિઝની પૂરી ક્ષમતા ધરાવે છે.


જંગી કોન્ટ્રાક્ટથી કમાણીમાં મદદ

ચોઇસે જણાવ્યું હતું કે કંપનીની ગ્રોથ ક્ષમતા વિસ્તરણ, ગ્રાહકો પાસેથી વધુ કમાણી અને ઓપરેટિંગ લિવરેજ પર ટકેલી છે. કંપનીને મળેલો 1.25 અબજ ડોલરનો એઆઈ કોન્ટ્રાક્ટ કમાણીમાં મદદ કરશે. બ્રોકરેજ ફર્મનું અનુમાન છે કે તેની આવક, કાર્યકારી નફો અને ચોખ્ખો નફો 2025-26થી 2028-29ની વચ્ચે ક્રમશ 120.9 ટકા, 72.6 ટકા, 81.3 ટકાના ચક્રવૃદ્ધિદરે વધશે.



અમારી WhatsApp ચેનલમાં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો

https://whatsapp.com/channel/0029VbDPNhHISTkJEDTirJ16


Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. સળંગ ત્રીજા દિવસે ESDS સોફ્ટવેર સોલ્યુશન્સમાં 20 ટકા અપર સર્કિટ, જાણો કેમ?
  2. વિસ્તરણના અહેવાલોના પગલે કંપની સિમ્ફનીનો શેર 14 ટકા ઉચકાયો
  3. Gold-Silver ETF : સોના-ચાંદી ETFના નિયમો બદલાયા, તમારા પર થશે શું અસર?
  4. જ્વેલરી સેક્ટરના શેરોમાં ધમધમાટભરી તેજી, જાણો કયા છે કારણો

Economy

See more
  1. coal gasification : હવે કોલસામાંથી બનાવાશે ગેસ, ગેસ-યુરિયાની અછત દૂર થશે
  2. ટોચના 7 શહેરોમાં ઘર ખરીદવું કેમ મોંઘું બન્યું? જમીનના ભાવમાં 120% સુધીનો ઉછાળો
  3. Life Insurance: જીવન વીમા બજારમાં તેજીનો માહોલ, ખાનગી કંપનીઓનો બજાર હિસ્સો વધશે
  4. તાંબાના ભાવમાં ઐતિહાસિક ઉછાળો, ભારતના ઉત્પાદન અને ઇન્ફ્રા પ્રોજેક્ટ્સને થશે અસર
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. ITR Refund: ITR રિફંડમાં વિલંબ કેમ? આ 6 ભૂલો હોઈ શકે જવાબદાર
  2. 8th Pay Commission: લેવલ 7ના પેન્શનધારકોના પેન્શનમાં કેટલો થશે વધારો?
  3. UPI Payment: આ એક કામ કરી લેજો નહીંતર, 15 સપ્ટેમ્બરથી UPI-QR પેમેન્ટ થઇ જશે બંધ!
  4. EPFO મેમ્બર્સ માટે રાહતના સમાચાર, એક જ ક્લિકથી થઇ જશે એકાઉન્ટ વેરીફાઈ

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM