ગિફ્ટ નિફ્ટીનું ટર્ન ઓવર વિક્રમી 23.67 અબજ ડોલરે પહોંચ્યું, ઓપન ઈન્ટ્રેસ્ટ 21 અબજ ડોલરને પાર
ગિફ્ટ નિફ્ટીમાં 5,12,023 કોન્ટ્રાક્ટ્સનું વિક્રમી ટ્રેડિંગ વોલ્યુમ નોંધાયું, આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ પર એક્ટિવિટી વધી

GIFT નિફ્ટીમાં 25 સપ્ટેમ્બરે એક દિવસમાં અત્યાર સુધીમાં સૌથી વધુ 23.67 અબજ અમેરિકન ડોલરનું ટર્નઓવર અને 5,12,023 કોન્ટ્રાક્ટ્સનું વિક્રમી ટ્રેડિંગ વોલ્યુમ નોંધાયું છે NSE ઈન્ટરનેશનલ એક્સચેન્જ (NSE IX)એ જણાવ્યું હતં. આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ પર પ્રવૃત્તિ વધી રહી હોવાથી GIFT નિફ્ટીમાં વિક્રમી ટર્નઓવર જોવા મળ્યું છે. પ્લેટફોર્મે 4,71,287 કોન્ટ્રાક્ટ્સ સાથે 21.87 અબજ અમેરિકન ડોલર (લગભગ રૂ. 2.10 લાખ કરોડ)નું અત્યાર સુધીનું તેનું સૌથી વધુ ઓપન ઈન્ટ્રેસ્ટ પણ નોંધાવ્યું છે, જે દૈનિક ટ્રેડિંગ પ્રવૃત્તિ અને આઉટસ્ટેન્ડિંગ પોઝિશન્સ બંનેમાં એક નવો રેકોર્ડ છે.
આ નવું ટર્નઓવર વિક્રમી 20 ફેબ્રુઆરી 2026ના નોંધાયેલા 23.48 અબજ અમેરિકન ડોલરના પાછલા રેકોર્ડથી વધુ છે, જ્યારે ઓપન ઈન્ટરેસ્ટનો રેકોર્ડ 25 જૂન, 2026ના રોજ બનેલા 21.56 અબજ અમેરિકન ડોલરના પાછલા રેકોર્ડથી વધુ છે. NSE IXએ કહ્યું કે, આ બે સિદ્ધિઓ GIFT નિફ્ટી માટે એક નવા યુગની શરૂઆત છે, કારણકે 3 જુલાઈ 2023ના રોજ તેણે ફુલ-સ્કે પર કામગીરી શરૂ થયા પછીથી ટ્રેડિંગ પ્રવૃત્તિઓ સતત વધી રહી છે. ફૂલ સ્કેલ પર કામકાજ શરૂ થયા પછીથી 25 સપ્ટેમ્બર 2026 સુધી GIFT નિફ્ટીએ 76.19 મિલિયનથી વધુ કોન્ટ્રાક્ટ્સના કુલ વોલ્યુમ અને 3.52 ટ્રિલિયન અમેરિકન ડોલરના કુલ ટર્નઓવર નોંધાવ્યું છે. NSE IXએ કહ્યું કે, પ્લેટફોર્મના ફુલ સ્કેલ પર લોન્ચ થયા પછીથી ટ્રેડિંગ ટર્નઓવર ‘ઝડપથી વધી રહ્યું છે.’
આ રેકોર્ડ ત્યારે બને છે જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયાએ 24 સપ્ટેમ્બરે BSE પર લિસ્ટિંગ પછી એક નવા તબક્કામાં પ્રવેશ કર્યો છે. NSEના શૅર 1,800 રૂપિયા પર લિસ્ટ થયા, જે ભાવ રૂ. 1,785ના ઈશ્યુ પ્રાઈસથી 0.84 ટકા વધુ હતો. NSE ભારતના અગ્રણી સ્ટોક એક્સચેન્જોમાંથી એક છે, જે અનેક પ્રકારની એસેટ ક્લાસમાં ટ્રેડિંગની સુવિધા આપે છે. જાન્યુઆરી 2025માં તેના યુનિક રોકાણકારોની સંખ્યા 11 કરોડથી વધુ થઈ ગઈ. બીજીબાજુ એક્સચેન્જે 23 જુલાઈ 2024ના રોજ એક જ દિવસમાં 2,000 કરોડથી વધુ ઓર્ડર અને 5 જૂન 2024ના રોજ લગભગ 29 કરોડ ટ્રેડ પ્રોસેસ કર્યા. આ બંને આંકડા દુનિયામાં સૌથી વધુ છે.
GIFT Niftyને NSE IX મારફત ચલાવવામાં આવે છે, જે 2017માં GIFT સિટીમાં બંનેલું એક આંતરરાષ્ટ્રીય મલ્ટી એસેટ એક્સચેન્જ છે. NSE IX ભારતીય સિંગલ-સ્ટોક અને ઈન્ડેક્સ ડેરિવેટિવ્સ, કરન્સી ડેરિવેટિવ્સ, ડિપોઝિટરી રિસીટ્સ અને ગ્લોબલ સ્ટોક્સની સાથે સાથે ઈક્વિટી શૅર્સ, REITs, InvITs અને ડેટ સિક્યોરિટીઝ જેવા પ્રાઈમરી માર્કેટ પ્રોડક્ટ્સ પણ ઓફર કરે છે. એક્સચેન્જે કહ્યું કે GIFT Nifty અને NSE IXને રેગ્યુલેટરી છૂટ પણ મળી છે, જેનાથી US ગ્રાહકો NSE IX પર લિસ્ટેડ ડેરિવેટિવ કોન્ટ્રાક્ટ્સમાં હિસ્સો લઈ શકે છે અને તેનાથી પ્લેટફોર્મની આંતરરાષ્ટ્રીય ભાગીદારીને પ્રોત્સાહન મળે છે.
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Advertisement by KuberaNow
Market
See moreEconomy
See more- મુંબઈમાં લક્ઝરી ઘરોના ભાવ 6% વધ્યા: વિશ્વના પ્રાઇમ પ્રોપર્ટી માર્કેટમાં 8મું સ્થાન
- બેંકો માટે સારા સમાચાર! ઓગસ્ટમાં ડિપોઝિટ વૃદ્ધિ 15 વર્ષના સૌથી ઊંચા સ્તરે પહોંચી
- ભારતના ફોરેક્સ રિઝર્વમાં સતત બે સપ્તાહથી ઘટાડો, $14.89 અબજ ઘટીને $765.9 અબજ પર પહોંચ્યો
- સરકાર 6 મહિનામાં ₹7.86 લાખ કરોડનું ધિરાણ લેશે, FY27માં ₹16 લાખ કરોડનું ધિરાણ લેશે, બજેટ અંદાજ કરતાં ઓછું

Advertisement by KuberaNow
Personal Finance
See moreMORNING BRIEF
Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.
- 24,000+ readers
- Daily 7:30 AM
