Bond Marketમાં વેચવાલીની આંધી, જાપાનમાં 28 વર્ષનો વિક્રમ તૂટ્યો
અમેરિકન ટ્રેઝરીએ પાછલા સપ્તાહે અંદાજે 600 કરોડ ડોલરના બોન્ડના બાયબેકની વાત કરી હતી, પરંતુ તેણે માત્ર 514 ડોલરના બોન્ડ ખરીદ્યા. આથી બજારને મોટો ફટકો પડ્યો અને યીલ્ડ ઉછળ્યું

Bond Market : બોન્ડ બજારમાં અચાનક વેચવાલીની આંધી આવતા અમેરિકાના 10 વર્ષવાળા ટ્રેઝરી બોન્ડનું યીલ્ડ 5%નાસ્તરની નજીક પહોંચી ગયું. અમેરિકન બોન્ડમાં આ સ્તર અગાઉ છેક ઓક્ટોબર 2023માં થોડાક સમય માટે જોવા મળ્યું હતું. એટલું જ નહીં આ સ્તર વર્ષ 2007 પછી ક્યારેય ક્લોઝિસ બેસિસ પર જોવા મળ્યું નહોતું. માત્ર અમેરિકા જ નહીં આખી દુનિયાના બોન્ડ બજાર વધતા સરકારી દેવાં અને એનર્જીની ઊંચી કિંમતોના દબાણનો સામનો કરી રહ્યા છે. યુકેમાં30 વર્ષવાળા બોન્ડનું યીલ્ડ વર્ષ 1998 પછીના વિક્રમી ઊંચા સ્તરે પહોંચી ગયું છે તો જર્મની અને ફ્રાન્સમાં પણ બોન્ડ યીલ્ડ અનેક વર્ષોના ઊંચા સ્તરે પહોંચ્યું છે.
અમેરિકન ટ્રેઝરીએ પાછલા સપ્તાહે અંદાજે 600 કરોડ ડોલરના બોન્ડ પાછા ખરીદવા એટલે કે બાયબેક કરવાની વાત કરી હતી, પરંતુ તેણે માત્ર 514 કરોડના જ બોન્ડ ખરીદ્યા હતા. તેનાથી બજારને ફટકો પડ્યો હતો અને યીલ્ડમાં ઉછાળો આવ્યો હતો.આગામી સમયમાં પણ બોન્ડ બાયબેકની અમેરિકાની યોજના છે, જેના હેઠળ લઘુત્તમ કદના રૂ. 200 કરોડથી વધારીને રૂ. 400 કરોડ કરાયું છે, પરંતુ હકીકતમાં ખરીદી કેટલી થાય છે તેના પર માર્કેટની નજર રહેશે.
બોન્ડ માર્કેટ પર દબાણ હજુ વધી શકે છે, કારણ કે અમેરિકન ટ્રેઝરીના અનેક મોટા હોલ્ડર્સ તેને વેચવાની તૈયારી કરી રહ્યા છે. બ્લૂમબર્ગના 12 સપ્ટેમ્બરના Banco Santander SAના રિપોર્ટને ટાંકીને જણાવાયું હતું કે, જાપાનનું ગવર્નમેન્ટ ઈન્વેસ્ટમેન્ટ ફંડ રૂ. 6,200 કરોડ સુધીના અમેરિકન ટ્રેઝરી વેચી શકે છે. આ પહેલા ગયા મહિને ઈન્વેસ્ટમેન્ટ ફંડની બેઠકમાં વિદેશી બોન્ડ્સમાં પોતાના રોકાણ પર પુનઃ વિચાર કરવા અને તેની જગ્યાએ ઘરેલુ લોનમાં રોકાણ વધારવાની વાત થઈ હતી. સૌથી વધુ 1 લાખ કરોડ ડોલરના યુએસ ટ્રેઝરી બોન્ડ જાપાન પાસે છે અને તેણે જુલાઈના અંતિમ દિવસોથી ઓગસ્ટ સુધીમાં પોતાની કરન્સી યેનને મજબૂત રાખવા માટે અંદાજે 10 હજાર કરોડ ડોલર ખર્ચી નાંખ્યા છે. અનેક વર્ષો સુધી વ્યાજદરો સૌથી નીચલા સ્તરે રાખ્યા પછી બેન્ક ઓફ જાપાને તેને વધારવાના શરૂ કર્યા છે. જેથી જાપાનના 10 વર્ષના બોન્ડનું યીલ્ડ વધીને 3 ટકા થઈ ગયું છે, જે 1996 પછી પહેલી વખત આવું થયું છે. વધતી મોંઘવારી પર કાબૂ મેળવવા માટે વ્યાજદરો અંદાજથી વધુ ઝડપે વધારવાની સંભાવના અને સરકારી ખર્ચ સંબંધિત ચિંતાઓએ વેચવાલી વધી છે.
અમેરિકામાં મોંઘવારી-એનર્જીના ભાવે ફેડ રિઝર્વની ચિંતા વધારી
દુનિયાનું સૌથી મોટું સોવરેન વેલ્થ ફંડ પણ આ રેસમાં આવવાનું છે. નોર્વેનું 2.3 લાખ કરોડ ડોલરનું ફંડ પોતાના 21.5 હજાર કરોડના હોલ્ડિંગ્સમાંથી અંદાજે 8 હજાર કરોડ ડોલરના યુએસ ટ્રેઝરી વેચવાની ફંડની યોજના છે. આ સિવાય નોર્ગેસ બેન્ક ઈન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટનો ઈરાદો સરકારી બોન્ડ્સ સિવાય અન્ય પ્રકારના ડેટમાં પોતાનું રોકાણ વધારવાનો છે.
અમેરિકન ફેડ રિઝર્વના બુધવારના નિર્ણય પહેલા વધતા યીલ્ડ સાથે મોંઘવારી અને એનર્જીના ભાવમાં વધારાએ ફેડના ચેરમેનના કેવિન વોર્શ માટે મુશ્કેલી વધારી દીધી છે. ગયા શુક્રવારે આવેલા મોંઘવારીના આંકડા પછી અમેરિકન ફેડ રિઝર્વ વ્યાજદરોમાં 25 બેસિસ પોઈન્ટનો વધારો કરે તેવી સંભાવના 90 ટકા જેટલી છે.
બ્રાન્ડીવાઈન ગ્લોબલ એસેટમેનેજમેન્ટનાં ટ્રેસી ચેનનું માનવું છે કે મધ્યમ ટર્મમાં યીલ્ડ હજુ વધશે અનેતે પાંચ ટકાના નિશાનથી ઉપર જશે. તેમણે એમ પણ કહ્યું કે, વ્યાજદરોની બાબતમાંફેડ પાછળ ચાલી રહી છે. સ્ટોક માર્કેટ પર તેની અસરની વાત કરીએ તો યીલ્ડ વધવા પર બોન્ડ માર્કેટ વધુ આકર્ષક હોઈ શકે છે, કારણ કે અહીં ફિક્સ્ડ ઈન્કમ રિટર્ન મળી શકે છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો
https://whatsapp.com/channel/0029VbDPNhHISTkJEDTirJ16
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Advertisement by KuberaNow
Market
See more- PNC Infratechના શેરમાં 20%નો કડાકો, 3 વર્ષ માટે NHAI-MoRTHના નવા ટેન્ડરથી પ્રતિબંધ
- Non Ferrous Metals : નોન ફેરસ ધાતુઓમાં તેજીના પવન, જસતના ભાવ ચાર વર્ષની ટોચે
- સેન્સેક્સની રોલર કોસ્ટર રાઇડ, દિવસની ટોચથી 1,400 પોઇન્ટ ઘટીને બંધ આવ્યો
- ટોચના હોદ્દાની કટોકટી ખતમ થવાની અટકળોએ HDFC બેન્ક તળિયેથી ત્રણ ટકા ઉચકાયો
Economy
See more
Advertisement by KuberaNow
Personal Finance
See moreMORNING BRIEF
Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.
- 24,000+ readers
- Daily 7:30 AM
