Gold Silver Price Today : સોના-ચાંદીના ભાવમાં થયો ઘટાડો, તમારા શહેરમાં જાણો શું છે ભાવ?
ગણેશ ચતુર્થી પર ખરીદી પહેલાં જૂઓ સોના-ચાંદીનો ભાવ, MCXમાં મોર્નિંગ સેશનમાં કોઈ કારોબાર નહીં થાય

Gold Silver Price Today : દેશભરમાં સોમવારે ગણેશચતુર્થીની ધામધૂમથી ઊજવણી થઈ રહી છે તેવા સમયે સવારના સમયમાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. સપ્તાહના પહેલા કારોબારી દિવસે સોમવારે 14 સપ્ટેમ્બરે આંતરરાષ્ટ્રીય કોમોડિટી બજાર કોમેક્સ પર ગોલ્ડરેટ 0.79 ટકા તથા સિલ્વર રેટમાં 1.22 ટકાનો ઘટાડો આવ્યો છે. આજે ગણેશ ચતુર્થી હોવાના કારણે MCX પર મોર્નિંગ સેશનમાં કોઈ કારોબાર નહીં થાય. દેશના અનેક ભાગોમાં સોના-ચાંદી બજાર પણ બંધ રહેશે. આથી, ગણેશ ચતુર્થીએ સોના-ચાંદીની ખરીદી કરતા પહેલાં તમારા શહેરમાં 24 કેરેટ, 22 કેરેટ અને 18 કેરેટ સોના તથા 1 કિલો ચાંદીનો ભાવ જાણી લો.
અમેરિકા-ઈરાન યુદ્ધ વધુ ભયાનક થવા તથા સાઉદી અરબ અને હુથી બળવાખોરો વચ્ચેનું યુદ્ધ લંબાય તેવી આશંકાના પગલે આંતરરાષ્ટ્રીય બજાર કોમેક્સમાં ઘટાડો જોવા મળ્યો હતો. આ સિવાય યુએસ ટ્રેઝરી યીલ્ડ્ અને મજબૂત અમેરિકન ડોલરના કારણે સોમવારે સોનાના ભાવમાં દબાણ જોવા મળ્યું હતું. કોમેક્સ પર સોમવારે સવારે બુલિયન ટ્રેડિંગ પ્રતિ ઔંસ 4,340 ડોલર નજીક ટ્રેડ થઈ રહ્યું હતું, જે બુલિયન ટ્રેડિંગ સતત ત્રીજા સપ્તાહે ઘટ્યું હતું. કોમેક્સ પર સવારે સોનાનો ભાવ 0.79 ટકા ઘટીને પ્રતિ ઔંસ 4,374.20 ડોલર આવી ગયો. કોમેક્સ પર ચાંદીનો ભાવ 1.22 ટકા ઘટ્યા પછી પ્રતિ ઔંસ 64.390 ડોલર આવી ગયો હતો. MCX પર ગયા સપ્તાહના છેલ્લા વર્કિંગ ડે પર 11 સપ્ટેમ્બરે 2026ને શુક્રવારના રોજ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,52,655 અને ચાંદીનો ભાવ પ્રતિ 1 કિલો રૂ. 2,34,886 પર ક્લોઝ થયો હતો
આજે Bullions.co.in પર સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,53,260 અને ચાંદીનો ભાવ પ્રતિ કિલો 2,34,690ના સ્તરે છે.
યુએસ ફેડરલ રિઝર્વ બુધવારે તેના રેટનોનિર્ણય જાહેર કરશે. યુએસ ફેડ રિઝર્વ આ સપ્તાહે વ્યાજદરમાં વધારો કરે તેવી અપેક્ષા સેવાઈ છે. આ સિવાય ગુરુવારે બેન્ક ઓફ ઈંગ્લેન્ડ (BoE)ની બેઠક અને શુક્રવારે બેન્ક ઓફ જાપાન (BoJ)ની પોલિસી અપડેટ થશે. રોકાણકારો સેન્ટ્રલ બેન્કોની ભવિષ્યની પોલિસી અંગે વધુ સંકેતો તપાસસશે.
સોનાનો ભાવ અલગ અલગ શહેરોમાં
નવી દિલ્હી
24 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,54,720/10 ગ્રામ
22 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,41,840/10 ગ્રામ
18 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,16,080/10 ગ્રામ
મુંબઈ
24 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,54,570/10 ગ્રામ
22 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,41,690/10 ગ્રામ
18 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,15,930/10 ગ્રામ
ચેન્નઈ
24 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,54,570/10 ગ્રામ
22 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,41,690/10 ગ્રામ
18 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,19,390/10 ગ્રામ
અમારી WhatsApp ચેનલમાં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો
https://whatsapp.com/channel/0029VbDPNhHISTkJEDTirJ16
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Advertisement by KuberaNow
Market
See more- PNC Infratechના શેરમાં 20%નો કડાકો, 3 વર્ષ માટે NHAI-MoRTHના નવા ટેન્ડરથી પ્રતિબંધ
- Non Ferrous Metals : નોન ફેરસ ધાતુઓમાં તેજીના પવન, જસતના ભાવ ચાર વર્ષની ટોચે
- સેન્સેક્સની રોલર કોસ્ટર રાઇડ, દિવસની ટોચથી 1,400 પોઇન્ટ ઘટીને બંધ આવ્યો
- ટોચના હોદ્દાની કટોકટી ખતમ થવાની અટકળોએ HDFC બેન્ક તળિયેથી ત્રણ ટકા ઉચકાયો
Economy
See more
Advertisement by KuberaNow
Personal Finance
See moreMORNING BRIEF
Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.
- 24,000+ readers
- Daily 7:30 AM
