Hero Motorsનો શેર કેમ ધડાધડ દોડી રહ્યો છે, આજે લાગી 20 ટકા અપર સર્કિટ
આશ્ચર્યની વાત એ છે કે હીરોનું લિસ્ટિંગ નબળું થયું હતું, પરંતુ લિસ્ટિંગ પછી આ શેરે ગજબની રફ્તાર પકડી છે. પોતાના જ ત્રીજા સત્રમાં શેર પોતાના રૂ. 84ના ઇશ્યૂ પ્રાઇસથી 69 ટકા વધી ચૂક્યો છે.

Hero motors Share Price: શુક્રવારે તાજેતરમાં જ લિસ્ટ થયેલા શેર Hero Motorsમાં જબરદસ્ત તેજી જારી છે. ગઇકાલ બાદ આજે પણ આ શેરમાં અપર સર્કિટ જોવા મળી રહી છે. બજાર ખૂલતા જ આ શેરમાં 20 ટકાની અપર સર્કિટ જોવા મળી છે. આશ્ચર્યની વાત એ છે કે હીરોનું લિસ્ટિંગ નબળું થયું હતું, પરંતુ લિસ્ટિંગ પછી આ શેરે ગજબની રફ્તાર પકડી છે. પોતાના જ ત્રીજા સત્રમાં શેર પોતાના રૂ. 84ના ઇશ્યૂ પ્રાઇસથી 69 ટકા વધી ચૂક્યો છે.
શુક્રવારે આ શેરે 20 ટકાની અપર સર્કિટ રૂ. 141.85 નોંધાવી હતી. પહેલા કલાકમાં જ સ્ટોક ઉપલા લેવલે કારોબાર કરતો જોવા મળ્યો હતો. જિયોજિત ઇન્વેસ્ટમેન્ટ્સના ગૌરાંગ શાહ મુજબ હાલમાં ઓટો સેક્ટરમાં મજબૂતાઈ છે. તેમના માનવા મુજબ સેક્ટરના આ ગ્રોથનો ફાયદો બધી કંપનીઓને મળવાની આશા છે. પછી ભલેને તે વાહનના ઉત્પાદન સાથે જોડાયેલી હોય કે ઉપકરણો બનાવવા સાથે સંકળાયેલી હોય.
તેમના જણાવ્યા મુજબ આઇપીઓને લઈને સોશિયલ મીડિયા દ્વારા થોડો ભ્રમ બનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો, તેની અસર લિસ્ટિંગ પર પણ દેખાઈ. તેથી લિસ્ટિંગના દિવસે શેર ઘટ્યો હતો, તેમણે જણાવ્યું હતું કે આ એક મજબૂત કંપની છે અને એક મજબૂત ગ્રુપ સાથે જોડાયેલી છે. આ સંજોગોમાં સેક્ટોરલ ગ્રોથનો ફાયદો કંપનીને મળી શકે છે.
Hero Motorsનો શેર 23 સપ્ટેમ્બરના રોજ બજારમાં લિસ્ટ થયો હતો. કંપનીનો શેર રૂ. 84ના ઇશ્યૂ પ્રાઇસની સામે બીએસઈ પર રૂ. 82.10 પર લિસ્ટ થયો હતો. આ જ રીતે તેણે એનએસઇ પર નબળો પ્રારંભ કર્યો હતો. જોકે કંપનીનો શેર બે થી 3 ટકા ડિસ્કાઉન્ટે લિસ્ટ થયો હતો. જો કે શંકાના વમળો દૂર થતાં લિસ્ટિંગ પછી શેરમાં તેજી જોવા મળી. તે દિવસના 80.50ના તળિયા પછી ઝડપથી વધતા બીએસઈ પર 98.51 અને એનએસઈ પર 98.40 પર પહોંચી ગયો. લિસ્ટિંગના દિવસે બીએસઈ પર તેનો શેર 98.51 પર બંધ થયો. બેન્ક ઇશ્યૂ પ્રાઇસથી લગભગ 17.3 ટકા પર અને લિસ્ટિંગ પ્રાઇસથી 20 ટકા તેજીના કારોબાર સાથે બંધ આવ્યો. તેના પછી પણ શેરમાં સતત તેજી જારી છે અને હાલમાં શેર રૂ. 140થી ઉપર છે.
આ પણ જુઓઃ
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Advertisement by KuberaNow
Market
See moreEconomy
See more
Advertisement by KuberaNow
Personal Finance
See moreMORNING BRIEF
Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.
- 24,000+ readers
- Daily 7:30 AM

