KuberaNowLogo
Tuesday, 15/09/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

ક્રૂડ ઓઇલે નવી ઊંચી સપાટી બનાવતા અને ડાઉ ફ્યુચર્સ ડાઉન હોવાથી નિફ્ટી ઘટાડે ખૂલે તેવા સંકેતો

ક્રૂડ ઓઇલ 110 ડોલરની આસપાસ રહેતા અને ડાઉ ફ્યુચર્સ 400 પોઇન્ટ ડાઉન હોવાથી મંગળવારે નિફ્ટી ઘટાડે ખૂલે તેવા સંકેતો સાંપડી રહ્યા છે

KuberaNow
desk@kuberanowPublished On : 14 Sept 2026
WhatsAppFacebookXLinkedIn
Nifty
નિફ્ટી માટે 23,450થી 23,500ની બેન્ડ તાત્કાલિક પ્રતિરોધક સપાટી તરીકે કામ કરી શકે છે. તેના પછીના ક્રમે 23,600થી 23,650નો ઝોન આવી શકે છે, જે તેના પછીની પ્રતિકારક સપાટી છે. AI GENERATED IMAGE

અમદાવાદઃ નિફ્ટી માટે મંગળવારથી શરૂ થનારું સળંગ પાંચમાં સપ્તાહ ઘટાડા સાથે ખૂલે અને બંધ થાય તેવા સંકેતો મળી રહ્યા છે. ક્રૂડ ઓઇલના ઊંચા ભાવ અને ડાઉ ફ્યુચર્સ 400 પોઇન્ટ ડાઉન હોવાથી નિફ્ટી મંગળવારે ઘટાડે ખૂલે તેવા સંકેત સાંપડી રહ્યા છે.


નિફ્ટીમાં સળંગ ત્રણ દિવસ ઘટાડો

નિફ્ટીમાં ગયા સપ્તાહે સળંગ ત્રણ દિવસ ઘટાડો જોવા મળ્યો હતો. તેના પછી ચોથા દિવસે ખરીદી જોવા મળી હતી. શુક્રવારે તેમા નોંધપાત્ર રિકવરી જોવા મળી હતી. તેના લીધે ઇન્ડેક્સે ઓપનિંગના જંગી ઘટાડા પછી દિવસના અંત સુધીમાં નોંધપાત્ર ઘટાડાને રિકવર કરી લીધો હતો. બેન્ચ માર્ક 2.1 ટકા જેટલો ઘટ્યો હતો. નિફ્ટી મિડકેપ 100 અને નિફ્ટી સ્મોલ કેપ 100 0.3 ટકા અને 0.6 ટકા ઘટીને બંધ આવ્યા હતા.


ખાનગી ક્ષેત્રની બેન્કો આઉટપર્ફોર્મર

ખાનગી ક્ષેત્રની બેન્ક પ્રમાણમાં આઉટ પર્ફોર્મર રહી હતી. તેના લીધે તેનો ઇન્ડેક્સ 0.5 ટકા વધ્યો હતો. વ્યાજદર વધારાની સંભાવનાએ રિયલ્ટી શેરો દબાણ હેઠળ રહ્યા હતા. આના કારણે નિફ્ટી રિયલ્ટી બે મહિનાના નીચલા સ્તરે પહોંચ્યો હતો. ગોદરેજ પ્રોપર્ટીઝ અને લોધાએ નોંધપાત્ર ઘટાડો નોંધાવ્યો હતો. આ ઉપરાંત શુક્રવારે બેન્કોની દેશવ્યાપી હડતાળના લીધે પણ બેન્કિંગ પ્રવૃત્તિઓ પર અસર પડી હતી. આ ઉપરાંત આગામી મહિનાની 26મી ઓક્ટોબરે તેઓ વધુ એક સ્ટ્રાઇક કરવાના છે.


ક્રૂડ ઓઇલના ભાવ ઊંચા રહેવાની સંભાવના

પશ્ચિમ એશિયા કટોકટી વધુને વધુ વણસવાના પગલે ક્રૂડ ઓઇલના ભાવ સતત 110 ડોલરની આસપાસ જોવા મળી રહ્યા છે ત્યારે વૈશ્વિક પુરવઠામાં અવરોધને લઈને ચર્ચા છે. ક્રૂડ ઓઇલના ભાવે બોન્ડ ઊપજને ઊંચા સ્તરે ધકેલી છે અને તેના કારણે યુએસ ટ્રેઝરીની બોન્ડ ઊપજ પાંચ ટકાની નજીક પહોંચી ગઈ છે.

ઊંચી ઊપજના લીધે ઇક્વિટી મૂલ્ય પર દબાણ સર્જાઈ શકે છે. યુએસ ફેડ રિઝર્વ વ્યાજદર વધારે તેવી સંભાવના વધુ પ્રબળ બની છે. રૂપિયો ડોલર સામે ઘટીને 95.6 ડોલર થયો છે. વિદેશી સંસ્થાકીય રોકાણકારે સ્થાનિક ઇક્વિટી પરના દબાણમાં ઉમેરો કર્યો છે.


રોકાણકારો ટ્રેક રાખે

રોકાણકારોએ ભારતના ઓગસ્ટના સીપીઆઈ ડેટા અને જથ્થાબંધ ફુગાવાના આંકડાનો ટ્રેક રાખવો જોઈએ. યુએસ ફેડરલ રિઝર્વ નીતિગત નિર્ણય, રિટેલ વેચાણ અને ઇન્ડસ્ટ્રીયલ પ્રોડકશનના આંકડા વીકેન્ડમાં આવશે. ક્રૂડ ઓઇલ, રૂપિયો અને ગ્લોબલ બોન્ડમાં હિલચાલ બજારની હિલચાલ પર મોટાપાયા પર અસર કરશે

HDFC સિક્યોરિટીઝના નાગરાજ શેટ્ટીએ જણાવ્યું હતું કે ટેકનિકલ મોરચે જોઈએ તો ડેઇલી ચાર્ટ પર લોઅર હાઈ અને લોઅર- લો સાથે મંદીની પેટર્ન જોવા મળી રહી છે. નિફટી નવી બોટલ રચવાની પ્રક્રિયામાં છે. તેઓ આગામી સપ્તાહે કોઈ રિકવરી જોવા મળે તો 23,600ને મહત્વની સપાટી માને છે. જ્યારે નીચામાં 23,250 મહત્વની પ્રતિકારક સપાટી છે.


નિફ્ટી માટે પ્રતિકારક સપાટી

SBI સિક્યોરિટીઝના ટેકનિકલ અને ડેરિવેટિવ્ઝ હેડ સુદીપ શાહે જણાવ્યું હતું કે 23,230થી 23,250 મહત્વની પ્રતિકારક સપાટી તરીકે કામ કરી શકે છે. યોગાનુયોગ એ છે કે આ સ્તર શુક્રવારનું નીચલું સ્તર છે. વેચવાલીનું દબાણ જળવાય તો નિફ્ટી નીચામાં 23,080 સુધી પણ જઈ શકે. ઉપરની બાજુએ 23,600થી 23,620ના પ્રતિકારક સપાટી તરીકે કામ કરી શકે છે. નિફ્ટી 23,800 સુધી પણ જઈ શકે છે.

એન્જેલ વનના હિતેશ રાઠીએ જણાવ્યું હતું કે 23,450થી 23,500ની બેન્ડ તાત્કાલિક પ્રતિરોધક સપાટી તરીકે કામ કરી શકે છે. તેના પછીના ક્રમે 23,600થી 23,650નો ઝોન આવી શકે છે, જે તેના પછીની પ્રતિકારક સપાટી છે. ઘટાડામાં જોઈએ તો 23,200 તાત્કાલિક ટેકારૂપ સપાટી તરીકે કામ કરી શકે છે. જ્યારે નીચામાં 23,100-23000ની સપાટી સૌથી મહત્વની રહેશે.

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. PNC Infratechના શેરમાં 20%નો કડાકો, 3 વર્ષ માટે NHAI-MoRTHના નવા ટેન્ડરથી પ્રતિબંધ
  2. Non Ferrous Metals : નોન ફેરસ ધાતુઓમાં તેજીના પવન, જસતના ભાવ ચાર વર્ષની ટોચે
  3. સેન્સેક્સની રોલર કોસ્ટર રાઇડ, દિવસની ટોચથી 1,400 પોઇન્ટ ઘટીને બંધ આવ્યો
  4. ટોચના હોદ્દાની કટોકટી ખતમ થવાની અટકળોએ HDFC બેન્ક તળિયેથી ત્રણ ટકા ઉચકાયો

Economy

See more
  1. ભારતનો વેપાર ખાધ ઘટીને $26.86 અબજ, સોનાની આયાતમાં મોટો ઘટાડો
  2. મોંઘવારી વધશે તો RBI લેશે મોટો નિર્ણય? દિવાળી પર વધી શકે છે હોમલોનની EMI
  3. ભારતના 10 વર્ષના બોન્ડની યીલ્ડ 7%ને પાર, EMI પર વધી શકે દબાણ
  4. સોનાના ઊંચા ભાવ વચ્ચે લોકોની પસંદગી બદલાઈ, દાગીનાની માગ ઘટી, રોકાણ માટે સોનું વધ્યું
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. SIPમાંથી અપેક્ષિત વળતર નથી મળતું? ફંડ બદલતા પહેલાં આ 5 બાબતો તપાસો
  2. હવે WhatsApp પર માત્ર ‘Hello’ મોકલો અને PFની સંપૂર્ણ માહિતી મેળવો
  3. વીમો લેવો છે, પણ કયો? Life Insuranceના 5 મુખ્ય પ્રકાર સરળ ભાષામાં સમજો
  4. Post Office Scheme : કોઈપણ જોખમ વિના દર મહિને રૂ. 9,000થી વધુની કમાણી

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM