KuberaNowLogo
Wednesday, 16/09/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

સેબીની હવે નિયમ ભંગ કરતાં લોકલ જ નહીં વિદેશી ટ્રેડરો સામે પણ લાલ આંખ

વિદેશી બ્રોકિંગ કંપનીઓ અને ઇન્વેસ્ટમેન્ટ કંપનીઓને પવિત્ર ગાય ગણવામાં આવતી હતી. તેમના કોઈપણ પ્રકારના પગલાં સામે સવાલ ઉઠાવાતો ન હતો, પરંતુ હવે સ્થિતિ બદલાઈ છે.

KuberaNow
desk@kuberanowPublished On : 14 Sept 2026
WhatsAppFacebookXLinkedIn
sebi
સેબીનો સંદેશો સ્પષ્ટ છે, તમે ગમે તેવી મહાકાય કંપની હશો, તમારી ગમે તેવી પ્રતિષ્ઠા હશે, પરંતુ તમને નિયમનો ભંગ કરવાની છૂટ નથી.AI GENERATED IMAGE

મુંબઈઃ સેબીએ હવે નિયમ ભંગ કરતાં લોકલ નહીં વિદેશી ટ્રેડરો સામે પણ લાલ આંખ કરી છે, તેમા પ્રતિષ્ઠિત નામોનો પણ સમાવેશ થાય છે. તેમા આક્રમક રીતે ટ્રેડિંગ કરનારી જેપી મોર્ગન જેવા મોટા નામનો પણ સમાવેશ થાય છે. આમ પહેલાં વિદેશી બ્રોકિંગ કંપનીઓ કે ઇન્વેસ્ટમેન્ટ કંપનીઓને સીધી છૂટ મળી હતી તેવી છૂટ નહીં મળે, તેણે પણ નિયમોમાં રહેવું પડશે.


સેબીએ જેપી મોર્ગનને પાઠવી નોટિસ

ગયા વર્ષે સેબીએ અકલ્પનીય પગલું લીધું. તેણે મોરિશિયસ સ્થિત જેપી મોર્ગનના યુનિટ પર આક્ષેપ લગાવ્યો છે કે તેણે શેરબજારમાં કેટલાય શેરોમાં ગેરરીતિ આચરી છે. આ સિવાય અમેરિકન ફાઇનાન્સિયલ જાયન્ટ જેન સ્ટ્રીટ પર બજારમાં ગેરરીતિ આચરવાનો આક્ષેપ મૂક્યો છે. આ વાતની અગાઉના વર્ષોમાં કલ્પના પણ કરી શકાતી ન હતી. વિદેશી બ્રોકિંગ કંપનીઓ અને ઇન્વેસ્ટમેન્ટ કંપનીઓને પવિત્ર ગાય ગણવામાં આવતી હતી. તેમના કોઈપણ પ્રકારના પગલાં સામે સવાલ ઉઠાવાતો ન હતો, પરંતુ હવે સ્થિતિ બદલાઈ છે.


બેન્ક ઓફ અમેરિકા-ઇન્વેસ્ટમેન્ટ જાયન્ટ કેપિટલ ગ્રુપ પણ સાણસામાં

સેબી હવે ભારતના સામાન્ય રોકાણકારોના હિતોનું રક્ષણ કરવા માટે વધુ પ્રતિબદ્ધ બની છે, દરેક સોદાનો ટ્રેક રાખવા વધુ કાર્યક્ષમ બની છે. તે ફક્ત સ્થાનિક જ નહીં આંતરરાષ્ટ્રીય કંપનીઓના સોદાની પણ સતત ચકાસણી કરી રહી છે. આ ઉપરાંત બેન્ક ઓફ અમેરિકા અને ઇન્વેસ્ટમેન્ટ જાયન્ટ કેપિટલ ગ્રૂપને પણ સાણસામાં લીધી છે. તેઓએ કદાચ પહેલી જ વખત નિયમનતંત્રના અવરોધોનો સામનો કર્યો છે.


ભારતીય ઓપ્શન બજાર વિશ્વમાં સૌથી મોટા બજારોમાં એક

સેબીએ ગાળિયો ત્યારે વધારે આકરો કર્યો છે જ્યારે વૈશ્વિક બેન્કો અને ટ્રેડરો વિશ્વના સૌથી ઝડપથી વિકસતા બજારોમાં એકમાં તેમનો ગાળિયો વધુ મજબૂત બનાવી રહ્યા છે. આ જ સમયે સેબીએ ભારતના ઓપ્શન બજારના સોદાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યુ છે. ભારતીય ઓપ્શન બજાર વિશ્વના સૌથી મોટા બજારોમાં એક બન્યું છે. ફાઇનાન્સિયલ ફર્મ્સ તેનો નોંધપાત્ર ફાયદો ઉઠાવી રહી છે. તેઓ માટે ભારતીય બજારમાં વિપુલ તકોનું નિર્માણ થયું છે. જેપી મોર્ગન જેવી કંપનીઓ ભારતીય બજારમાં તેમની રોકાણની પ્રવૃત્તિમાં ઉત્તરોતર વધારો કરી રહી છે, પરંતુ હવે તેમણે વધુને વધુ આકરા નિયમોનો સામનો કરવો પડી રહ્યો છે.


વિદેશી કંપનીઓએ સ્થાનિક નિયમોનું પાલન કરવા દોટ મૂકી

સેબીની સ્ક્રુટિની વધતા કેટલીય વિદેશી કંપનીઓએ સ્થાનિક સ્તરે કોમ્પ્લાયન્સ માટે દોટ મૂકી છે. આમ સેબીનો સંદેશો સ્પષ્ટ છે, તમે ગમે તેવી મહાકાય કંપની હશો, તમારી ગમે તેવી પ્રતિષ્ઠા હશે, પરંતુ તમને નિયમનો ભંગ કરવાની છૂટ નથી. જેપી મોર્ગને તો ટિપ્પણી કરવા ઇન્કાર કર્યો છે, પરંતુ સેબીએ જેપી મોર્ગનને આદેશ આપ્યો છે કે તેઓ મોરેશિયસના યુનિટને જેપી મોર્ગન ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કરતાં અલગ કરે.


જેન સ્ટ્રીટે 50 કરોડ ડોલર એસ્ક્રો એકાઉન્ટમાં જમા કરાવ્યા

જેન સ્ટ્રીટ આ અંગે કોઈપણ ટિપ્પણી કરવાનો ઇન્કાર કર્યો છે, પણ તેણે એસ્ક્રો એકાઉન્ટમાં 50 કરોડ ડોલર જમા કરાવ્યા છે. તેની સાથે તેણે ભારતના નિયમનકારના આદેશને કોર્ટમાં પડકાર્યો છે. ગયા વર્ષે સેબીના વડાનો હોદ્દો સંભાળનારા તુહિન કાંતા પાંડેએ શંકાસ્પદ સોદાઓ પકડવા માટે ટેકનોલોજીના મહત્તમ ઉપયોગ પર ભાર મૂક્યો છે.


Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. PNC Infratechના શેરમાં 20%નો કડાકો, 3 વર્ષ માટે NHAI-MoRTHના નવા ટેન્ડરથી પ્રતિબંધ
  2. Non Ferrous Metals : નોન ફેરસ ધાતુઓમાં તેજીના પવન, જસતના ભાવ ચાર વર્ષની ટોચે
  3. સેન્સેક્સની રોલર કોસ્ટર રાઇડ, દિવસની ટોચથી 1,400 પોઇન્ટ ઘટીને બંધ આવ્યો
  4. ટોચના હોદ્દાની કટોકટી ખતમ થવાની અટકળોએ HDFC બેન્ક તળિયેથી ત્રણ ટકા ઉચકાયો

Economy

See more
  1. ભારતનો વેપાર ખાધ ઘટીને $26.86 અબજ, સોનાની આયાતમાં મોટો ઘટાડો
  2. મોંઘવારી વધશે તો RBI લેશે મોટો નિર્ણય? દિવાળી પર વધી શકે છે હોમલોનની EMI
  3. ભારતના 10 વર્ષના બોન્ડની યીલ્ડ 7%ને પાર, EMI પર વધી શકે દબાણ
  4. સોનાના ઊંચા ભાવ વચ્ચે લોકોની પસંદગી બદલાઈ, દાગીનાની માગ ઘટી, રોકાણ માટે સોનું વધ્યું
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. SIPમાંથી અપેક્ષિત વળતર નથી મળતું? ફંડ બદલતા પહેલાં આ 5 બાબતો તપાસો
  2. હવે WhatsApp પર માત્ર ‘Hello’ મોકલો અને PFની સંપૂર્ણ માહિતી મેળવો
  3. વીમો લેવો છે, પણ કયો? Life Insuranceના 5 મુખ્ય પ્રકાર સરળ ભાષામાં સમજો
  4. Post Office Scheme : કોઈપણ જોખમ વિના દર મહિને રૂ. 9,000થી વધુની કમાણી

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM