KuberaNowLogo
Monday, 31/08/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

લાઇવ સ્ટ્રેટેજી, રીયલ ટાઇમ સ્ટ્રેટેજીના નામે ભરમાતા નહીઃ સેબીએ આપી ચેતવણી

સેબીએ રોકાણકારો અને ટ્રેડરોને ચેતવણી આપી છે કે સોશિયલ મીડિયા પર આવતી અને ગેરમાર્ગે દોરતી જાહેરાતોને ન અનુસરો. આ બહુ જોખમી વસ્તુ છે. આ પ્રકારની જાહેરાતોનો તમારા માટે એક જ અર્થ થાય, તમારા રૂપિયા ગયા.

KuberaNow
desk@kuberanow20 Aug 2026
InstagramFacebookXLinkedIn
સેબીની ટ્રેડરોને રીયલ ટાઇમ સ્ટ્રેટેજીના નામે ફ્રોડસ્ટરોની જાળમાં ન ફસાવવા ચેતવણી
બજારમાં રોકાણના આમ પણ જોખમો છે ત્યારે સોશિયલ મીડિયા પર ભરમાવતી નાણાકીય બાબતો, સ્ટ્રેટેજીઓ કે સલાહોમાં સપડાઈને તમારા જોખમમાં વધારો ન કરોAI Generated

મુંબઈઃ તમે શેરબજારમાં ટ્રેડિંગ કરતાં હોવ અને જો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આવતા લાઇવ સ્ટ્રીમિંગ, લાઇવ સ્ટ્રેટેજી કે રીયલ ટાઇમ સ્ટ્રેટેજીના આધારે રોકાણ કરતાં હોવ તો તમારા માટે ચેતી જવાનો સમય છે. સોશિયલ મીડિયામાં હાલમાં આ પ્રકારની જાહેરાતો બહુ મોટાપાયે આવે છે. આના પગલે સેબી સફાળી જાગી છે. સેબીએ રોકાણકારો અને ટ્રેડરોને ચેતવણી આપી છે કે સોશિયલ મીડિયા પર આવતી અને ગેરમાર્ગે દોરતી જાહેરાતોને ન અનુસરો. આ બહુ જોખમી વસ્તુ છે. આ પ્રકારની જાહેરાતોનો તમારા માટે એક જ અર્થ થાય, તમારા રૂપિયા ગયા.


શેરબજારમાં રિયલ ટાઇમ ડેટા શેરિંગને મંજૂરી નથી

સેબીએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે શેરબજારમાં ક્યાંય રિયલ ટાઇમ ડેટા શેરિંગની મંજૂરી છે જ નહી. કોઈપણ પ્રકારની અધિકૃત એજન્સીને આ પ્રકારની છૂટ આપવામાં આવી નથી. તેથી જો તમને કોઈ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લાઇવ સ્ટ્રેટેજી કે રીયલ ટાઇમ સ્ટ્રેટેજી, જબરદસ્ત વળતરના નામે લલચાવે તો લાલચમાં ભરાતા નહી. આ તમારા માટે કોઈ બહુ મોટો ટ્રેપ હોઈ શકે છે. તમારા નાણા એ તમારા જ નાણા છે, પણ બીજાના ખાતામાં ગયા પછી તમારા રહેતા નથી.


સોશિયલ મીડિયા પર બતાવાથી સ્ટ્રેટેજીઓથી ન ભરમાવ
હાલમાં સોશિયલ મીડિયા પર બજારને લગતી જાતજાતની સ્ટ્રેટેજીઓ આવે છે. તેથી ટ્રેડરો કે રોકાણકારો તેમા ભરમાય નહી. દરેક જણ નિષ્ણાત હોવાનો દાવો કરે છે. આ પ્રકારના દાવામાં પણ ભરમાવ નહીં. ફક્ત સેબી રજિસ્ટર્ડ એજન્સીઓને જ અનુસરો. પહેલાં તો સેબીની વેબસાઇટ પર જઈને જ ખાતરી કરો કે આ એજન્સી વાસ્તવમાં સેબી રજિસ્ટર્ડ છે કે નહી. હા, તે વેબસાઇટ કે સોશિયલ મીડિયા પેજ પર આપવામાં આવેલી લિંકને ભૂલથી પણ ક્લિક ન કરો. ટ્રેડરે કે રોકાણકારે જે પણ માહિતી મેળવવી હોય તે સેબીની સત્તાવાર વેબસાઇટ કે બીએસઇ કે એનએસઇની વેબસાઇટ પર જ મેળવે.


લાઇવ ટ્રેડિંગ સેશન્સ
સેબીનું નિરીક્ષણ છે કે ઘણા ફ્રોડસ્ટરો વિશ્વાસ અપાવવા માટે લાઇવ ટ્રેડિંગ સેશન્સ બતાવે છે અને તેની સાથે-સાથે સંખ્યાબંધ વ્યુઅર્સ સાથે ચેટ કરે છે. તેમા અમુક લોકો એક બે ટ્રેડ સાચા પડતા જોઈને ગેરમાર્ગે પણ દોરવાતા હોય છે. તેઓ ટ્રેડરોને ગેરમાર્ગે દોરવા માટે તેમના આટલા ટ્રેડ સાચા પડ્યા તેવા આંકડા આપે છે. આ માહિતી બધી સાચી હોતી નથી કે બધી ખોટી હોતી નથી, પરંતુ તેનું મિશ્રણ હોય છે. ઘણી વખત તે બીજાનો ડેટા કોપીપેસ્ટ પણ કરતાં હોય છે. તેથી આવા ફ્રોડસ્ટરો પર વિશ્વાસ કરવાના બદલે અધિકૃત સંસ્થાઓ કે ઇન્ટરમીડિઅરી કે સત્તાવાર બ્રોકરેજ હાઉસની સાઇટ પર જઈને માહિતી મેળવી વધુ યોગ્ય રહેશે. જાણકારીમાં જ સમજદારી છે. તેથી બજારના નામે કે સ્ટ્રેટેજીના નામે ઊંચા વળતરના નામે ફ્રોડ કરનારાથી ચેતો.

Share Link
InstagramFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. MSCI ઇન્ડિયા ઇન્ડેક્સ રિબેલેન્સિંગઃ સેબીની CASની આકરી કસોટી
  2. ઓગસ્ટમાં વૈશ્વિક બજારમાં અસ્થિરતા વચ્ચે નિફ્ટી મેટલ્સે સાત ટકાનો વધારો નોંધાવ્યો
  3. રોકાણકારો માટે: સપ્ટેમ્બર મહિનામાં શેરબજાર કેટલા દિવસ બંધ રહેશે
  4. યુએસ ફેડ રિઝર્વના સંકેતોના પગલે ગોલ્ડ-સિલ્વર ETFમાં ત્રણથી ચાર ટકાનો કડાકો

Economy

See more
  1. GDP વૃદ્ધિ 7.8% થતાં PM મોદીએ કહ્યું ‘નિરાશાવાદીઓ ખોટા પડ્યા, ભારત આગળ વધ્યું’
  2. યુદ્ધ અને વૈશ્વિક દબાણ વચ્ચે પણ ભારતની GDP વૃદ્ધિ 7.8%, અપેક્ષા કરતાં વધુ મજબૂત અર્થવ્યવસ્થા
  3. ચિપ ઉત્પાદનને વેગ આપવા સરકારની ₹1.27 લાખ કરોડની Semicon 2.0ના નિયમો જાહેર
  4. સરકારના પગલાં છતાં ખાંડના ભાવ ત્યાંના ત્યાં, દેશમાં સરેરાશ ભાવ ₹64.24 પ્રતિ કિલો
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. SBIના આ ખાતામાં હવે 4 ટ્રાન્ઝેક્શન જ ફ્રી, પછી ચૂકવવો પડશે ચાર્જ
  2. એક્ટિવ મોમેન્ટમ ફંડ્સઃ અસ્થિરતા વચ્ચેના સૌથી સફળ ફંડ્સ
  3. Aadharcardમાં 2 વખત જ નામ બદલી શકાય ? ત્રીજી વખત બદલવા માટે શું કરવું ?
  4. દસ મહત્વના પગલાં નાણાકીય સુરક્ષાના

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM