EPFO મેમ્બર્સ માટે રાહતના સમાચાર, એક જ ક્લિકથી થઇ જશે એકાઉન્ટ વેરીફાઈ
EPFOએ UMANG App પર UAN સંબંધિત સેવાઓનો વિસ્તાર કર્યો છે. હવે સભ્યો આધાર આધારિત Face Authentication દ્વારા મોબાઇલથી જ નવો UAN બનાવી, જૂનો UAN એક્ટિવેટ કરી અને પહેલેથી સક્રિય UANનું ઓથેન્ટિકેશન કરી શકશે.

Employees’ Provident Fund Organisation એટલે કે EPFOએ UMANG App પર UAN સંબંધિત ડિજિટલ સેવાઓનો વિસ્તાર કર્યો છે. હવે PF સભ્યો મોબાઇલથી જ UAN જનરેટ, એક્ટિવેટ અને Face Authentication દ્વારા Verify કરી શકશે. આ સુવિધાનો ખાસ લાભ એવા કર્મચારીઓને મળશે, જેઓ પ્રથમ વખત EPF સિસ્ટમમાં જોડાઈ રહ્યા છે અથવા જેમનો UAN બનેલો છે પરંતુ હજી સક્રિય નથી.
નવો UAN કેવી રીતે બનાવશો?
નવો UAN બનાવવા માટે માન્ય Aadhaar Number, Aadhaar સાથે જોડાયેલ Mobile Number અને Aadhaar Face RD App જરૂરી રહેશે. UMANG Appમાં ‘UAN Allotment and Activation’ વિકલ્પ પસંદ કર્યા બાદ Aadhaar અને Mobile Number દાખલ કરવાના રહેશે. OTP Verification પછી સિસ્ટમ તપાસશે કે Aadhaar સાથે કોઈ UAN પહેલેથી જોડાયેલો છે કે નહીં. જો પહેલેથી UAN ન હોય તો Face Authentication કરાશે. સફળ ચકાસણી બાદ નવો UAN જનરેટ થઈને રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર મોકલવામાં આવશે.
જૂનો UAN પણ મોબાઇલથી એક્ટિવેટ કરી શકાશે
જે કર્મચારીનો UAN પહેલેથી જનરેટ થયો છે પરંતુ Active નથી, તેઓ UMANG Appના ‘UAN Activation’ વિકલ્પનો ઉપયોગ કરી શકશે. UAN, Aadhaar Number અને Mobile Number દાખલ કર્યા બાદ OTP અને Face Authenticationની પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. ચકાસણી સફળ થયા બાદ UAN સક્રિય થશે અને સભ્યને SMS દ્વારા UAN સાથે Temporary Password પણ મળી શકે છે.
પહેલેથી Active UAN માટે પણ Face Authentication
જે સભ્યોનો UAN પહેલેથી Active છે, તેમના માટે ‘Face Authentication of Already Activated UANs’ વિકલ્પ ઉપલબ્ધ કરવામાં આવ્યો છે. આ પ્રક્રિયા દ્વારા UIDAI આધારિત ઓળખ ચકાસણી પૂર્ણ કરી EPFO રેકોર્ડમાં ઉપલબ્ધ માહિતી વધુ સરળતાથી Verify અને Update કરી શકાશે.
UAN એક્ટિવેટ થયા પછી શું કરી શકશો?
UAN સક્રિય થયા બાદ સભ્યો EPF Balance તપાસવા, Passbook Download કરવા, Claim Status Track કરવા અને KYC વિગતો Update કરવા જેવી સેવાઓનો ઉપયોગ કરી શકશે. આથી UAN સંબંધિત અનેક પ્રક્રિયાઓ માટે ઓફિસ અથવા મેન્યુઅલ Verification પરની નિર્ભરતા ઘટી શકે છે.
Face Authentication નિષ્ફળ જાય તો?
ખોટો Aadhaar અથવા Mobile Number, OTP ન મળવો, Face Scan નિષ્ફળ જવું અથવા UAN પહેલેથી અસ્તિત્વમાં હોવાનો સંદેશ જેવી સમસ્યાઓ આવી શકે છે. આવી સ્થિતિમાં સભ્ય ફરીથી વિગતો દાખલ કરી, નવો OTP મેળવી અથવા Face Scanનો ફરી પ્રયાસ કરી શકે છે. સમસ્યા ચાલુ રહે તો EPFO Helpdesk અથવા Supportનો સંપર્ક કરવો પડશે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવવા અહીં આપેલી લિંક પર ક્લિક કરો
https://whatsapp.com/channel/0029VbDPNhHISTkJEDTirJ16
આ પણ વાંચો: Ola Electricની ₹1,500 કરોડની ફંડિંગ યોજના, ડીલર નેટવર્ક વધારવા પર ભાર

Advertisement by KuberaNow
Market
See moreEconomy
See more- ભારત બન્યું દક્ષિણ કોરિયાની નિકાસ વૃદ્ધિનું મોટું બજાર, 8 મહિનામાં $16.8 અબજ પહોંચી
- iBRICS Summit બનશે વૈશ્વિક રોકાણકારોનું મોટું મંચ, 500થી વધુ રોકાણકારો જોડાશે
- ભારતના ઉત્પાદન ક્ષેત્રની વૃદ્ધિમાં ઉત્પાદકતા બનશે મોટું બળ, 35% ભૂમિકા ભજવશે
- 4,000 કિલોથી માત્ર 600 કિલો: El Ninoએ નીલગિરીના ચા ઉદ્યોગને ગંભીર સંકટમાં ધકેલ્યો

Advertisement by KuberaNow
Personal Finance
See moreMORNING BRIEF
Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.
- 24,000+ readers
- Daily 7:30 AM
