KuberaNowLogo
Sunday, 18/10/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

મલ્ટી એસેટ્સ ફંડ્સનું છેલ્લા ત્રણ વર્ષમાં 500 ટકા વળતર

મ્યુચ્યુઅલ ફંડ્સમાં મલ્ટી એસેટ્સ ફંડ ફર્સ્ટ ટાઇમ ઇન્વેસ્ટર્સ અને નાના રોકાણકારો માટે ઉપયોગી

desk@kuberanowPublished On : 18 Oct 2026
Fund
AI GENERATED

મ્યુચ્યુઅલ ફંડ સેક્ટરમાં ઓગસ્ટ 2026માં  મલ્ટી એસેટ્સ ફંડે સળંગ પાંચમાં મહિને હકારાત્મક મૂડીપ્રવાહ જોયો. જયારે આ કેટેગરીમાં ચોખ્ખો મૂડીપ્રવાહ જુલાઈ 2026ના રૂ. 11,491 કરોડથી 12 ટકા ઘટી રૂ. 10,045 કરોડ થયો હતો, એમ એસોસિયેશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ એસોસિયેશન ઓફ ઇન્ડિયા (AMFI)એ જણાવ્યું હતું.


મજબૂત મલ્ટી એસેટ ફંડ્સ ઇન્ફ્લો ઓગસ્ટ 2026ના અંતે બધા હાઇબ્રિડ ફંડ્સના 36.6 ટકા હતો. આના પરથી મ્યુચ્યુઅલ ફંડ કેટેગરીમાં તેની લોકપ્રિયતાની ખબર પડે છે. ઓગસ્ટ 2026માં મલ્ટી એસેટ એલોકેશન ફંડ્સે રૂ.  3,671 કરોડનો ચોખ્ખો મૂડીપ્રવાહ જોયો હતો. હાઇબ્રિડ કેટેગરીમાં આર્બિટ્રેજ ફંડ પછી ઊંચો મૂડીપ્રવાહ જોયો હોય તેવું આ બીજા નંબરનું ફંડ હતું.


આની સાથે મલ્ટી એસેટ્સ ફંડે સળંગ 60માં મહિને  પોઝિટિવ કેશ ફ્લો જોયો હતો. તેને સૌથી ઝડપથી વિકસતી એસેટ ક્લાસ માનવામાં આવે છે. તેની એસેટ અંડર મેનેજમેન્ટ (એયુએમ) રૂ, 2,07,221 કરોડ છે. આમ તેમાં વાર્ષિક ધોરણે 56.9 ટકાની અને ત્રણ વર્ષના સમયગાળાના સંદર્ભમાં જોઈએ તો 487.2 ટકાની વૃદ્ધિ જોવા મળી છે.


છેલ્લાં ત્રણ વર્ષમાં મલ્ટી એસેટ ફંડ્સની એયુએમ 35 હજાર કરોડથી વધીને રૂ. 2.07 લાખ કરોડ થઈ ગઈ છે. આમ તેમા 1.72 લાખ કરોડનો વધારો થયો છે. વધુમાં આ જ સમયગાળા દરમિયાન કેટેગરીએ ઓગસ્ટ 2023માં 12.19 લાખ ફોલિયોના ઉમેરા સાથે 1,617.33 કરોડનો ઇનફ્લો જોયો હતો, જે ઓગસ્ટ 2026ના અંતે 60.18 લાખ ફોલિયો સાથે 3,670.97 કરોડ થયો છે.


મલ્ટી એસેટેસ ફંડ્સની અસરકારક કામગીરીના પગલે છેલ્લા ત્રણ વર્ષમાં તેમની એયુએમ છ ગણી વધી છે અને રોકાણકારોનો ફોલિયો લગભગ સાત ગણો વધ્યો છે. આ સૂચવે છે કે વૃદ્ધિ ફક્ત કેટલાક અગ્રણી રોકાણકારો પૂરતી જ મર્યાદિત રહી ન હતી. રોકાણકારોના વ્યાપક વર્ગને તેનો ફાયદો મળ્યો હતો. એમ્ફીના આંકડા મુજબ છેલ્લા પાંચ વર્ષમાં તેની એસેટ અંડર મેનેજમેન્ટ રૂ. 17,059 કરોડથી પાંચ ગણી વધીને ઓગસ્ટ 2026ના અંતે રૂ. 2.07 લાખ કરોડ હતી.  ઓગસ્ટ 2021માં તેના ફોલિયો ફક્ત 7.35 લાખ હતા, જે ઓગસ્ટ 2026ના અંતે વધીને 60.19 લાખ થઈ ગયા છે. આમ તેમા 718 ટકાનો વધારો થયો છે.


ઓગસ્ટ 2021માં ફંડ્સમાં ચોખ્ખો માસિક મૂડીપ્રવાહ 49.04 કરોડ રૂપિયા હતો, જે ઓગસ્ટ 2026ના અંતે વધીને રૂ.3,670. 97 કરોડ થઈ ગયો છે. આ દર્શાવે છે કે રોકાણકારોનો વિશ્વાસ તેનામાં કેટલો વધ્યો છે. આ ફંડ્સ રોકાણકારો વચ્ચે કેટલા લોકપ્રિય છે. તાજેતરના મહિનાઓમાં ફંડે સતત સારી કામગીરી દર્શાવી તેનું કારણ ગોલ્ડ અને સિલ્વરમાં તેનું રોકાણ છે. તેણે તેમા લગભગ 25 ટકાની ફાળવણી કરી છે. ગોલ્ડ-સિલ્વર બંને 2025 અને 2026ના પ્રારંભમાં ટોપ પર્ફોર્મરમાં એક હતા.


હવે જે રોકાણકારો 500 કે 1000 રૂપિયાની એસઆઇપી કરાવવા માંગતા હોય તે આ પ્રકારના ફંડમાં રોકાણ કરી શકે. અહીં એક જ પ્રોડક્ટમાં ઇક્વિટી, ડેટ અને કોમોડિટીનું મિશ્રણ છે. તેમા એસેટ એલોકેશન જોવું પડતું નથી કે તેનું સમયાંતરે રિબેલેન્સિંગ પણ કરવું પડતું નથી, કારણ કે પહેલેથી જ તેનો વ્યાપ વધારે છે. પણ જે રોકાણકારો પહેલેથી જ સારી રીતે વૈવિધ્યકૃત પોર્ટફોલિયો ધરાવતા હોય તો તેમણે આ પ્રકારના ફંડ્સમાં રોકાણ કરવાનું ટાળવું જોઈએ. અહીં તે જોવું જોઈએ કે મલ્ટી એસેટ ફંડ્સ રોકાણકારોની ફ્લેક્સિબિલિટીમાં ઘટાડો કરે છે, તેનું કારણ એ છે કે એસેટ એલોકેશન પર તેનો પોતાનો જ અંકુશ હોય છે, કારણ કે આ પ્રકારના એસેટ એલોકેશન માટે તેનું પોતાનું માળખું હોય છે. તેથી આ પ્રકારના ફંડ નાના અને પ્રથમ વખતના રોકાણકારો માટે ઉપયોગી છે.

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn