KuberaNowLogo
Monday, 19/10/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

એપલના નવા CEO John Ternusનું પેકેજ: સેલરી કરતાં ઇક્વિટી વધુ

Apple દ્વારા કરવામાં આવેલા SEC ફાઇલિંગ અનુસાર, John Ternusનો વાર્ષિક પગાર 1 સપ્ટેમ્બર 2026થી વધારીને $3 મિલિયન કરવામાં આવ્યો.

desk@kuberanowPublished On : 2 Sept 2026
John Ternus
Apple's new CEOAI Generated Image

Appleના નવા CEO તરીકે જવાબદારી સંભાળનારા John Ternusને વાર્ષિક $3 મિલિયન એટલે કે આશરે ₹25 કરોડનો પગાર મળશે. જોકે, તેમનું કુલ વળતર માત્ર સેલરી પૂરતું મર્યાદિત નથી. તેમના પેકેજમાં કંપનીના પ્રદર્શન અને શેરહોલ્ડર્સને મળતા રિટર્ન સાથે જોડાયેલી શેરની ફાળવણીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. Apple દ્વારા કરવામાં આવેલા SEC ફાઇલિંગ અનુસાર, John Ternusનો વાર્ષિક પગાર 1 સપ્ટેમ્બર 2026થી વધારીને $3 મિલિયન કરવામાં આવ્યો છે. John Ternusના કમ્પેન્સેશન પેકેજનો સૌથી મોટો હિસ્સો $55 મિલિયનના વાર્ષિક Equity Award (શેર ફાળવણી)નો છે.


John Ternusના પેકેજનો મોટો હિસ્સો ઇક્વિટીમાંથી આવશે. એપલે તેને 2027ના વર્ષ માટે 5.5 કરોડ ડોલરના ટાર્ગેટ વેલ્યુ સાથેની ઇક્વિટી ફાળવી છે. આમાંથી 75 ટકા પર્ફોર્મન્સ બેઝ્ડ રિસ્ટ્રિક્ટેડ સ્ટોક યુનિટ (RSU)ના સ્વરૂપમાં છે, જે S&P 500માં અન્ય કંપનીઓની તુલનાએ કુલ શેરહોલ્ડર રિટર્ન પર આધારિત હશે. જ્યારે બાકીના 25 ટકા સમયાતીત RSUના સ્વરૂપમાં હશે. આગામી ચાર વર્ષના સમયગાળામાં તે અર્ધવાર્ષિક ધોરણે 12.5 ટકાના એકસમાન હપ્તામાં મળશે. Time-based RSUs ચાર વર્ષમાં દર છ મહિને સમાન હપ્તામાં વેસ્ટ થશે. ઉપરાંત, નાણાકીય વર્ષ 2026માં CEO તરીકે તેમણે જેટલો સમય સેવા આપી છે તેના આધારે તેમને $2.5 મિલિયનના ટાર્ગેટ વેલ્યૂવાળા Prorated RSUs પણ આપવામાં આવ્યા છે.


Tim Cookને હવે કેટલો પગાર મળશે?

Appleના પૂર્વ CEO Tim Cook હવે Executive Chair તરીકેની ભૂમિકા સંભાળશે. તેમની નવી ભૂમિકા માટે વાર્ષિક પગાર $2 મિલિયન રહેશે, જે 26 સપ્ટેમ્બર 2026થી લાગુ થશે. આ ઉપરાંત Cookને નાણાકીય વર્ષ 2027 માટે $45 મિલિયનના ટાર્ગેટ વેલ્યૂની શેર ફાળવણી કરાશે. તેમાં 50% Performance-based RSUs અને 50% Time-based RSUs હશે. Equity Awardનો મોટો હિસ્સો Appleના પ્રદર્શન સાથે જોડાયેલો છે. એટલે John Ternus માટે $3 મિલિયનની સેલરી કરતાં Equity-based compensation ઘણું મોટું છે.

 

આ પણ વાંચો: જાણો, ફિલ્મમેકિંગમાં પ્રોડક્શન હાઉસની ભૂમિકા અને તેનું જટિલ બિઝનેસ મોડેલ



અમારી WhatsApp ચેનલમાં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો

https://whatsapp.com/channel/0029VbDPNhHISTkJEDTirJ16

Share Link
WhatsAppFacebookXLinkedIn

Also Read

IND NZ FTA

India-New Zealand FTA: 20 ઑક્ટોબરથી આયાત ડ્યૂટીમાં ફેરફાર, કિવી ફ્રૂટ-માનુકા હની માટે ખાસ જોગવાઈ

US Tariff

રશિયન Crude Oil ખરીદતા ભારતને રાહતના સંકેત! ટ્રમ્પે Graham Act હેઠળ પ્રતિબંધો અને ટેરિફમાં છૂટ આપી

Global sports

ગ્લોબલ સ્પોર્ટ્સ મીડિયા રાઇટ્સની વેલ્યુ 15 ટકા વધીને 65.82 અબજ ડોલર

gold

ચીન રેકોર્ડ માત્રામાં સોનું કેમ ખરીદી રહ્યું છે? તેની અસર ભાવ પર પડશે?

 hormuz

હોર્મુઝ ખોલવા પર ફરી પેચ ફસાયો! ઈરાને અમેરિકાના જવાબને ‘અપૂરતો’ ગણાવ્યો, ક્રૂડ ઓઇલ પર ખતરો

trump

Crude Oil Crisis: ટ્રમ્પનો મોટો દાવો! અમેરિકા સહિત દુનિયાને લાખો ટન ડીઝલ આપશે રશિયા

Navi Pillay

Nobel Peace Prize 2026: ભારતીય મૂળનાં Navi Pillayને નોબેલ શાંતિ પુરસ્કાર

US H1B Visa

US H1B Visa: અમેરિકાના સપના પર બ્રેક! ભારતીય IT કર્મચારીઓની ગ્રીન કાર્ડ પ્રક્રિયાને ઝટકો