KuberaNowLogo
Thursday, 15/10/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

ગ્લોબલ સ્પોર્ટ્સ મીડિયા રાઇટ્સની વેલ્યુ 15 ટકા વધીને 65.82 અબજ ડોલર

2024માં સ્પોર્ટ્સ રાઇટ્સનું મૂલ્ય 62.4 અબજ ડોલરનું હતું, ચાલુ વર્ષે વૃદ્ધિનું કારણ સમર ઓલિમ્પિક્સ અને ફૂટબોલ વર્લ્ડકપ છે

desk@kuberanowPublished On : 15 Oct 2026
Global sports

સ્પોર્ટ્સ મીડિયા રાઇટ્સની ગ્લોબલ વેલ્યુ 2026માં 15 ટકા વધીને 65.82 અબજ ડોલર પર પહોંચી છે, આમ 2025ની તુલનાએ તેમા 15 ટકાનો વધારો થયો છે, એમ સ્પોર્ટ્સ બિઝનેસ ગ્લોબલ મીડિયા રિપોર્ટના બુધવારે પ્રકાશિત થયેલા અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું.

2026માં બે મહત્વની વૈશ્વિક સ્પોર્ટ્સ ઇવેન્ટ યોજાઈ હતી. એક તો ઉત્તર અમેરિકામાં ફૂટબોલ વર્લ્ડ કપ યોજાયો હતો. બીજું વિન્ટર ઓલિમ્પિક્સ યોજાઈ હતી. તેના લીધે સ્પોર્ટ્સ મીડિયા રાઇટ્સનું વેલ્યુ વધ્યું હતું. જો કે આગામી વર્ષે 2027માં આવી કોઈ મહત્વની ઇવેન્ટ ન હોવાથી સ્પોર્ટ્સ મીડિયા રાઇટ્સનું મૂલ્ય ઘટીને 62.7 અબજ ડોલર થઈ ગયું હતું.

આની તુલના 2024માં સ્પોર્ટ્સ રાઇટ્સનું મૂલ્ય 62.4 અબજ ડોલર હતુ તેની સાથે કરવામાં આવી રહી છે. તેનું કારણ એ હતું કે 2024નું વર્ષ સમર ઓલિમ્પિક્સનું વર્ષ હતું. પેરિસમાં ઓલિમ્પિક્સનું આયોજન થયું હતું. આમ સ્પોર્ટ્સ મીડિયા રાઇટ્સના ગ્લોબલ વેલ્યુમાં છેલ્લા બે વર્ષમાં વાર્ષિક ધોરણે પાંચ ટકાના દરે વૃદ્ધિ થઈ હોવાનું કહી શકાય.

અમેરિકા સ્પોર્ટ્સ મીડિયા રાઇટ્સની ગ્લોબલ વેલ્યુમાં પણ આગળ છે. વિશ્વસ્તરે કુલ મૂલ્યમાં તેનો હિસ્સો 53.9 ટકા હતો. આ મૂલ્ય 2022માં 46 ટકા હતું. યુરોપના પાંચ મોટા માર્કેટ અમેરિકાના મૂલ્યમાં ત્રીજા ભાગનો હિસ્સો ધરાવે છે. અમેરિકન સ્પોર્ટ્સમાં મુખ્યત્વે નેશનલ ફૂટબોલ લીગ અને નેશનલ બાસ્કેટ બોલ એસોસિયેશન કુલ ગ્લોબલ સ્પોર્ટ્સ મીડિયા રાઇટ્સમાં 30 ટકા હિસ્સો ધરાવે છે. જ્યારે ઇંગ્લિશ પ્રીમિયર લીગ 7.8 ટકા હિસ્સો ધરાવે છે, એમ અહેવાલે જણાવ્યું હતું.

આ પણ જુઓઃ

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn