KuberaNowLogo
Friday, 16/10/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

Gold Mutual Fundમાં નવા રોકાણ પર બ્રેક! આજથી અનેક યોજનાઓમાં નવી SIP બંધ

મ્યુચ્યુઅલ ફંડ દ્વારા સોનામાં નવું રોકાણ કરવા ઇચ્છતા રોકાણકારો માટે મહત્વનો ફેરફાર આવ્યો છે. Kotak Mahindra, Tata અને ICICI Prudential સહિતનાં ફંડ હાઉસે નિર્ધારિત Gold ETF FoF યોજનાઓમાં 16 ઑક્ટોબર 2026થી નવી સબસ્ક્રિપ્શન પર નિયંત્રણ મૂક્યાં છે. અગાઉથી નોંધાયેલી SIP શરતો મુજબ ચાલુ રહેશે, પરંતુ ટોપ-અપ અને સ્ટેપ-અપ અટકી શકે છે. આ પગલું હાલનાં તમામ રોકાણો પર ઉપાડબંધી સમાન નથી.

desk@kuberanowPublished On : 16 Oct 2026
Gold ETF fund-of-funds
Gold ETF fund-of-funds AI Image

સોનામાં મ્યુચ્યુઅલ ફંડ મારફતે રોકાણ કરવાની તૈયારી કરતા રોકાણકારોએ હવે પોતાની પસંદગીની યોજનાની તાજી નોટિસ તપાસવી પડશે. અનેક ફંડ હાઉસે 16 ઑક્ટોબર 2026થી Gold ETF આધારિત Fund of Funds—FoFsમાં નવા રોકાણ સ્વીકારવા પર કામચલાઉ નિયંત્રણ મૂક્યાં છે. આ નિયંત્રણો આગામી સૂચના સુધી ચાલુ રહેશે. Kotak Mahindra Mutual Fund, Tata Mutual Fund અને ICICI Prudential Mutual Fundએ પોતાની નિર્ધારિત યોજનાઓ માટે નોટિસ બહાર પાડી છે. ડિસ્ટ્રિબ્યુટર આધારિત ઑનલાઇન પ્લેટફોર્મ Cresoના જણાવ્યા અનુસાર, HDFC, Aditya Birla Sun Life, DSP અને Invescoએ પણ નોટિસ જારી કરી છે. Cresoના અપડેટ પ્રમાણે, DSP Mutual Fundએ સેબી તરફથી મળેલા નિર્દેશનો ઉલ્લેખ કર્યો છે.


કઈ યોજનાઓમાં નવા રોકાણ પર નિયંત્રણ?

Gold Mutual Fund


નિયંત્રણોમાં નવા અથવા વધારાના એકમુશ્ત રોકાણ—લમ્પસમ, અન્ય યોજનામાંથી થતો સ્વિચ-ઇન, નવી SIP નોંધણી અને યોજનામાં નાણાં ટ્રાન્સફર કરવા માટેની નવી STP નોંધણીનો સમાવેશ થાય છે. ICICI Prudentialએ Income Distribution cum Capital Withdrawal—IDCW પ્લાન હેઠળના ટ્રાન્સફર-ઇન પર પણ નિયંત્રણ દર્શાવ્યું છે. Kotakએ હાલની SIPમાં સ્ટેપ-અપને સ્પષ્ટપણે સામેલ કર્યો છે, જ્યારે Tataએ ટોપ-અપ પર પ્રતિબંધ મૂક્યો છે.


જૂની SIP ચાલુ રહેશે, પરંતુ રકમ વધારવામાં મર્યાદા

સૂત્રો અનુસાર, Kotak, Tata અને ICICI Prudential (Life)ના જણાવ્યા અનુસાર, અસરકારક તારીખ પહેલાં નોંધાયેલી SIPના હપ્તા લાગુ પડતી શરતો મુજબ સંબંધિત નેટ એસેટ વેલ્યુ—NAV પર પ્રોસેસ થતા રહેશે. જોકે, હાલની SIP ચાલુ હોવાનો અર્થ તેની દરેક સુવિધા ચાલુ રહેશે એવો નથી. Kotakમાં હાલની SIPનો સ્ટેપ-અપ અને Tataમાં ટોપ-અપ પર નિયંત્રણ છે. ICICI Prudentialએ જણાવ્યું છે કે હાલની SIP અથવા STPમાં ગોલ્ડ યોજના નાણાં મેળવનારી લક્ષિત યોજના હોય, તો તેમાં ટોપ-અપ પ્રોસેસ નહીં થાય. Cresoના જણાવ્યા પ્રમાણે, Invescoએ વધુ એક જોગવાઈ દર્શાવી છે. સબસ્ક્રિપ્શન ફરી શરૂ થશે ત્યારે SIPની રકમ 15 ઑક્ટોબરે રહેલી મૂળ રકમ પર પાછી જશે. પ્રતિબંધ દરમિયાન અમલમાં આવવાના હતા તેવા ટોપ-અપ તેમાં સામેલ નહીં થાય.


રોકાણકારો પૈસા ઉપાડી શકશે?

આ ત્રણ ફંડ હાઉસનાં નિયંત્રણો હાલનાં રોકાણો પર સંપૂર્ણ ઉપાડબંધી નથી. Tata Mutual Fundએ સ્પષ્ટ કર્યું છે કે યોજનાની શરતો મુજબ રિડેમ્પ્શન, સ્વિચ-આઉટ અને હાલના સિસ્ટમેટિક વિથડ્રૉઅલ પ્લાન—SWP ચાલુ રહેશે. એટલે રોકાણકારો માટે નાણાં ઉપાડવા, બીજી યોજનામાં ખસેડવા અથવા અગાઉથી ગોઠવેલા નિયમિત ઉપાડની સુવિધા યથાવત રહેશે. ICICI Prudentialની નોટિસ નવા સબસ્ક્રિપ્શન અને નિર્ધારિત સિસ્ટમેટિક વ્યવહારો પર કેન્દ્રિત છે, જ્યારે Kotakની નોટિસ નવા ભંડોળના પ્રવાહને નિયંત્રિત કરે છે. વ્યવહાર કરતાં પહેલાં પોતાની યોજનાની ચોક્કસ શરતો તપાસવી જરૂરી રહેશે.


Gold ETF ખરીદતાં પહેલા iNAV કેમ જોવું?

Cresoના જણાવ્યા પ્રમાણે, અત્યાર સુધી દર્શાવાયેલાં નિયંત્રણો Gold ETF FoFsને લગતાં છે. એક્સચેન્જ પર સીધા Gold ETF ખરીદતા રોકાણકારોએ બજારભાવને ઇન્ડિકેટિવ નેટ એસેટ વેલ્યુ—iNAV સાથે સરખાવવો જોઈએ.


iNAV ETFની અંદરની સંપત્તિના સૂચક મૂલ્યનો અંદાજ આપે છે. એક્સચેન્જ પરનો ભાવ તેનાથી અલગ હોઈ શકે છે. તેથી માત્ર ઉપલબ્ધતા જોઈને ખરીદી કરવાને બદલે ભાવમાં પ્રીમિયમ છે કે નહીં તે સમજવું મહત્વનું છે.


અહેવાલો અનુસાર, હાલ સિલ્વર-ઓનલી અને મલ્ટિ-એસેટ ફંડ આ નિયંત્રણોમાં આવરી લેવાયા નથી. જોકે, Kotakની Gold Silver Passive FOF જેવી સંયુક્ત યોજનામાં નિયંત્રણ હોવાથી દરેક ગોલ્ડ-સિલ્વર FoF માટે અલગ નોટિસ તપાસવી પડશે.


આ પણ વાંચો: SEBIએ બદલ્યા CASનાં નિયમો: 7 ડિસેમ્બરથી નવો સમય, ડેરિવેટિવ્ઝ ટ્રેડર્સ માટે શું બદલાશે


આ પણ જુઓ:

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn