KuberaNowLogo
Wednesday, 30/09/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

Advertisement

Gold silver price today : ક્રૂડમાં કડાકાથી બુલિયનમાં તેજી પાછી ફરી, જાણો આજે તમારા શહેરમાં શું છે ભાવ?

આંતરરાષ્ટરીય બજાર કોમેક્સમાં સોના-ચાંદી વાયદાના ભાવમાં તેજી, ઘરેલુ બજાર MCXમાં પણ આવ્યો ઉછાળો

KuberaNow
desk@kuberanowPublished On : 30 Sept 2026
WhatsAppFacebookXLinkedIn
Gold Silver Price today 30
AI Generated Image

અમદાવાદ : ક્રૂડ ઓઈલના ભાવમાં તીવ્ર ઘટાડાથી સોના અને ચાંદીને થોડો ટેકો મળ્યો છે. મધ્ય-પૂર્વમાં ઊર્જા પૂરવઠામાં સુધારો અને અમેરિકામાં ઈમર્જન્સી ઓઈલ ભંડારની વધુ એક મોટી ખેપ જારી થવાથી બુધવારે ઓઈલના ભાવમાં ઘટાડો આવ્યો છે. અમેરિકા અને ઈરાને સોમવારે અલગ અલગ મધ્યસ્થીઓ સાથે વાટાઘાટો કરી હતી. આ સાથે મધ્ય-પૂર્વમાં ઓઈલ નિકાસ યુદ્ધ સમયની ટોચે પહોંચી હતી. વૈશ્વિક બજાર Comex પર સોના વાયદાનો ભાવ આ લખાય છે ત્યારે પ્રતિ ઔંસ 4,208ની નજીક જ્યારે ચાંદી પ્રતિ ઔંસ 61.41 ડોલરની નજીક પહોંચ્યા હતા. ઘરેલુ બજારમાં MCX પર પણ આ લખાય છે ત્યારે સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રૂ. 1,49,974 અને ચાંદી પ્રતિ કિલો રૂ. 2,26,365ના સ્તરે ટ્રેડ થઈ રહ્યા હતા.


MCX પર સોના અને ચાંદી ચમક્યા

સોના વાયદાના ભાવની શરૂઆત તેજી સાથે થઈ હતી. MCX પર સોનાનો બેન્ચમાર્ક ડિસેમ્બર કોન્ટ્રાક્ટ રૂ. 1,087ની તેજી સાથે રૂ. 1,49,910ના સ્તરે ખૂલ્યો હતો. પાછલો બંધ ભાવ રૂ. 1,48,823 હતો. આ સમાચાર લખાય છે ત્યારે આ કોન્ટ્રાક્ટ 0.77 ટકાના ઊછાળા રૂ. 1,49,974ના સ્તરે કારોબાર કરી રહ્યો હતો. સોનાના વાયદાએ આ વર્ષે રૂ. 1,80,779નું સર્વોચ્ચ સ્તર સ્પર્શ કર્યું હતું.


ચાંદીના વાયદાા ભાવની શરૂઆત પણ ઊછાળા સાથે થઈ હતી. MCX પર ચાંદીનો બેન્ચમાર્ક ડિસેમ્બર કોન્ટ્રાક્ટ રૂ. 2,396ની તેજી સાથે રૂ. 2,26,487ના સ્તરે ખૂલ્યો હતો. પાછલો બંધ ભાવ રૂ. 2,25,450 હતો. આ સમાચાર લખાય છે ત્યારે આ કોન્ટ્રાક્ટ 0.41 ટકાના ઉછાળા સાથે રૂ. 2,26,365ના સ્તરે ટ્રેડ કરી રહ્યો હતો. ચાંદીના ભાવે આ વર્ષે પ્રતિ કિલો રૂ.4,20,048ના સર્વોચ્ચ સ્તરને સ્પર્શ કર્યો હતો.


આંતરરાષ્ટ્રીય બજારમાં સોના-ચાંદીની હાલત

આંતરરાષ્ટ્રીય બજાર Comex પર સોના અને ચાંદીના ભાવમાં તેજી જોવા મળી છે. Comex સોનું પ્રતિ ઔંસ 4,216.20 ડોલરના ભાવે ખૂલ્યું હતું. પાછલો બંધ ભાવ પ્રતિ ઔંસ 4,179.70 ડોલર હતો. આ સમાચાર લખાય છે ત્યારે સોનાનો ભાવ 0.68 ટકા વધીને 4,208 ડોલર છે. સોનાએ આ વર્ષે 5,586.20 ડોલરનું સર્વોચ્ચ સ્તર સ્પર્શ કર્યું હતું. Comex પર ચાંદીના વાયદાનો ભાવ 61.83 ડોલરે ખૂલ્યો હતો. પાછલો બંધ ભાવ 61.15 ડોલર હતો. આ સમાચાર લખાય છે ત્યારે આ કોન્ટ્રાક્ટનો ભાવ 0.43 ટકાના ઊછાળા સાથે 61.41ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે.


ફેડરલ રિઝર્વના વર્તમાન નિવેદનોથી સોના-ચાંદીને આંશિક રાહત મળી છે. ન્યૂયોર્કમાં ફેડના અધ્યક્ષ જોન વિલિયમ્સે કહ્યું કે, વ્યાજદરમાં વધુ એક વધારાની હાલ કોઈ ઉતાવળ નથી. ત્યાર પછી બજારમાં ઓક્ટોબરમાં વ્યાજદરમાં વધારાની સંભાવના ઘટીને અંદાજે 50 ટકા રહી ગઈ છે, જે અગાઉ લગભગ 70 ટકા હતી. ક્રૂડ ઓઈલના ભાવ પણ ઘટ્યા છે. એવામાં બુધવારે સોના અને ચાંદીના ભાવમાં સધારો જોવા મળ્યો. જોકે, ભારતીય રોકાણકારો માટે બજારમાં ઉતાર-ચઢાવ જળવાઈ રહેવાની સંભાવના છે. રૂપિયાની ચાલ પણ મહત્વપૂર્ણ રહેશે, કારણ કે રૂપિયામાં નરમાઈ ઘરેલુ બુલિયન કિંમતોને કંઈક રાહત આપી શકે છે.


સોનાને રૂ. 1.47 લાખ, ચાંદીને રૂ. 2.24 લાખના સ્તરે ટેકો

સોનાને હાલ રૂ. 1,47,905ના સ્તરે ટેકો મળી રહ્યો છે. આ સ્તરની નીચે ટકાઉ ઘટાડો આવતા ભાવ રૂ. 1,46,990 સુધી જઈ શકે છે. ઉપરની તરફથ રૂ. 1,49,980નો રેઝિસ્ટન્સ છે. તેનાથી ઉપર ટકી રહેતા સોનાનો ભાવ રૂ. 1,51,140 સુધી પહોંચી શકે છે. ચાંદીને હાલમાં રૂ. 2,24,060ના સ્તરે ટેકો મળ્યો છે. આ સ્તરથી નીચે ટકાઉ ઘટાડો આવતા કિંમત રૂ. 2,22,665 સુધી જઈ શકે છે. ઉપરની તરફત રૂ. 2,27,290ના સ્તરે રેઝિસ્ટન્સ છે. આ સ્તરથી ઉપર નિર્ણાયક તેજી આવતા ચાંદીનો ભાવ રૂ. 2,29,125ના સ્તર સુધી પહોંચી શકે છે.


દેશના અલગ અલગ શહેરોમાં સોના અને ચાંદીના ભાવ

અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ

24 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,50,220/10 ગ્રામ

22 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,37,700/10 ગ્રામ

18 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,12,670/10 ગ્રામ

ચાંદીનો ભાવ - રૂ. 2,40,000/1 કિલો


નવી દિલ્હી

24 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,48,940/10 ગ્રામ

22 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,36,530/10 ગ્રામ

18 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,11,710/10 ગ્રામ

ચાંદીનો ભાવ - રૂ. 2,40,000/1 કિલો


મુંબઈ

24 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,49,570/10 ગ્રામ

22 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,37,110/10 ગ્રામ

18 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,12,180/10 ગ્રામ

ચાંદીનો ભાવ - રૂ. 2,40,000/1 કિલો


કોલાકાતા

24 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,49,570/10 ગ્રામ

22 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,37,110/10 ગ્રામ

18 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,12,180/10 ગ્રામ

ચાંદીનો ભાવ - રૂ. 2,40,000/1 કિલો


ચેન્નઈ

24 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,49,570/10 ગ્રામ

22 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,37,110/10 ગ્રામ

18 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,12,180/10 ગ્રામ

ચાંદીનો ભાવ - રૂ. 2,45,000/1 કિલો

(સ્રોત : ગ્રો વેબસાઈટ)

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Market

See more
  1. વ્યાજદરમાં વધારો થવાની ચિંતા હળવી થવાના પગલે આઇટી શેરોમાં ઉછાળો
  2. BSE Sensex દિવસના તળિયેથી 450 પોઇન્ટ ઉચકાયો
  3. Opening Bell: સપ્ટેમ્બર ક્લોઝિંગ પહેલાં બજારમાં મોટું ધોવાણ: સેન્સેક્સ 3% ડાઉન, Nifty 22,700 ક્રેક
  4. Global Cues : GIFT Niftyથી Wall Street સુધી ક્યાં જોવા મળી રહી છે તેજી

Economy

See more
  1. Cement Price Hike: ઘર બનાવવાનું થશે મોંઘુ! ઓક્ટોબરમાં ફરી સિમેન્ટના ભાવ વધવાની શક્યતા
  2. Real Estate Boom: ભારતમાં પ્રોપર્ટી માર્કેટમાં ઉછાળો, 9 મહિનામાં જ તૂટ્યો 2025ના રોકાણનો રેકોર્ડ
  3. ઔદ્યોગિક ક્ષેત્રે રેકોર્ડબ્રેક તેજી! IIP ગ્રોથમાં 8%, મેન્યુફેક્ચરિંગમાં 9%નો ઉછાળો
  4. તહેવાર પહેલાં AC, TV અને ફ્રિજ મોંઘાં થશે? 1 ઓક્ટોબરથી ભાવમાં 8% સુધી વધારાની શક્યતા
Advertisement

Personal Finance

See more
  1. Online Insurance લેતાં પહેલાં આ 6 Dark Patternsથી રહો સાવધાન !
  2. RBI New Rules: 1 ઓક્ટોબરથી બદલાશે Bulk Depositના નિયમો
  3. ખાલી પેનલ્ટી નહીં, આખું ખાતું બંધ થઈ શકે! RD ડિફોલ્ટના આ નિયમો જાણો
  4. દસ મહત્વના પગલાં નાણાકીય સુરક્ષાના

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM