KuberaNowLogo
Thursday, 03/09/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

GIFT IFSC બન્યું ગ્લોબલ બેંકિંગ હબ, FCNR(B) વિતરણ $52.82 બિલિયન સુધી પહોંચ્યું

GIFT IFSCની 20 Banking Unitsએ RBIની વિશેષ Swap Facility હેઠળ FCNR(B) ડિપોઝિટ સામે $54.02 અબજ મંજૂર કર્યા, જેમાંથી $52.82 અબજનું વિતરણ થયું છે. ઉદય કોટકે આ આંકડાને GIFT IFSCના વધતા આંતરરાષ્ટ્રીય નાણાકીય મહત્વનો સંકેત ગણાવ્યો છે.

KuberaNow
desk@kuberanow3 Sept 2026
WhatsAppFacebookXLinkedIn
gift
GIFT IFSC બન્યું વૈશ્વિક બેંકિંગનું મહત્વનું કેન્દ્રAI GENERATED IMAGE

GIFT IFSC ભારતના આંતરરાષ્ટ્રીય બેન્કિંગ અને વિદેશી ચલણ આધારિત ફાઇનાન્સિંગ માટે મહત્વનું કેન્દ્ર બની રહ્યું છે. IFSCAના આંકડા મુજબ 31 ઓગસ્ટ 2026 સુધી 20 IFSC Banking Unitsએ RBIની વિશેષ FCNR(B) Swap Facility હેઠળ $54.02 અબજનું ફંડ મંજૂર કર્યું, જેમાંથી $52.82 અબજનું વિતરણ થઈ ચૂક્યું છે. Kotak Mahindra Bankના સ્થાપક ઉદય કોટકે આ કામગીરીને GIFT IFSCના વધતા આંતરરાષ્ટ્રીય નાણાકીય કેન્દ્ર તરીકેના મહત્વ સાથે જોડીને જોયી છે.


કુલ FCNR(B) ડિપોઝિટ $127.23 અબજ

RBIના પ્રાથમિક આંકડા મુજબ 31 ઓગસ્ટ સુધી તેની વિશેષ USD-INR Swap Facility હેઠળ કુલ વિદેશી ચલણ પ્રવાહ $136.38 અબજ રહ્યો હતો. તેમાં સૌથી મોટો હિસ્સો FCNR(B) ડિપોઝિટનો રહ્યો, જે $127.23 અબજ હતો. Overseas Foreign Currency Borrowingsમાંથી $5.26 અબજ અને ECB મારફતે $3.89 અબજનો પ્રવાહ નોંધાયો.


GIFT IFSCથી ECB ફાઇનાન્સિંગ પણ વધ્યું

IFSCA મુજબ એપ્રિલથી ઓગસ્ટ 2026 દરમિયાન IFSC Banking Unitsએ External Commercial Borrowings હેઠળ કુલ $11.62 અબજનું વિતરણ કર્યું. માસિક ECB વિતરણ એપ્રિલના $1.54 અબજથી વધીને ઓગસ્ટમાં $3.54 અબજ થયું.


ભારતીય બેન્કોના $11.12 અબજના બોન્ડ લિસ્ટિંગ

આ જ સમયગાળામાં ભારતીય બેન્કોએ IFSC એક્સચેન્જ મારફતે $11.12 અબજના બોન્ડ લિસ્ટ કર્યા. તેમાંથી $9.17 અબજના બોન્ડ માત્ર જુલાઈ અને ઓગસ્ટ દરમિયાન લિસ્ટ થયા હોવાનું IFSCAએ જણાવ્યું છે.


GIFT IFSCની ભૂમિકા કેમ મહત્વની?

IFSCAના જણાવ્યા મુજબ GIFT IFSC વૈશ્વિક મૂડીને ભારતની ફાઇનાન્સિંગ જરૂરિયાતો સાથે જોડવામાં વધતી ભૂમિકા ભજવી રહ્યું છે. FCNR(B), ECB અને બોન્ડ લિસ્ટિંગ જેવા માધ્યમો દ્વારા અહીંના Banking Units વિદેશી ચલણ ઊભું કરવું અને Cross-Border Financing બંનેમાં મહત્વપૂર્ણ પ્લેટફોર્મ બની રહ્યા છે. RBIએ FCNR(B) માટેની વિશેષ Swap Window 31 ઓગસ્ટે બંધ કરી છે, જ્યારે ECB અને OFCB માટેની સુવિધા 31 ડિસેમ્બર 2026 સુધી ચાલુ રહેશે. RBIએ સ્પષ્ટ કર્યું છે કે આ તમામ આંકડા હાલ પ્રાથમિક છે અને અંતિમ રિપોર્ટિંગ તથા સમાધાન બાદ તેમાં ફેરફાર થઈ શકે છે.


અમારી WhatsApp ચેનલમાં જોડાવવા અહીં આપેલી લિંક પર ક્લિક કરો

https://whatsapp.com/channel/0029VbDPNhHISTkJEDTirJ16


આ પણ વાંચો: ભારત-રશિયા વેપારમાં સ્થાનિક ચલણનો દબદબો, 96% ચુકવણી રૂપિયા અને રુબેલમાં

Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. ભારતીય શેરબજાર ત્રણ દિવસના ઘટાડા પછી પોઝિટિવ ઝોનમાં
  2. Global Cues : GIFT Niftyથી Wall Street સુધી ક્યાં જોવા મળી રહી છે તેજી
  3. Stocks In News |3 September 2026: આજે કયા Top Share ફોકસમાં રહી શકે
  4. ફ્લેક્સીકેપ ફંડ્સે જાન્યુઆરીથી જુલાઈમાં લગભગ 50,000 કરોડનું રોકાણ આકર્ષ્યુ

Economy

See more
  1. GIFT IFSC બન્યું ગ્લોબલ બેંકિંગ હબ, FCNR(B) વિતરણ $52.82 બિલિયન સુધી પહોંચ્યું
  2. ભારત-રશિયા વેપારમાં સ્થાનિક ચલણનો દબદબો, 96% ચુકવણી રૂપિયા અને રુબલમાં
  3. રશિયન ક્રૂડ ઓઇલ આયાતમાં ઘટાડો, ઓગસ્ટમાં ભારતની ખરીદી 26% ઘટી
  4. NRIના ડોલરથી ભારતને મોટો ટેકો, RBIની FCNR(B)માં $100 અબજથી વધુ જમા
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. વિદેશમાં નિકાસ કરો છો? Marine Insuranceથી મેળવો આર્થિક સુરક્ષા
  2. UPIમાં આવી શકે છે મોટો ફેરફાર, હવે AI Agent તમારી તરફથી પેમેન્ટ કરી શકશે
  3. સતત પાંચમાં દિવસે ઘટ્યા સોનાના ભાવ, MCX Goldમાં ₹10,700થી વધુનો ઘટાડો
  4. કરદાતાઓએ બનાવ્યો રેકોર્ડ, 31 ઓગસ્ટ સુધી 7.8 કરોડથી વધુ ITR ફાઈલ

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM