કરદાતાઓએ બનાવ્યો રેકોર્ડ, 31 ઓગસ્ટ સુધી 7.8 કરોડથી વધુ ITR ફાઈલ
નાણાકીય વર્ષ 2026-27 માટે 31 ઓગસ્ટ સુધી 7.8 કરોડથી વધુ ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ થયા છે. આ સમયમર્યાદા ખાસ કરીને નોન-ઓડિટ બિઝનેસ અને પ્રોફેશનલ કરદાતા માટે હતી.

નાણાકીય વર્ષ 2026-27 માટે 31 ઓગસ્ટ 2026 સુધી 7.8 કરોડથી વધુ ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ થયા છે. ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટના જણાવ્યા મુજબ આ અત્યાર સુધીનો રેકોર્ડ છે. 31 ઓગસ્ટની સમયમર્યાદા ખાસ કરીને એવા બિઝનેસ અને પ્રોફેશનલ કરદાતા માટે હતી જેમના ખાતાઓનું ઓડિટ જરૂરી નથી.
કોના માટે 31 ઓગસ્ટ છેલ્લી તારીખ હતી?
Finance Act, 2026 હેઠળ બદલાયેલા નિયમો પ્રમાણે નોન-ઓડિટ બિઝનેસ અને પ્રોફેશનલ કરદાતાને ITR ફાઈલ કરવા માટે 31 ઓગસ્ટ 2026 સુધીનો સમય આપવામાં આવ્યો હતો. જ્યારે અન્ય સામાન્ય કરદાતા માટે સમયમર્યાદા 31 જુલાઈ હતી.
Auditવાળા કરદાતાઓ માટે અલગ તારીખ
જે બિઝનેસ અથવા કરદાતાના ખાતાઓનું ઓડિટ જરૂરી છે, તેમના માટે ITR ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 ઓક્ટોબર 2026 છે. Transfer Pricingના નિયમો હેઠળ આવતાં કરદાતા માટે છેલ્લી તારીખ 30 નવેમ્બર 2026 રાખવામાં આવી છે.
મોડું થાય તો 31 ડિસેમ્બર સુધી તક
જે કરદાતા પોતાની લાગુ પડતી છેલ્લી તારીખ સુધી ITR ફાઈલ ન કરી શક્યા હોય તેઓ 31 ડિસેમ્બર 2026 સુધી Belated Return ફાઈલ કરી શકે છે. જો કુલ આવક ₹5 લાખ સુધી હોય તો મોડું રિટર્ન ફાઈલ કરવા માટે ₹1,000ની ફી લાગી શકે છે. અન્ય કિસ્સામાં આ ફી ₹5,000 સુધી હોઈ શકે છે.
આ પણ વાંચો: સુરત-ઉદયપુર વચ્ચે નવી વંદે ભારતને મળી મંજૂરી, સપ્તાહમાં 6 દિવસ દોડશે
રિટર્ન વેરિફાઈ કરવું પણ જરૂરી
ITR ફાઈલ કર્યા પછી તેને Verify કરવું જરૂરી છે. કરદાતાને રિટર્મ ફાઈલ કર્યા બાદ 30 દિવસની અંદર ઈ-વેરિફિકેશન અથવા ITR-V સબમિટ કરવાની તક મળે છે. જો વેરિફિકેશન વેરિફિકેશન મોડું થાય તો કેટલીક સ્થિતિમાં વેરિફિકેશનની તારીખને જ રિટર્ન ફાઈલ કરવાની તારીખ માનવામાં આવી શકે છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો
https://whatsapp.com/channel/0029VbDPNhHISTkJEDTirJ16
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

JioBlackRock નવું Gold ETF લાવશે, રૂ. 500થી કરી શકાશે રોકાણ

InsuranceTips: મોટર ઇન્સ્યોરન્સ લેતા પહેલાં શું ચકાસવું જોઇએ?

જીવન વીમો એટલે શું? તમારે જાણવા જેવી તમામ માહિતી

સાવધાન! ઝીરો બેલેન્સ એકાઉન્ટમાં ક્યારેય ન કરો આ ભૂલ; જાણી લો RBIના નિયમો

BANK HOLIDAY: દશેરા પર 19 કે 20 ઓક્ટોબરે બેન્ક બંધ રહેશે? જાણો કયા દિવસે ક્યાં રહેશે રજા

RBI New Rules: બેંકને ભૂલ પડશે ભારે! ગ્રાહકને મળી શકે રોજના ₹5,000 સુધીનું વળતર

માત્ર રોકાણ નહીં, પરિવારની આર્થિક સુરક્ષા; પોલિસી લેતા પહેલાં આ બાબતો સમજો




