ઓગસ્ટમાં વૈશ્વિક બજારમાં અસ્થિરતા વચ્ચે નિફ્ટી મેટલ્સે સાત ટકાનો વધારો નોંધાવ્યો
વૈશ્વિક સ્તરે અસ્થિર વાતાવરણ વચ્ચે પણ નિફ્ટી મેટલ્સે ઓગસ્ટમાં વૃદ્ધિ નોંધાવીને બધાને ચોંકાવ્યા હતા

મુંબઈઃ ઓગસ્ટમાં નિફ્ટી મેટલ્સે સાત ટકાનો વધારો નોંધાવ્યો હતો. અહીં મહત્ત્વની વાત એ છે કે અત્યંત અસ્થિર બજાર વચ્ચે નિફ્ટી મેટલ્સે સાત ટકાની વૃદ્ધિ નોંધાવી હતી. નિફ્ટી મેટલ્સની તેજીને વિશ્વસ્તરે મેટલ્સના ભાવની મજબૂતાઈ અને સ્થાનિક સ્તરે સ્ટીલના ભાવમાં આવેલી તેજીએ સપોર્ટ પૂરો પાડ્યો હતો. જો કે જેકસન હોલમાં યુએસ ફેડ રિઝર્વના વડાના બ્રીફિંગ પછી અનિશ્ચિતતાનું વધુ એક સ્તર ઉમેરાયું છે. તેના લીધે સપ્ટેમ્બરમાં ફેડ રિઝર્વ વ્યાજદરમાં વધારો થવાના સંકેતો મળ્યા છે. આના પગલે ડોલર મજબૂત બનશે અને કોમોડિટીમાં ચાલતી રેલી ભયમાં મૂકાશે.
વિશ્લેષકોનું માનવું છે કે બેઝ મેટલ્સમાં ચાલતી હાલની રેલી ટૂંકાગાળાના સેન્ટિમેન્ટના બદલે સપ્લાય મોરચે ઓછા પુરવઠાના કારણે છે. ચોલામંડલમ સિક્યોરિટીઝના ઇક્વિટી હેડ ધર્મેશ કાંતે જણાવ્યું હતું કે બેઝ મેટલ્સમાં ચાલતી તેજી પુરવઠાના મોરચે અછત અને માંગની મજબૂતાઈને આભારી છે. તેમા પણ ખાસ કરીને તાંબુ, એલ્યુમિનિયમ, ટિન અને ઝિંક પ્રમાણમાં સ્થિર છે અને તેના પર કોઈ અસર થઈ નથી. માંગના પ્રેરકબળો એશિયન દેશોની તરફેણમાં છે, જે આગામી એક વર્ષ સુધી ચાલે તેમ માનવામાં આવે છે, એમ તેમણે ઉમેર્યુ હતું.
સપ્લાયના લીધે રેલી
આઇએનવીએસેટ પીએમએસના બિઝનેસ હેડ હર્ષલ દાસાણીનું કહેવું છે કે તાજેતરમાં જોવા મળેલો વધારો માંગમાં વૃદ્ધિને આભારી નથી, પરંતુ પુરવઠાના મોરચે પ્રવર્તતી અછતના કારણે જોવા મળ્યો છે. આના લીધે નિફ્ટી મેટલ્સમાં સાત ટકાનો વધારો જોવા મળ્યો છે. હવે આ તેજી કેટલી ટકે છે તેનો આધાર પુરવઠાના મોરચે જોવા મળતી સ્થિતિ પર છે.
તાંબાનો ભાવ વિક્રમજનક સ્તરે પહોંચ્યો છે. જ્યારે 2026માં રિફાઇન્ડ પ્રોડકશનમાં વૃદ્ધિ જોવા મળે તેમ માનવામાં આવે છે. જો કે તેની વૃદ્ધિનો અંદાજ 2.8 ટકાથી ઘટાડીને 2.2 ટકા કરવામાં આવ્યો છે. ચીલીમાં પુરવઠાના મોરચે સર્જાયેલા અવરોધોના લીધે આ અંદાજ મૂકવામાં આવ્યો છે. ચીનમાં કેપેસિટી રિસ્ટ્રિકશનના લીધે અને પર્યાવરણલક્ષી અંકુશોના લીધે એલ્યુમિનિયમમાં પણ પુરવઠાના મોરચે સ્થિતિ ચુસ્ત રહે તેમ મનાય છે.
ચીનનું માસિક સ્ટીલ ઉત્પાદન વાર્ષિક ધોરણે લગભગ સાત ટકા ઘટીને 8.66 કરોડ ટન થયું છે. તેના લીધે ચીનની નિકાસ પરનું દબાણ ઘટ્યું છે તથા ભારતના સ્ટીલના ભાવ પર દબાણ સર્જાયું છે. આના લીધે સપ્લાય બેઝ્ડ રેલી અપેક્ષા કરતાં લાંબો સમય ચાલે તો પણ આશ્ચર્ય નહીં.
સ્ટીલ
સ્થાનિક સ્ટીલના ભાવમાં પણ સુધારો જોવા મળી રહ્યો છે. કોટક ઇન્સ્ટિટ્યુશનલ ઇક્વિટીઝે જણાવ્યું હતું કે જુન-જુલાઈમાં આવેલા નોંધપાત્ર કરેકશનના લીધે લોંગ સ્ટીલના ભાવ છેલ્લા એક મહિનામાં 12 ટકા રિકવર થયા છે. બ્રોકરેજ માને છે કે સ્થાનિક સ્તરે ચુસ્ત સ્થિતિ અને ચોમાસામાં સ્થિતિ નબળી પડતાં ભાવને સપોર્ટ મળી શકે છે. જિંદાલ સ્ટીલ અને સેઇલને આ રિકવરીમાં નોંધપાત્ર ફાયદો થયો છે.
કોકિંગ કોલના વધતા જતાં ભાવના લીધે ચિંતા છે. એચસીસીના હાજર ભાવ વર્તમાન નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરના ભાવ કરતાં પાંચ ટકા વધારે છે. સપ્લાયના મોરચે અવરોધોના લીધે કંપનીઓને રિકવરીથી ફાયદો થાય તેમ મનાય છે. બીજી બાજુઓ લોહખનીજ પ્રમાણમાં નબળું રહે તેમ માનવામાં આવે છે. જ્યારે NMDC ફાઇનનો ભાવ જૂનના સ્તરથી સાત ટકા ઘટેલો છે. સ્ટીલની રેલી ચાલવાનો આધાર ઊંચા વેચાણભાવનું માર્જિનમાં કેટલું રૂપાંતર થાય છે તેના પર છે.
કોપર-એલ્યુમિનિયમ ભાવ
કોપર અને એલ્યુમિનિયમના ઉત્પાદકો હોવાનો આગવો ફાયદો છે. તેનું કારણ પુરવઠા મોરચે પ્રવર્તતી અછત છે. તેનાથી વિપરીત સ્ટીલ ઉત્પાદકોને હંમેશા ચાઇનીઝ નિકાસનો અને કાચા માલનો ખર્ચને ડર રહે છે. તેથી જ વિશ્લેષકો અત્યારના તબક્કે સ્ટીલની તુલનાએ નોન-ફેરસ મેટલ્સને પ્રાધાન્ય આપે છે. તેમા કોપર અને એલ્યુમિનિયમને વધુ પ્રાધાન્ય આપવામાં આવે છે. તેના પછી ઝિંકનો વારો આવે છે, સ્ટીલ તેના પછી આવે છે.
ચીન પર ચાંપતી નજર છે. ચીનના સ્ટીલ પ્રોડકશનમાં કે નિકાસમાં વધારો વૈશ્વિક ભાવ અને સ્થાનિક સ્ટીલ ઉત્પાદકો પર દબાણ લાવી શકે. રોકાણકારો માટે જોઈએ તો કોકિંગ કોલ અને લોહખનીજના ભાવ નક્કી કરશે કે સ્ટીલ પ્રાઇસ રિકવરી બોટમ લાઇને પહોંચે છે કે નહીં. એલ્યુમિનિયમ અને કોપર માટે વૈશ્વિક પુરવઠા અવરોધ, ઇન્વેન્ટરીઝ અને ઊર્જાખર્ચ ચાવીરૂપ બાબત હશે. ફેડ અને ડોલર મેક્રો રિસ્કમાં ઉમેરો કરશે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો
https://whatsapp.com/channel/0029VbDPNhHISTkJEDTirJ16
https://www.instagram.com/kuberanow/
https://www.facebook.com/profile.php?id=61590120462544
https://whatsapp.com/channel/0029VbDPNhHISTkJEDTirJ16
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Advertisement by KuberaNow
Market
See moreEconomy
See more- ચિપ ઉત્પાદનને વેગ આપવા સરકારની ₹1.27 લાખ કરોડની Semicon 2.0ના નિયમો જાહેર
- સરકારના પગલાં છતાં ખાંડના ભાવ ત્યાંના ત્યાં, દેશમાં સરેરાશ ભાવ ₹64.24 પ્રતિ કિલો
- અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે ક્રૂડ ઓઇલના ભાવોમાં ઉછાળો, બ્રેન્ટ $90 પ્રતિ બેરલ નજીક
- ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જોડાયેલા ઉદ્યોગોમાં નવા રોકાણની શક્યતા વધી: BoB રિપોર્ટ

Advertisement by KuberaNow
Personal Finance
See moreMORNING BRIEF
Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.
- 24,000+ readers
- Daily 7:30 AM
