RBI ડિસેમ્બરમાં રેપો રેટ 0.50 બેસિસ પોઇન્ટ વધારી શકે : SBI રિપોર્ટ
SBI Researchએ ડિસેમ્બરની RBI નીતિ બેઠકમાં રેપો રેટમાં 50 બેસિસ પોઇન્ટના વધારાનો પોતાનો અંદાજ યથાવત રાખ્યો છે. મોંઘવારીનું વધતું દબાણ, ઊંચા ક્રૂડ ઓઇલના ભાવ અને RBIની સખત નાણાકીય નીતિ તરફની દિશાને તેના મુખ્ય કારણો ગણાવવામાં આવ્યા છે.

મોંઘવારીના વધતા દબાણ વચ્ચે ડિસેમ્બરની RBI MPC બેઠક પર નજર વધી છે. SBI Researchએ પોતાની તાજેતરની રિપોર્ટમાં ડિસેમ્બરમાં નીતિ દરોમાં કુલ 50 બેસિસ પોઇન્ટનો વધારો થવાનો પોતાનો અંદાજ યથાવત રાખ્યો છે. રિપોર્ટમાં ઊંચા ક્રૂડ ઓઇલના ભાવ અને RBIની નાણાકીય નીતિ વધુ સખત થવાની સંભાવનાને તેના મુખ્ય કારણો ગણાવવામાં આવ્યા છે.
RBI સામે દર વધારાના બે વિકલ્પ
SBI Research અનુસાર ડિસેમ્બરમાં કુલ 50 bpsની સખ્તાઈ બે રીતે થઈ શકે છે. પ્રથમ વિકલ્પમાં RBI રેપો રેટમાં સીધો 50 bpsનો વધારો કરીને તેને 6% કરી શકે છે. બીજા વિકલ્પમાં રેપો રેટ 25 bps વધારીને 5.75% કરવામાં આવે અને સાથે Liquidity Adjustment Facility એટલે કે LAF Corridorને 25 bps સુધી વધારવામાં આવે. આ સ્થિતિમાં Marginal Standing Facility (MSF) Rate વધીને 6.25% થઈ શકે છે, જ્યારે Standing Deposit Facility (SDF) Rate 5.50% પર યથાવત રહેવાનો અંદાજ છે. SBI Researchનું માનવું છે કે આ પ્રકારનું પગલું વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે બજારની કામગીરીને સરળ રાખવામાં મદદ કરી શકે છે.
મોંઘવારીનો દબાણ વધવાની ચિંતા
SBI Researchની રિપોર્ટમાં મોંઘવારીને મોટો પડકાર ગણાવવામાં આવ્યો છે. Consumer Price Index એટલે કે CPIમાં 75% યોગદાન આપતી વસ્તુઓની સંખ્યા ઑગસ્ટમાં 25 હતી, જે સપ્ટેમ્બરમાં વધીને 31 થઈ ગઈ છે. રિપોર્ટ મુજબ આ સ્થિતિ દર્શાવે છે કે ભાવનું દબાણ હવે વધુ વસ્તુઓ સુધી ફેલાઈ રહ્યું છે. નવેમ્બરમાં મોંઘવારી દર 6.5%ના ઊંચા સ્તરે પહોંચી શકે તેવો અંદાજ પણ આપવામાં આવ્યો છે.
ક્રૂડ ઓઇલના ભાવથી મોંઘવારીનું જોખમ
રિપોર્ટમાં ક્રૂડ ઓઇલના ભાવને પણ મોંઘવારી માટે મહત્વનું જોખમ ગણાવવામાં આવ્યું છે. SBI Researchના અંદાજ મુજબ 15 દિવસના સમયગાળામાં Brent Crudeનો સરેરાશ ભાવ 110 અમેરિકન ડૉલર પ્રતિ બેરલ રહી શકે છે. આ ઉપરાંત RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ ઑક્ટોબરની MPC બેઠકની Minutesમાં સંકેત આપ્યો હતો કે આગામી નિર્ણયો મોંઘવારી અને આર્થિક વૃદ્ધિની સ્થિતિ પર આધારિત રહેશે અને વિકલ્પોમાં દર વધારવો અથવા તેને યથાવત રાખવાનો સમાવેશ થઈ શકે છે.
ઑક્ટોબરમાં રેપો રેટ 5.50% થયો
ઑક્ટોબરની MPC બેઠકમાં રેપો રેટમાં સર્વસંમતિથી 25 બેસિસ પોઇન્ટનો વધારો કરીને 5.50% કરવામાં આવ્યો હતો. સાથે જ RBIએ પોતાનો નીતિ અભિગમ બદલીને ‘Calibrated Tightening’ કર્યો હતો. RBIની ઑક્ટોબરની MPC Minutes મુજબ FY2026-27ના ત્રીજા ક્વાર્ટરમાં Retail Inflation 6% રહેવાનો અંદાજ છે, જે ચોથા ક્વાર્ટરમાં ઘટીને 5.7% થઈ શકે છે. RBIએ FY2026-27 માટે GDP Growthનો અંદાજ 7.1% રાખ્યો છે. હવે RBIની આગામી MPC બેઠક 2થી 4 ડિસેમ્બર 2026 દરમિયાન યોજાવાની છે. તેમાં મોંઘવારી અને આર્થિક વૃદ્ધિની સ્થિતિની ફરી સમીક્ષા કરવામાં આવશે.
આ પણ વાંચો : GST દરોમાં ઘટાડા છતાં ગુજરાતની GST આવકમાં 35%નો ઉછાળો
આ પણ જુઓ:
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

Core Sector Growth: 'કોર' મજબૂત બની, વૃદ્ધિ 7.9% સાથે 30 મહિનાની ટોચે

Government Bondsની ટેક્સ છૂટ માટે Form 173A ફરજિયાત: CBDTનો નવો નિયમ કોને લાગુ પડશે

Indian Rupee: ડૉલર સામે રૂપિયાનું સતત 8મા સત્રમાં મજબૂત પ્રદર્શન

Indian Economy: વિકાસની રફ્તાર તેજ, પરંતુ રૂપિયાની નબળાઈથી $5 ટ્રિલિયનનું લક્ષ્ય દૂર!

Indian Stock Market: મજબૂત અર્થતંત્ર છતાં શેરબજારમાં મંદી કેમ? નાણામંત્રીએ શું કહ્યું

India Forex Reserve: ભારતના વિદેશી મુદ્રા ભંડારમાં સતત બીજા અઠવાડિયે ઘટાડો, $726 અબજ પર પહોંચ્યો

ભારતનો GDP ગ્રોથ FY27માં 7.1-7.3% રહેવાનો અંદાજ, ખાનગી રોકાણ બનશે નવી વૃદ્ધિનો આધાર: Deloitte





