GDP વૃદ્ધિ 7.8% થતાં PM મોદીએ કહ્યું ‘નિરાશાવાદીઓ ખોટા પડ્યા, ભારત આગળ વધ્યું’
FY27ના પ્રથમ ક્વાર્ટરમાં ભારતની GDP વૃદ્ધિ 7.8% રહી છે. તેલના ઊંચા ભાવ, સપ્લાય ચેઇનની સમસ્યાઓ અને વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે આવેલી આ વૃદ્ધિને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતની સામૂહિક શક્તિનું પરિણામ ગણાવ્યું છે.

FY27ના પ્રથમ ક્વાર્ટરમાં ભારતીય અર્થવ્યવસ્થાએ 7.8% GDP વૃદ્ધિ નોંધાવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ પ્રદર્શનને મોટી સિદ્ધિ ગણાવી છે. PM મોદીએ કહ્યું કે તેલના ભાવમાં વધારો, સપ્લાય ચેઇનની મુશ્કેલીઓ અને વૈશ્વિક અનિશ્ચિતતા છતાં ભારતે 7.8% વૃદ્ધિ હાંસલ કરી છે. તેમણે આ સફળતાનો શ્રેય દેશના લોકોની સામૂહિક શક્તિ અને મજબૂતાઈને આપ્યો.
‘નિરાશાવાદીઓ ખોટા પડ્યા’
GDPના આંકડા જાહેર થયા બાદ PM મોદીએ X પર લખ્યું કે FY27ના પ્રથમ ક્વાર્ટરમાં 7.8% GDP વૃદ્ધિ એક મોટી સિદ્ધિ છે. તેમણે પોતાની પોસ્ટના અંતે કહ્યું, “Doomsayers were doomed and India bloomed”, એટલે કે ભારત અંગે નકારાત્મક અંદાજ લગાવનારાઓ ખોટા પડ્યા અને ભારત આગળ વધ્યું.

RBIના અંદાજ કરતાં પણ વધુ વૃદ્ધિ
એપ્રિલથી જૂન 2026 દરમિયાન Real GDP ₹81.36 લાખ કરોડ રહેવાનો અંદાજ છે, જે ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં ₹75.46 લાખ કરોડ હતો. આ રીતે GDP વૃદ્ધિ 7.8% રહી. RBIએ અગાઉ આ ક્વાર્ટર માટે આશરે 7% વૃદ્ધિનો અંદાજ મૂક્યો હતો.
નાણામંત્રીએ પણ ગણાવી મજબૂત કામગીરી
નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું કે FY27ના પ્રથમ ક્વાર્ટરમાં Real GDP 7.8%, Nominal GDP 10.3% અને Real GVA 8.2% વધ્યું છે. તેમણે આ મજબૂત કામગીરી માટે દેશના લોકોની મહેનત અને સરકારના આર્થિક સુધારાઓને મહત્વપૂર્ણ ગણાવ્યા.
આ પણ વાંચો: યુદ્ધ અને વૈશ્વિક દબાણ વચ્ચે પણ ભારતની GDP વૃદ્ધિ 7.8%, અપેક્ષા કરતાં વધુ મજબૂત અર્થવ્યવસ્થા
યુદ્ધ અને ઊંચા તેલના ભાવ વચ્ચે વૃદ્ધિ
આ ક્વાર્ટર દરમિયાન પશ્ચિમ એશિયામાં તણાવ અને યુદ્ધને કારણે તેલના ભાવ અને વૈશ્વિક સપ્લાય ચેઇનને લઈને ચિંતા વધી હતી. આ પડકારો વચ્ચે પણ ભારતની અર્થવ્યવસ્થા 7.8% વધી છે. જોકે અગાઉના ક્વાર્ટરની 8.6% વૃદ્ધિની સરખામણીએ આ વખતે વૃદ્ધિની ગતિ થોડી ધીમી રહી છે.
અમારી WhatsApp ચેનલ સાથે જોડાવવા માટે 7069287000 પર Hi લખીને મોકલો
સાથે સાથે અમને ફોલો કરો
https://www.instagram.com/kuberanow/
https://whatsapp.com/channel/0029VbDPNhHISTkJEDTirJ16
https://www.youtube.com/@KuberaNow
Also Read

India Forex Reserve: ભારતના વિદેશી મુદ્રા ભંડારમાં સતત બીજા અઠવાડિયે ઘટાડો, $726 અબજ પર પહોંચ્યો

ભારતનો GDP ગ્રોથ FY27માં 7.1-7.3% રહેવાનો અંદાજ, ખાનગી રોકાણ બનશે નવી વૃદ્ધિનો આધાર: Deloitte

ભારતના એક્સપોર્ટમાં 23%નો ઉછાળો, આંકડો $44.40 અબજને પાર

કેન્દ્રનું નેટ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન 13.21% વધી ₹13.38 લાખ કરોડ, રિફંડમાં 24.22%નો વધારો

જથ્થાબંધ મોંઘવારીએ લગાવી આગ, WPI 11.39% પર પહોંચ્યો!

આખરે RBIની મહેનત રંગ લાવી, રૂપિયો ડોલર સામે મજબૂત થતાં 1 મહિનાની ટોચે

નિવૃત્તિ પછી માત્ર ઘર નહીં, સંભાળ પણ: ભારતમાં Senior housing બજાર $11.43 અબજ પહોંચવાનો અંદાજ




