ગુજરાતની સ્પેસ કંપની OMSPACEની મોટી સિદ્ધિ, Infinity One રોકેટના બે મહત્વના ભાગ તૈયાર
અમદાવાદ આધારિત સ્પેસ-ટેક કંપની OMSPACEએ તેના રિયુઝેબલ લોન્ચ વ્હિકલ ‘Infinity One’ માટે નોસ કોન અને કિક સ્ટેજ તૈયાર કર્યા છે. આ સાથે રોકેટનો વિકાસ ડિઝાઈ અને સિમ્યુલેશનના તબક્કાથી આગળ વધીને ઈન્ટેગ્રેશન, વેલિડેશન અને આગળના ફ્લાઈટ ટેસ્ટિંગ તરફ પહોંચી રહ્યો છે.

ગુજરાતની ખાનગી સ્પેસ-ટેક કંપની OMSPACE Rocket and Exploration Pvt. Ltd.એ પોતાના રિયુઝેબલ લોન્ચ વ્હિકલ Infinity Oneના વિકાસમાં મહત્વનો પડાવ હાંસલ કર્યો છે. કંપનીએ રોકેટના નોસ કોન અને કિક સ્ટેજનું વિકાસ પૂર્ણ કર્યું છે. સપ્ટેમ્બર 2026માં પૂર્ણ થયેલા આ બંને ભાગ સાથે Infinity One હવે ડિઝાઈન અને સિમ્યુલેશનના તબક્કાથી આગળ વધીને ફિઝિકલ રોકેટ હાર્ડવેરના ઈન્ટેગ્રેશન અને વેલિડેશન તરફ જઈ રહ્યો છે. OMSPACE અમદાવાદથી કાર્યરત કંપની છે અને તેનું manufacturing hub સાણંદ GIDC વિસ્તારમાં છે. કંપનીની શરૂઆત 2020માં અમદાવાદમાં થઈ હતી અને તે DPIIT, Startup India તથા MSME દ્વારા માન્ય startup છે.
Nose Cone અને Kick Stage શું કામ કરે છે?
Nose Cone રોકેટના આગળના ભાગમાં હોય છે. તે atmospheric flight દરમિયાન હવાનું દબાણ અને drag ઘટાડવામાં મદદ કરે છે અને payload તેમજ અંદરના મહત્વના ભાગોને સુરક્ષિત રાખે છે. Kick Stage રોકેટના અંતિમ તબક્કામાં payloadને નિર્ધારિત કક્ષામાં પહોંચાડવા જરૂરી propulsion અને structural support આપે છે. આ બંને ભાગ તૈયાર થયા બાદ કંપની હવે તેમને અન્ય rocket systems સાથે જોડીને structural testing, functional testing, subsystem validation અને vehicle-level testing હાથ ધરશે.
નાના સેટેલાઇટ માટે Infinity One
Infinity Oneને નાના અને nano satellitesને Low Earth Orbit સુધી dedicated launch સેવા આપવા માટે વિકસાવવામાં આવી રહ્યો છે. કંપનીની તાજેતરની જાહેરાત મુજબ Infinity Oneની payload ક્ષમતા 500 કિલો સુધી LEO માટે રાખવામાં આવી છે. OMSPACEની પોતાની વેબસાઇટ પર તેને customizable reusable rocket તરીકે રજૂ કરવામાં આવ્યો છે અને તેમાં advanced composites, metal 3D printing, cryogenic engines અને nano avionics જેવી ટેક્નોલોજીનો ઉપયોગ કરવાનો ઉલ્લેખ છે.
અમદાવાદમાં R&D, સાણંદમાં મેન્યુફેક્ચરિંગ
OMSPACEનું corporate office અમદાવાદના અંબલી વિસ્તારમાં છે, જ્યારે તેનું manufacturing hub સાણંદ GIDC વિસ્તારમાં આવેલું છે. કંપનીના જણાવ્યા મુજબ 2025માં તેણે અમદાવાદમાં 30,000 ચોરસ ફૂટનું R&D કેન્દ્ર શરૂ કર્યું હતું. એ જ વર્ષે Infinity Oneના વિકાસને ઝડપ આપવા માટે $3 મિલિયનનું pre-seed funding મેળવ્યું હતું અને 300થી વધુ ટેસ્ટ રન બાદ 100%
ધોલેરા નજીક ગુજરાતની ધરતી પરથી રોકેટ ટેસ્ટ
OMSPACE માટે 2026 પણ મહત્વનું વર્ષ રહ્યું છે. કંપનીએ ધોલેરા નજીક બાવળિયારી વિસ્તારમાં single-stage sub-orbital sounding rocketનું પરીક્ષણ કર્યું હતું. કંપનીના જણાવ્યા મુજબ આ સાથે તે ગુજરાતની ધરતી પર સંપૂર્ણ રીતે વિકસિત રોકેટ લોન્ચ કરનાર પ્રથમ પ્રાઈવેટ ઈન્ટિટી બની હતી. આ પરીક્ષણ Infinity One તરફના વિકાસ માટે પણ મહત્વનું માનવામાં આવે છે, કારણ કે કંપની હવે sub-orbital testingમાંથી reusable orbital-class launch vehicle તરફ આગળ વધી રહી છે.
હવે આગળ શું?
Nose Cone અને Kick Stage તૈયાર થયા બાદ OMSPACEનો ફોકસ હવે સંપૂર્ણ vehicle integration અને validation પર રહેશે. કંપની structural અને functional testing, subsystem validation અને progressive vehicle-level testing હાથ ધરશે. આ પ્રક્રિયા સફળ થયા બાદ Infinity Oneને ભવિષ્યના flight-test માટે તૈયાર કરવાની દિશામાં આગળ વધવામાં આવશે.
આ પણ જુઓ
Also Read

ગેરકાયદેસર દવાના વેચાણ સામે FDCAની કાર્યવાહી : ₹42.6 લાખથી વધુનો જથ્થો જપ્ત

ગુજરાતનો ડંકો: 23.4 લાખ વિદેશી પ્રવાસી, ટુરિઝમ આવકમાં દેશમાં 5મા ક્રમે પહોંચ્યું

ખેલૈયાઓ થઈ જાવ તૈયાર, Kubera Nowને સંગ નવરાત્રીનો રંગ, અમદાવાદમાં ગૂંજશે ‘પરાશક્તિ’ના ગરબા

હાઈકોર્ટના ચુકાદા પર હવે વિલંબ નહીં: ગુજરાત સરકારે નક્કી કરી ટાઈમ-બાઉન્ડ SOP

રેપો રેટમાં વધારાનો નિર્ણય ફુગાવાની સંભાવનાને ધ્યાનમાં રાખી લેવાયોઃ શેખર પટેલ

ખેડૂતો માટે ખુશખબર: મગફળી સહિત 4 પાકની MSP નોંધણીની ડેડલાઈન લંબાઈ

અનાજ ક્યાંથી આવ્યું, ક્યાં અટક્યું અને ક્યાં પહોંચ્યું? રેશનના એક-એક દાણા પર ગાંધીનગરથી રહેશે નજર




